પોપટે બદલી જિંદગી:પોપટની કંપનીથી ચિંતા અને તણાવ દૂર થયો, હવે ટિક્ટોક પર ધૂમ મચાવે છે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયામાં રહેતી 25 વર્ષની બ્રિજેટ ચૈંટ અને તેનાં ભારતીય પોપટની જોડી ટિકટોક પર ધૂમ મચાવી રહી છે. બંંનેના વીડિયો પર લાખો વ્યુઝ આવે છે. બ્રિજેટ માટે ભારતીય પોપટ એક કમાણીનું સાધન નથી પરંતુ એક મિત્ર પણ છે. જે હંમેશાં બ્રિજેટની સાથે રહે છે અને તેની સાથે વાત કરે છે, ચિંતા અને તણાવથી દૂર રાખે છે.

બ્રિજેટ 10 વર્ષની ઉંમરે બની હતી બીમારીનો શિકાર
ક્વીન્સલેન્ડની બ્રિજેટ જ્યારે તે 10 વર્ષની હતી ત્યારે તેને એટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર (ADD) હોવાની ખબર પડી હતી. આ કારણે તેને રોજનું કામ કરવામાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જ્યારે તે 18 વર્ષની થઈ અને અભ્યાસ માટે યુનિવર્સિટી જવાનું શરૂ કર્યું હતું ત્યારે તેની સમસ્યા વધી ગઈ હતી. આ બાદ બ્રિજેટે કંટ્રોલ કરવાનું શીખી લીધું હતું.

ભારતીય પોપટ મારા માટે થેરાપિસ્ટ સાબિત થયો
વર્ષ 2018માં બ્રિજેટે એક ભારતીય પોપટ લેવાનો નિર્ણય કર્યો હતો. આ પોપટનું નામ બ્રિજેટે 'હેમલેટ' રાખ્યું હતું. બ્રિજેટ માટે હેમલેટ એક 'થેરાપિસ્ટ તરીકે કામ' કરતો હતો. બ્રિજેટ જણાવે છે કે, તે હેમલેટ સાથે વાત કરતી હતી તો એવું લાગતું હતું કે એ માણસ સાથે વાત કરી રહી છે. થોડા સમય માટે હેમલેટ જ મારી કંપની હતો.

હેમલેટે ધીમે-ધીમે નકલ કરવાનું શરૂ કરી દીધું હતું.
વર્ષ 2018માં બ્રિજેટ અને પોપટ વચ્ચે બોંન્ડીગ વધવા લાગ્યું હતું. બાદમાં હેમલેટે સાત મહીનાની ઉંમરમાં જ નકલ કરવાનું શરુ કરી દીધું હતું. હેમલેટે સૌથી પહેલાં જે વસ્તું કોપી કરી હતી તે હતી સીટી. આ બાદ સમય જતા બ્રિજેટે પૂછતી હતી કે, તું શું કરે છે? આ બાદ એક દિવસ હેમલેટે પોતાના અંદાજમાં જણાવ્યું હતું કે, શું કરી રહી છે? આ સિવાય તે કિસ, ગુડ મોર્નીગ, શું, ગુડ બોય, કેમ જેવા શબ્દો બોલે છે.

કોરોના દરમિયાન ટિક્ટોક વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું
2020માં જયારે આખી દુનિયાના લોકો ઘરની અંદર બંધ હતા ત્યારે બ્રિજેટે ટિક્ટોક પર વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. આ બાદ બ્રિજેટ તેના વીડિયોમાં હેમલેટને પણ સામેલ કરવા લાગી હતી. બંનેનાં વીડિયો ફેન્સને એટલા પસંદ આવ્યા કે, બ્રિજેટનાં ફોલોઅર્સની સંખ્યા વધીને 42 લાખ થઇ ગઈ હતી. આ બંનેનાં એક વીડિયો પર 1 કરોડ વ્યુઝ આવ્યા છે.

બાળપણમાં બ્રિજેટ પાસે સીનેમન એક કોકટેલ નામનું પાલતું પક્ષી હતું, જે ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરતું હતું. બ્રિજેટનાં માતા-પિતાએ ગિફટ આપ્યું હતું. જયારે બ્રિજેટ 20 વર્ષની થઇ ત્યારે 10 વર્ષનાં ખુબસુરત પોપટ પર બીલાડીએ હુમલો કરતા મોત નીપજ્યું હતું