બોનમેરો બાદ વાળ શરીરમાં સૌથી ઝડપથી વધતા ટિશ્યુ છે પરંતુ સિઝનની અસર વાળ પર સીધી જોવા મળે છે. ખાસ કરીને શિયાળામાં. આ સિઝનમાં વાળ શુષ્ક, કમજોર અને બેજાન થઈ જાય છે. પરિણામે ડેન્ડ્રફ અને હેરફોલ વધે છે. કેટલીક બાબતોનું ધ્યાનમાં રાખવામાં આવે તો તેને અટકાવી શકાય છે. ઈન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલના ડર્મેટોલોજિસ્ટ ડૉ.ડીએમ મહાજન પાસેથી જાણો શિયાળામાં વાળની સંભાળ કેવી રીતે કરવી...
સ્કિનની જેમ વાળ મોઈશ્ચરાઈઝ હોવા જરૂરી
ડૉ. મહાજનના જણાવ્યા પ્રમાણે, શિયાળાની સિઝનમાં સ્કિનની જેમ વાળને પણ મોઈશ્ચરાઈઝ કરવા જરૂરી છે. તેથી વાળને ધોતા પહેલા માથાની સ્કિન પર તેલ લગાવવું. તેનાથી સ્કિન ભેજને શોષી લેશે, આ રીતે વાળ તૂટવાની સમસ્યા અને શુષ્કતામાં ઘટાડો થશે. તે ઉપરાંત દહીં, શિયા અને એલોવેરાનો હેરમાસ્ક પણ લાગવી શકાય છે.
હીટિંગ પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું ટાળવું
માત્ર શિયાળામાં જ નહીં બીજી સિઝનમાં પણ હેર ડ્રાયર અને સ્ટ્રેટનર જેવી હીટિંગ પ્રોડક્ટને ટાળવી. તેનાથી વાળના મૂળ કમજોર થઈ જાય છે અને હેરફોલ વધે છે. તે ઉપરાંત તે વાળના ભેજને પણ ઘટાડે છે. એટલું જ નહીં વાળને ગરમ પાણીથી ધોવાથી પણ બચવું. તેની અસર પણ સ્ટ્રેટનર અને હેર ડ્રાયર જેવી હોય છે.
શુષ્ક વાળને સીરમ લગાવીને ગૂંચ કાઢવી
ડૉ. મહાજનના જણાવ્યા પ્રમાણે, શિયાળામાં હંમેશા વાળ ગૂંચવાયેલા રહે છે. લોકો વારંવાર કાંસકાનો ઉપયોગ કરીને ગૂંચ કાઢે છે. આવું કરવાથી બચવું. વાળમાંથી ગૂંચ કાઢવા માટે તેલ અથવા સીરમનો ઉપયોગ કરો. તેનાથી હેર હેલ્ધી અને સોફ્ટ રહે છે.
ખાણીપીણીમાં સુધારો
તમારા ડાયટમાં પ્રોટીનની ઊણપ પૂરી કરતી વસ્તુ જેમ કે, ઈંડાં, માછલી, પાલક, ડ્રાયફ્રૂટ્સ સામેલ કરો. તે વાળને સ્વસ્થ રાખે છે અને ચમક વધારે છે. દિવસ દરમિયાન 8-10 ગ્લાસ પાણી જરૂરથી પીવું, તેનાથી ભેજ જળવાય રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.