• Gujarati News
  • Lifestyle
  • Anna Elizabeth George Of Kerala Made The World's First Edible Real Size Sari, It Took 7 Days To Make A Sari Weighing 2 Kg

ડિઝાઈનરનું સપનું પૂરું થયું:કેરળની અન્ના એલિઝાબેથ જ્યોર્જે દુનિયાની પ્રથમ રિયલ સાઈઝ એડિબલ સાડી બનાવી, 2 કિલો વજનની સાડી બનાવતા 7 દિવસ લાગ્યા

3 મહિનો પહેલા
  • આ સાડીનો ખર્ચ 30 હજાર રૂપિયા આવ્યો
  • બેકિંગ સ્કિલ અન્ના તેના નાના પાસેથી શીખી હતી

કેરળમાં કોલ્લમ શહેરની રહેવાસી અન્ના એલિઝાબેથ જ્યોર્જે ઓણમ તહેવાર પર એડિબલ સાડી ડિઝાઈન કરી. અન્નાએ આ હટકે સાડી તેના કિચનમાં ડિઝાઈન કરી. કુકિંગ એક્સપર્ટ અન્ના દર વખતે કઈક નવું વસ્તુ ટ્રાય કરે છે જે અત્યાર સુધી કોઈએ ના કરી હોય. અન્નાએ કસાવુ સાડી ડિઝાઈન કરી છે. આવી સાડી કેરળમાં સારા અવસરે પહેરવામાં આવે છે. હાફ વ્હાઈટ કલરની આ સાડીમાં ગોલ્ડન ઝરી બોર્ડર છે. અન્ના ફેશન ડિઝાઈનરની સાથોસાથ ફ્લોરિસ્ટ પણ છે.

અન્નાનું બાળપણનું સપનું પૂરું થયું
થોડા દિવસ પહેલાં જ તેણે કેન્સર અને ન્યૂરોબાયોલોજીમાં PhD પૂરું કર્યું છે. એ પછી તેણે એડિબલ એટલે કે ખાઈ શકાય તેવી સાડી બનાવવાનું વિચાર્યું. એડિબલ સાડી બનાવવાનું અન્નાનું સપનું પૂરું થયું.

સાડીનું વજન 2 કિલો
અન્નાએ એક અઠવાડિયાંમાં આ સાડી બનાવવાની પ્રોસેસ પૂરી કરી. સાડીની વજન 2 કિલો છે. તેનો બેઝ બનાવવા માટે સ્ટાર્ચ બેઝ્ડ વેફર પેપરનો ઉપયોગ કર્યો. તેની પર લસ્ટર ડસ્ટ ઉમેર્યું જેથી પરંપરાગત પેટર્ન મળી શકે. પ્રોજેક્ટનો ખર્ચ 30 હજાર રૂપિયા આવ્યો. અન્ના પોતાના આ ક્રિએશનનો શ્રેય તેના નાનાને આપે છે. ત્રણ દાયકા પહેલાં તેમણે દુનિયાને અલવિદા કહ્યું, પણ તેમનું ટેલેન્ટ આજે પણ જીવિત છે. બેકિંગ સ્કિલ અન્ના તેના નાના પાસેથી શીખી.

અન્ય સમાચારો પણ છે...