• Gujarati News
  • Lifestyle
  • Archie Singh Won The Title Of Second Runner Up In The 'Miss Trans International 2021' Competition, She Wants To Change People's Thinking Towards Her Community

મહેનતનું ફળ મળ્યું:22 વર્ષીય આર્ચી સિંહ ‘મિસ ટ્રાન્સ ઇન્ટરનેશનલ 2021’ સ્પર્ધામાં સેકન્ડ રનર અપ બની, તેને આશા છે, ટ્રાન્સવુમન પ્રત્યે લોકોનાં વિચાર બદલાશે

7 મહિનો પહેલા
આ અવોર્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની
  • કોલમ્બિયામાં સન્માન મેળવી દેશનું નામ રોશન કર્યું
  • આર્ચીએ કહ્યું, ‘અમે પણ મહિલાઓ છીએ, અમારું કામ માત્ર ડાન્સ કે ભીખ માગવાનું નથી’

22 વર્ષીય ટ્રાન્સજેન્ડર મોડલ આર્ચી સિંહ કોલંબિયામાં આયોજિત ‘મિસ ટ્રાન્સ ઇન્ટરનેશનલ 2021’ સ્પર્ધામાં સેકન્ડ રનર અપ થનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. આ સ્પર્ધામાં ભાગ લેતા પહેલાં આર્ચીએ ઘણીવાર અપમાન સહન કર્યું, પરંતુ હિંમત ના હારી અને મહેનતથી સેકન્ડ રનર અપ રહી.

આર્ચીએ કહ્યું, જ્યારે હું કોલમ્બિયા પહોંચી ત્યારે અન્ય ટ્રાન્સજેન્ડરને પણ આ સ્પર્ધા માટે તૈયારી કરતા જોયા ત્યારે મને પણ પ્રોત્સાહન મળ્યું. આ એક એવું મંચ છે જ્યાં ટ્રાન્સજેન્ડર તેમની યોગ્યતા સાબિત કરી શકે છે. આ કોમ્પિટિશનનો ભાગ બનવું મારું સપનું હતું તે આજે પૂરું થઇ ગયું. આ એક એવી સ્પર્ધા છે જ્યાં જીત મેળવ્યા પછી ભારતવાસીઓ, ટ્રાન્સ સમુદાય અને મારા માતા-પિતાને ગર્વ છે.

આર્ચી ભારતની ટ્રાન્સ મહિલાઓને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરવા માગે છે. તે ઈચ્છે છે કે, ટ્રાન્સવુમન પ્રત્યે લોકો વિચાર બદલે. ટ્રાન્સજેન્ડર ડાન્સર કે ભિખારી જ નથી હોતા. તેમને પણ સન્માન જોઈએ છે. તેઓ એક સંપૂર્ણ મહિલા છે.

આર્ચીને એક વાતની ખુશી છે કે, સંઘર્ષ કર્યા પછી પણ તે પોતાની મંજિલ સુધી પહોંચીને રહી. તે દેશનું નામ રોશન કરવામાં સફળ રહી. તેને આશા છે કે, આ સફળતાથી લોકોનાં ટ્રાન્સવુમન પ્રત્યે વિચાર બદલાશે. આર્ચી કહે છે, અમે પણ મહિલાઓ છીએ અને અન્ય મહિલાઓની જેમ સુંદર પણ છીએ. હું માનુષી છિલ્લર, સુષ્મિતા સેન, લારા દત્તા અને ઐશ્વર્યા રાયને પોતાની પ્રેરણા માને છે.