• Gujarati News
  • Lifestyle
  • Ants' Bites Are So Powerful And Painful Because Their Teeth Are Made Of ZINC, Scientists Find

કીડીના દાંત પર રિસર્ચ:માણસના વાળથીયે પાતળા કીડીના દાંત ગમે તેવી ધારદાર વસ્તુ કાપી શકે છે, તેનું સિક્રેટ બહાર આવ્યું

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની ઑરેગોન યુનિવર્સિટીના સંશોધકોએ કીડીના દાંત પર અનોખું રિસર્ચ કર્યું
  • કીડીના દાંત શરીરના વજનના 8 ટકા જેટલા ભારે હોય છે

કીડી ચટકો ભરે તો દુખાવો કેમ થાય છે? આ પ્રશ્નનો જવાબ વૈજ્ઞાનિકોએ શોધી લીધો છે. વૈજ્ઞાનિકોએ કહ્યું, કીડીના દાંત ઝિંકના બનેલા હોય છે. તે મનુષ્યોના વાળ કરતાં પણ પાતળા હોય છે. તેના દાંત એટલા મજબૂત હોય છે કે, સખત પાંદડા પણ કાપી શકે છે. તેના દાંત શરીરના વજનના 8 ટકા જેટલા ભારે હોય છે.

ઑરેગોન યુનિવર્સિટીના સંશોધકોએ કીડીના દાંત વિશે રિસર્ચ કર્યું. આ એ દાંત છે જે કીડીના શરીરની બહાર નીકળેલા હોય છે. રિસર્ચનો લક્ષ્ય તેના દાંતનું વર્કિંગ જાણવાનો હતો. રિસર્ચ દરમિયાન ચોંકાવનારી વાત ખબર પડી કે, દરેક કીડીઓના દાંત ઝિંકના બનેલા હોય છે.

ઝિંકને લીધે વધારે મજબૂતી મળે છે
વૈજ્ઞાનિકોને જાણવું છે કે, કીડીના દાંતની જેમ મજબૂત મશીન બનાવી શકાય કે નહીં. સંશોધક રોબર્ટ સ્કોફિલ્ડે કહ્યું કે, કીડીના દાંતની રચનાથી ઘણી બધી વાતો ખબર પડી છે. જેમ કે, પ્લાસ્ટિક કે એલ્યુમિનિયમ પર ઝિંકનું આવરણ ચઢાવી દેવામાં આવે તો તે ઘણી સખત થઇ જાય છે.

ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં ઉપયોગ થઇ શકે છે
સંશોધક દેવરાજે કહ્યું કે, અમે ટેક્નિકની મદદથી જાણવા ઇચ્છીએ છીએ કે, કીડીના દાંતમાં ઝિંકનું લેયર કેવી રીતે રહે છે અને કેવી રીતે દાંત મજબૂત બનાવે છે. રિસર્ચ પછી ખબર પડી કે, ઝિંકના અણુ દાંતને વધારે મજબૂત બનાવે છે અને ડેમેજ થવાનું જોખમ પણ ઓછું થઈ જાય છે. આ ટેક્નિકનો ઉપયોગ કરીને પહેલાં કરતાં વધારે મજબૂત ઈલેક્ટ્રોનિક્સ આઈટમ બનાવી શકાશે.