ઓનલાઈન વસ્તુઓ મગાવતા લોકોની સાથે ઘણી વાર એવું થાય છે કે તેઓ જે વસ્તુ ઓર્ડર કરે છે, તેની જગ્યાએ ભૂલથી બીજી કોઈ વસ્તુ આવી જાય છે. પરંતુ, જો એવું બને કે તમે ઓછી કિંમતનો ઓર્ડર આપ્યો હોય અને તેના બદલે જો તમને કોઈ કિંમતી વસ્તુ મળી જાય તો તમને કેવું લાગશે. કંઇક આવું જ યુકેની એક વ્યક્તિની સાથે થયું, જેને દુકાનમાંથી સફરજન મગાવ્યા હતા, પરંતુ જ્યારે વસ્તુની બેગ આવી અને બેગને ખોલી તો તેમાં સફરજનની જગ્યાએ આઈફોન હતો. આ જોઈને તે વ્યક્તિ પણ આશ્ચર્યચકિત થઈ ગયો.
તાજેતરમાં જ 50 વર્ષીય નિક જેમ્સે ટેસ્કોથી ઘર માટે કેટલીક વસ્તુઓ ઓર્ડર કરી હતી. ટેસ્કો સુપરમાર્કેટની ચેન છે. ઓર્ડર દરમિયાન જેમ્સની કરિયાણાની લિસ્ટમાં સફરજન હતા. જ્યારે જેમ્સે પોતાના સામાનની બેગ ખોલી ત્યારે તેમાં સફરજનની જગ્યાએ એપલનો આઈફોન SE જોઈને તે પણ નવાઈ પામી ગયો.
જેમ્સ આઈફોન જોઈને વિચારમાં પડી ગયો કે આવું કેવી રીતે થઈ શકે છે. ત્યારબાદ તેને વસ્તુઓનું ફરીથી લિસ્ટ ચેક કર્યું અને પોતાનું બીલ પણ ચેક કર્યું કે ક્યાંક તેના અકાઉન્ટમાંથી આઈફોનના પૈસા તો કટ નથી થયાને. પરંતુ તેના અકાઉન્ટમાંથી સફરજનના પૈસા જ કટ થયેલા હતા.
બાદમાં જેમ્સને ખબર પડી કે આવું ભૂલથી નથી થયું, પરંતુ સ્ટોરે હકીકતમાં ગ્રાહકોના ચહેરા પર ખુશી લાવવા માટે આવી સરપ્રાઈઝ આપી છે. છે. એટલે કે સ્ટોર ગ્રાહકોને જાણ કર્યા વગર આવી ગિફ્ટ વહેંચે છે. ટેસ્કોનો પ્રયાસ રહે છે કે તેના કસ્ટમર્સ હંમેશાં સ્ટોરથી ખુશ રહે અને આ વખતે ટેસ્કોની આ સરપ્રાઈઝ જેમ્સને આપવામાં આવી હતી.
જેમ્સે કહ્યું- આભાર
જેમ્સે સોશિયલ મીડિયા પર ટેસ્કોને ટેગ કરતા લખ્યું કે, થેંક્યુ ટેસ્કો અને ટેસ્કોમોબાઈલ, બુધવારની સાંજે અમે અમારો ઓર્ડર ક્લેક્ટ કરવા ગયા હતા, પરંતુ ત્યારે બેગમાં સફરજનની જગ્યાએ આઈફોન SE જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
સ્ટોરે પહેલાં પણ આવું કર્યું છે
અગાઉ પણ ટેસ્કો આવું કરતું રહ્યું છે. એક અન્ય યુઝર જેનું નામ ક્રિસ્ટી મેરી છે. તેણે કહ્યું કે, તે જ્યારે સ્ટોરમાં એક વખત કંઈક ખરીદવા માટે ગઈ હતી ત્યારે તેને એરપોડ્સ મળ્યા હતા. પોતાની નોટમાં ટેસ્કોએ લખ્યું હતું કે, ટેસ્કો હંમેશાં તમારો ઓર્ડર કલેક્ટર કરીને તમને કંઈક જીતવાની તક આપે છે. તેમાં આઈફોન SEથી લઈને સેમસંગ ગેલેક્સી ટેબ 7 અને નોકિયાનો ફોન પણ સામેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.