તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Antibiotic Will Be Prepared From Wasp Venom; Latest Research News From American Scientists

અમેરિકન વૈજ્ઞાનિકોનું રિસર્ચ:ભમરીના ઝેરમાંથી પાવરફુલ એન્ટિબાયોટિક્સ દવા બનાવી, ટીબીના એવા બેક્ટેરિયાનો નાશ કરશે જેના પર કોઈ દવા અસર કરતી નથી

11 દિવસ પહેલા

ભમરીના ઝેરમાંથી એન્ટિબાયોટિક્સ દવા બનાવી છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ ઝેરમાંથી એન્ટિમાઈક્રોબિયલ મોલિક્યૂલ્સ ડેવલપ કર્યા છે જે તે બેક્ટેરિયાનો નાશ કરશે જેમની પર દવાની કોઈ અસર જ થતી નથી. મોલિક્યૂલ્સ તૈયાર કરનારી કંપની એમરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીનું કહેવું છે કે, ભમરીના ઝેરમાંથી બનેલી દવા ટીબી અને સેપ્સિસના જોખમી બેક્ટેરિયાનો નાશ કરવામાં આવશે.

નેશનલ એકેડમી ઓફ સાયન્સ જર્ન્મમાં પબ્લિશ થયેલા રિસર્ચ પ્રમાણે, વૈજ્ઞાનિકોએ એશિયન, કોરિયન અને વેસ્પુલા ભમરીના ઝેરમાંથી પ્રોટીનનો નાનો ભાગ બહાર કાઢીને તેમાં ફેરફાર કર્યા. ફેરફારને કારણે દવાના મોલિક્યૂલ્સમાં તે બેક્ટેરિયાનો નાશ કરવાની ક્ષમતા વધી છે જેની પર દવાની કોઈ અસર થઇ રહી નહોતી.

ઉંદરો પર રિસર્ચ થયું
ઉંદર પર કરેલા રિસર્ચમાં ખબર પડી કે, જે બેક્ટેરિયા પર દવાની કોઈ અસર થતી નહોતી તેની પર હવે અસર થઇ રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, હાલમાં ઘણા નવ એન્ટિબાયોટિક્સની જરૂર છે કે ડ્રગ રઝિસ્ટન્ટ બેક્ટેરિયાને નાશ કરી શકે કારણકે સંક્રમણના કેસ વધી રહ્યા છે. અમને લાગે છે કે, ઝેરના મોલિક્યૂલ્સ નવા પ્રકારના એન્ટિબાયોટિક્સ તરીકે કામ કરશે.

દવા આવી રીતે તૈયાર થઇ
રિસર્ચ પ્રમાણે, ભમરીના ઝેરમાંથી માસ્ટોપરન-એલ પેપ્ટાઈડને અલગ કરવામાં આવ્યું. તે માણસો માટે ઝેરીલું હોય છે અને બ્લડ પ્રેશરનું લેવલ વધારે છે. તેની આ અસરને ઓછી કરવા માટે તેમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા કે બેક્ટેરિયા માટે ઝેર કામ કરે. માણસો માટે આ કેટલું સુરક્ષિત છે તેના પર ક્લિનિકલ ટ્રાયલ થવાનું બાકી છે.

આ બેક્ટેરિયા પર પ્રયોગ થયો
વૈજ્ઞાનિકોએ ડ્રગનું ટ્રાયલ ઉંદરમાં હાજર ઈ-કોલી અને સ્ટેફાયલોકોકસ ઓરેયઝ બેક્ટેરિયા પર કર્યું. નવા ડ્રગના ટેસ્ટિંગ દરમિયાન 80% ઉંદર જીવતા રહ્યા, પરંતુ જે ઉંદરને આ ડ્રગની માત્રા વધારે આપવામાં આવી તેમનામાં સાઈડઈફેક્ટ જોવા મળી. રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો કે, આ ડ્રગ ઝેન્ટામાયસિન અને ઈમિપેનેમનો સારો વિકલ્પ હોઈ શકે છે કારણ કે ડ્રગ રઝિસ્ટન્ટ બેક્ટેરિયાના કેસ વધી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો