આજકાલ બધા જ લોકોની લાઇફ સ્ટાઈલ બદલાઈ ગઈ છે. ત્યારે પોતાના માટે સમય કાઢવો મુશ્કેલ થઇ ગયો છે. સમયના અભાવને કારણે વાળની દેખભાળ માટે સમય કાઢવો મુશ્કેલ થઇ જાય છે. આજની મહિલાઓ પાસે દરરોજ તેલ નાખવું કે હેર માસ્ક લગાવવું મુશ્કેલ છે. તેથી પોષણના મળવાને કારણે અને દેખભાળ ના થવાને કારણે વાળ ખરવા, રુક્ષ થઇ જવા જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. આ વચ્ચે વાળને ઘાટા, કાળા અને લાંબા કરવા માટે ગ્લિસરીનો ઉપયોગ કરી શકાય છે. આયુર્વેદ બ્યુટી એક્સપર્ટ ડો. સુરભી સક્સેના ગ્લિસરીનના ફાયદા જણાવે છે.
સ્કિન અને હેર માટે કેમ ખાસ છે ગ્લિસરીન ?
ત્વચા અને વાળ બંને માટે ગ્લિસરીન બેહદ ફાયદાકારક છે. પ્લાન્ટ બેઝડ ગ્લિસરીન જે વૃક્ષ માંથી મળી આવે છે તેમાં ખાંડ ઉમેરીને સિન્ટેથિક રીતે બનાવવામાં આવે છે. તો એનિમલ બેઝડ ગ્લિસરીન પશુઓની ચરબીમાંથી બનાવવામાં આવે છે. ગ્લિસરીનમાં કોઈ પ્રકારની સુગંધ હોતીં નથી. ગ્લિસરીનનો ઉપયોગ ચહેરાના ડાઘ, કરચલીઓ, ફોલ્લીઓ અને ડાર્ક સર્કલ્સને દૂર કરવા માટે કરવામાં આવે છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે ગ્લિસરીન ત્વચા માટે તો ફાયદાકારક છે આ સાથે જ વાળ માટે પણ બેહદ અસરકારક છે.
આપણે સૌ જાણીએ છીએ કે, વાળની જાળવણી માટે આજે માર્કેટમાં ઘણી મોંઘી-મોંઘી પ્રોડક્ટ્સ હોય છે. આ મોંઘી પ્રોડક્ટમાં રહેલા કેમિકલ્સ ગણતરીના સમયમાં સારો લુક આપે છે પરંતુ તે લાંબેગાળે નુકસાન પહોંચાડે છે. જેના કારણે વાળની ચમક ઓછી થઇ જાય છે. રુક્ષ થવાની સાથે વાળ પાતળા થઇ જાય છે. આ બધી સમસ્યાને દૂર કરવા માટે એક માત્રે ઉપાય હોય તો તે છે ગ્લિસરીનનો ઉપયોગ. ગ્લિસરીનનો ઉપયોગ કરવાથી વાળના મૂળમાં રહેલી સમસ્યા પણ દૂર થઇ જાય છે.
વાળની કંઈ સમસ્યાથી છુટકારો મળશે ?
બે મોઢાવાળા વાળથી મળશે છુટકારો :
સ્ટાઇલ, કેમિકલ્સ વાળી પ્રોડક્ટ્સ અને પ્રદુષણને કારણે આજે લગભગ બધી જ મહિલાઓમાં બે મોઢાવાળા વાળની સમસ્યા હોય છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ગ્લિસરીનનો ઉપયોગ કરવો જોઈએ. ગ્લિસરીનથી વાળને પોષણ પણ મળશે અને બેમોઢા વાળા વાળની સમસ્યા પણ દૂર થશે.
વાળની રુક્ષતા થઈ દૂર :
ઘણીવાર વાળને પોષણ ના મળવાને કારણે તેની ચમક ઓછી થતી જાય છે જેના કારણે વાળ રુક્ષ દેખાઈ છે. વાળને સ્વસ્થ અને ચમકતા રાખવા માટે ગ્લિસરીનનો અચૂક ઉપયોગ કરવો જોઈએ.
વાળનો ગ્રોથ પણ વધશે :
આજે ખાવા-પીવાને કારણે ઘણા લોકોને એ વાતથી પરેશાન હોય છે કે તેના વાળનો ગ્રોથ સારો નથી. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે વાળમાં અચૂક ગ્લિસરીન લગાવવું જોઈએ.
ડેન્ડ્રફની સમસ્યા થશે દૂર :
સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં ડેન્ડ્રફની સમસ્યા રહે છે પરંતુ અમૂક લોકો એવા હોય છે જેને બારેમાસ ડેન્ડ્રફની સમસ્યા રહે છે.આ સમયે વાળના મૂળમાં ગ્લિસરીન લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે.
ગ્લિસરીનનો ઉપયોગ કેવી રીતે કરી શકાય ? :
ગ્લિસરીનને સ્પ્રેમાં અથવા તો શેમ્પુ, હેરમાસ્ક, કંડીશનરમાં મિક્સ કરીને ઉપયોગ કરી શકાય છે. કયારે પણ એકલા ગ્લિસરીનનો ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ.
ગ્લિસરીન લગાડતા સમયે આ વાતનું રાખો ધ્યાન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.