તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Apple Leaks Woman Millions Of Dollars Due To Mistake By Apple Store Employees, Leaks Private Photos From IPhone Provided For Repairs

ભૂલ ભારે પડી:એપલ સ્ટોરના કર્મચારીઓએ રિપેરિંગમાં આવેલા ફોનમાંથી અંગત ફોટા લીક કરી દીધા, એપલે મહિલાને ‘મલ્ટિ મિલિયન ડૉલર’નું વળતર આપવું પડ્યું

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એપલના સ્ટોરમાં મહિલાએ પોતાનો આઈફોન રિપેરિંગ માટે આપ્યો હતો
  • સ્ટોરના કર્મચારીઓએ મહિલાના અંગત ફોટોઝ સોશિયલ મીડિયા પર લીક કર્યા
  • મહિલાની પ્રાઈવસી ભંગ થતાં તેણે એપલ સામે કોર્ટ કેસ કર્યો. તેમાં એપલે મહિલાને જંગી વળતર આપવું પડ્યું

એપલ સ્ટોરના કર્મચારીઓની ભૂલ એપલને એટલી ભારે પડી કે કંપનીએ તેના માટે મિલિયન ડોલર્સનું વળતર આપીને સમાધાન કરવું પડ્યું. અમેરિકાની એક મહિલાએ તેનો આઈફોન રિપેર કરાવવા આપ્યો હતો. એપલ સ્ટોરના કર્મચારીએ તેના અંગત ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર લીક કર્યા. મહિલાને આ કાવતરાંની જાણ થતાં જ તેણે એપલ કંપની પર કેસ કર્યો. કોર્ટે તે મહિલાને થયેલા માનસિક ત્રાસ બદલ 5 મિલિયન એટલે કે 50 લાખ ડૉલરનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો. હવે સમાચાર આવ્યા છે કે એપલે તે મહિલાને લાખો ડૉલરનું વળતર ચૂકવવું પડ્યું છે. અલબત્ત, એપલે એક્ઝેક્ટ્લી કેટલી રકમ ચૂકવી તેનો આંકડો બહાર નથી આવ્યો, પરંતુ ચર્ચાઈ રહ્યું છે કે એપલે ‘મલ્ટિ મિલિયન ડૉલર’નું ચૂકવણું કરવું પડ્યું છે.

આ ઘટના 2016ની છે. જ્યારે કોલેજ સ્ટુડન્ટ જેન ડો તેનો આઈફોન રિપેર કરાવવા માટે કેલિફોર્નિયાના પેગાટ્રોન ટેક્નોલોજી સર્વિસમાં ગઈ. ત્યાંના કર્મચારીએ ફોનમાંથી તે મહિલાના અંગત ફોટોઝ અને વીડિયો લઇને સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દીધા. આ ફોટોઝને એવી રીતે લીક કરાયા જેથી મહિલાએ પોતાની મરજીથી જ આ કામ કર્યું હોય તેવું લાગે.

મહિલાના ફેસબુક અકાઉન્ટ પર પ્રાઈવેટ ફોટોઝ અપલોડ થયા
જેનના પ્રાઈવેટ ફોટોઝ તેનાં જ ફેસબુક અકાઉન્ટ પર લીક કરવામાં આવ્યા હતા. તેથી તેણે પોતાની જ મરજીથી આ કામ કર્યું હોય તેવું જણાઈ આવે. જેનના એક મિત્રએ તેનાં ફેસબુક અકાઉન્ટ પર પ્રાઈવેટ ફોટોઝ હોવાની વાત જણાવતાં જ સમગ્ર મામલો સામે આવ્યો. જેને ફોટોઝ ડિલીટ કરી ચૂપ ન બેઠી. તેની પાછળ જવાબદાર વ્યક્તિને સજા આપવાનું મન બનાવી લીધું. જેને પેગાટ્રોન અને એપલ સામે પ્રાવઈસી ભંગનો કેસ કર્યો.

‘ધ વર્જ’ નામની ટેક્નોલોજી વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે આ ઘટના સામે આવ્યા બાદ એપલે મહિલાના અંગત ફોટોઝ લીક કરવા પાછળ જવાબદાર 2 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. એપલે કહ્યું કે, કંપની તેના ગ્રાહકની પ્રાઈવસી અને સિક્યોરિટી માટે કટિબદ્ધ છે.

આ ઘટના હાલ એટલા માટે ચર્ચાનું કેન્દ્ર બની છે. કારણ કે મહિલાએ કોર્ટમાં વળતરની અરજી કરતાં સર્વિસ પ્રોવાઈડર પેગાટ્રોને પોતાના હાથ ઊંચા કરી દીધા. જોકે લાંબા ગાળે એપલે મહિલાને વળતર ચૂકવવું પડ્યું. મહિલાએ 5 મિલિયન ડૉલરની માગણી કરી હતી, પરંતુ એપલે કેટલાક મિલિયન ડૉલરની ડીલ સિક્રેટલી ડન કરી છે. આ રકમ કેટલી છે તેના પર હજુ પણ સસ્પેન્સ યથાવત્ છે.

અન્ય સમાચારો પણ છે...