ટ્રાન્સજેન્ડર ગ્રુપ માટે બ્યુટી કોન્ટેસ્ટ મિસ ઇન્ટરનેશનલ ટ્રાન્સ 2021ની તૈયારીઓ થઈ ચૂકી છે. આખી દુનિયાની ટ્રાન્સવુમન આ સ્પર્ધા જીતવા માટે પ્રિપરેશન કરી રહી છે. આ કોન્ટેસ્ટમાં ભારતને રિપ્રેઝન્ટ કરવા દિલ્હીમાં રહેતી 22 વર્ષીય આર્ચી સિંહનું નામ ફાઈનલ થયું છે. તે કોલંબિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
17 વર્ષની ઉંમરે જ્યારે આર્ચીને પોતાના ટ્રાન્સજેન્ડર હોવાની ખબર પડી તો પરિવારે તેને સપોર્ટ આપ્યો. આર્ચીએ કહ્યું કે, મોડલિંગ શરુ કર્યા પહેલાં હું સોશિયલ વર્ક કરતી હતી. હું લોકોને ટ્રાન્સજેન્ડરની હકીકત કહીને તેમને સન્માન અપાવવાના પ્રયત્નો કરતી હતી. મોડલિંગ મારા માટે જાગૃકતા અભિયાન માટે એક બેસ્ટ મંચ છે. તેને લીધે મારું કામ સરળ થયું છે. મોડલિંગ શરુ કર્યા પછી આર્ચીએ જેન્ડર રિએસાઈંગમેન્ટ સર્જરી કરાવી. ત્યાંથી તેની નવી જિંદગી શરુ થઈ.
સર્જરી પછી પણ ઘણીવાર તેની સાથે ભેદભાવ થયા. આ કારણે તેને ઘણીવાર મોડલિંગનો ચાન્સ ના મળ્યો. ઘણી એજન્સીએ તેને એટલે ના પાડી હતી કે તે હકીકતમાં મહિલા નહોતી. તે કહે છે કે, હું ક્યારેય મારા ટેલેન્ટની અછતને લીધે રિજેક્ટ નથી થઈ પણ હું ટ્રાન્સવુમન છું એટલે મારે ના સાંભળવી પડી. અનેક મુશ્કેલીઓ હોવા છતાં પણ આર્ચી ઘણા ફેશન શોમાં સામેલ હોય છે. પોતાને સાબિત કરવાના પ્રયત્નો હજુ પણ ચાલુ જ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.