ભારત, ચીન સહિત અનેક દેશોમાં વિવિધ રીતે સ્ત્રોતોમાંથી આવતું પાણી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ એન્ટીમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR)નું કારણ બની રહ્યું છે. 'ધ લેન્સેટ પ્લેનેટરી'ના રિપોર્ટમાંથી આ વાતની સચ્ચાઇ સામે આવી છે. તો અભ્યાસ માટે ચીન અને ભારતના ગંદાપાણી અને ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. તપાસમાં ઘણી જગ્યાઓનાં પાણીમાં એન્ટીબાયોટિકની હાજરી જરૂરિયાત કરતાં વધારે જોવા મળી હતી. ચીનમાં AMRનું સૌથી વધુ જોખમ નળના પાણીમાં જોવા મળ્યું હતું. આ પાણીમાંથી સિપ્રોફ્લોએક્સિલનું પ્રમાણ સૌથી વધારે જોવા મળ્યું હતું.
પોલ્ટ્રી ફાર્મ- દવા ફેકટરીના કારણે વધે છે પાણીનું પ્રદુષણ
આપણા દેશમાં શહેરી વિસ્તારના લોકોને નળ દ્રારા પાણીની સપ્લાઇ કરવામાં આવે છે. તો ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી હોસ્પિટલ, પોલ્ટ્રી ફાર્મ અને દવાઓની ફેકટરી જેવો સ્ત્રોતમાંથી પહોચાડવામાં આવે છે. આ જ કારણે આ પાણીમાં હાજર એન્ટી બાયોટિક ટ્રીટમેન્ટ પછી પણ જોવા મળે તો પૂરા પાડવામાં આવેલ પાણીમાં પણ એન્ટિબાયોટિક હશે.
આ પાણીના ઉપયોગને કારણે AMRનું જોખમ વધશે ને ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રહેલી વ્યવસ્થાને કારણે એ પ્રકારના તત્ત્વોને દૂર કરવામાં અસર નથી કરતું. એન્ટી માઇક્રોબાયલ બેક્ટેરિયા અથવા ફૂગ જેવા સુક્ષ્મસજીવોને મારી નાખે છે. તેમજ તેમના દ્રારા થતા રોગને વધતા અને ફેલાવતા અટકાવે છે. સંબંધિત સ્થિતિ AMR છે, જેમાં બેક્ટેરિયા એન્ટીબાયોટીક્સ સામે લડવાની ક્ષમતા વિકસાવે છે. જેના કારણે દવાઓ બિનઅસરકારક બની જાય છે.
એન્ટી માઇક્રોબાયલ રેજિસ્ટેંસ જોખમકારક, આ મેડિકલ વેસ્ટ ફેંકવાથી વધી રહ્યું છે
પીવાના પાણીની સલામતીના ભૂતપૂર્વ રાષ્ટ્રીય નોડલ અધિકારી સુધીન્દ્ર મોહન શર્માએ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દેશના જળ સ્ત્રોતોમાં AMR ઝડપથી વધી રહ્યું છે. આ સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. આ સ્થિતિ વધવાના કારણોમાં પોલ્ટ્રી ફાર્મ અને ડેરી મુખ્ય છે. તો સજીવોને ચેપથી બચાવવા માટે એન્ટીબાયોટીક્સનો આડેધડ ઉપયોગ કરવામાં આવે છે. આ બાદ મેડિકલ વેસ્ટ બરાબર રીતે નિકાલ કરવામાં આવતો ન હતો તેથી તે વિસ્તારના અંડર ગ્રાઉન્ડ વિસ્તારમાં પાણી મિકસ થતું રહેતું હતું. તો પાણીની પ્રદુષણ વધવાનું બીજું એક કારણ જાગૃતિનો અભાવ છે. લોકો બિનઉપયોગી કે બિનઉપયોગી દવાઓને ગટરમાં અથવા તો રસ્તાના કિનારે ફેંકી દે છે .તેનાથી પાણી પણ પ્રદૂષિત થાય છે .આ પાણી ભૂગર્ભ જળમાં જોવા મળે છે.
આ કારણે જળાશયો નદીઓના પાણીમાં AMR વધ્યુ છે. તો આ પાણીથી જોખમ એટલા માટે છે કે, આપણી દેશની કુલ વસ્તી પૈકી 85% વસ્તી ભૂગર્ભ જળનો ઉપયોગ કરે છે. ચોંકાવનારી વાત એ છે કે, અહીં રહેતા લોકો પૈકી જે લોકો કોરોનાન દર્દી હતા તે લોકોને દવાની પણ અસર થઇ ન હતી.
આ રીતે કરો ઉપાય
હોટસ્પોટ્સને ઓળખો, માર્ગદર્શિકા સાથે જાગૃતિ વધારો,
સરકારે એવા વિસ્તારોમાં એક વિશાળ ઝુંબેશ શરૂ કરી છે જ્યાં આર્સેનિક અને ફ્લોરાઇડ જેવા ખતરનાક તત્વો મળી આવ્યા છે. આમ છતાં એન્ટીબાયોટીક્સથી વધુને વધુ પ્રદુષિત થતા પાણીની કાળજી લેવામાં આવી રહી નથી. આ માટે જિલ્લા કક્ષાએ આવી લેબની સ્થાપના કરવી જરૂરી છે, જે AMR ટેસ્ટ કરી શકે.
તો આ સાથે જ તમામ ડેરી, પોલ્ટ્રી ફાર્મ અને સામાન્ય નાગરિકો માટે મેડિકલ વેસ્ટના નિકાલ માટેની માર્ગદર્શિકા જ કરવી જોઈએ. લોકોએ મેડિકલ વેસ્ટ ગટરમાં ન ફેંકવો જોઈએ, તેની દેખરેખ રાખવી જોઈએ. મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ વગેરે રાજ્યોના ડેરી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં એન્ટિબાયોટિક પ્રતિકારના હોટસ્પોટ્સ ઓળખવા જોઈએ. બીજી મહત્વની વાત એ છે કે ઘરોમાં વપરાતી RO સિસ્ટમ પણ AMRને રોકી શકતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.