તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Andhra Born Srisha Will Go To Virgin Galactic's Next Space Flight, She Will Become The Third Woman Of Indian Origin To Go To Space

ગૌરવ:વર્જિન ગેલેક્ટિક કંપનીની નેક્સ્ટ અંતરિક્ષ યાત્રામાં આંધ્રપ્રદેશમાં જન્મેલી શ્રીશા બાંદલા સામેલ, અંતરિક્ષમાં જનારી ત્રીજી ભારતીય મહિલા બની

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંતરિક્ષના સફરે જનારી શ્રીશા પ્રથમ તેલુગુ મહિલા બની
  • શ્રીશાનાં દાદા ડૉ. બાંદલા મુરલીધરે કહ્યું, મને આશા છે કે શ્રીશા સફળ થઈને દેશનું નામ રોશન કરશે

વર્જિન ગેલેક્ટિક કંપનીની માલિક રિચર્ડ બ્રેનસન 11 જુલાઈના રોજ અંતરિક્ષ યાત્રાએ જશે. આ દરમિયાન તેમની સાથે ભારતમાં જન્મેલી શ્રીશા બાંદલા પણ જશે. શ્રીશા કંપનીમાં સરકારી કેસની અધિકારી છે. તેની જન્મ આંધ્રપ્રદેશમાં થયો હતો. રિચર્ડની સાથે અન્ય પાંચ યાત્રી પણ જશે.

શ્રીશાએ સોશિયલ મીડિયા પર વર્જિન ગેલેક્ટિક કંપનીનો આભાર માનીને ગર્વ વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું, આ મિશનનો પાર્ટ બનીને ઘણી ખુશ છું. મિશનનો હેતુ દરેક લોકો માટે સ્પેસની યાત્રાનો અનુભવ કરાવવાનો છે.

શ્રીશાનાં દાદા ડૉ. બાંદલા મુરલીધર વૈજ્ઞાનિક અને અમેરિકન ગવર્મેન્ટમાં સીનિયર એક્ઝિક્યુટિવ સર્વિસના મેમ્બર છે. તેમણે કહ્યું, અંતરિક્ષમાં જવું એ શ્રીશાનું સપનું હતું. તેનું સપનું પૂરું થતા જોઇને મને ખુશી થઈ રહી છે. મને વિશ્વાસ છે કે તે આ મિશનમાં સફળ થઈને દેશનું નામ રોશન કરશે.

શ્રીશાનો અભ્યાસ અમેરિકાનાં હ્યુસ્ટન શહેરમાં થયો
શ્રીશાનો અભ્યાસ અમેરિકાનાં હ્યુસ્ટન શહેરમાં થયો

કંપનીની ચોથી અંતરિક્ષ યાત્રા
અંતરિક્ષના સફરે જનારી શ્રીશા ભારતીય મૂળની ત્રીજી અને પ્રથમ તેલુગુ મહિલા બનશે. આની પહેલાં કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ અંતરિક્ષમાં ગયા હતા, પરંતુ કલ્પના ચાવલાનું એરક્રાફ્ટ ક્રેશ થઈ જતા તેનું મૃત્યુ થયું હતું. રિચર્ડ બ્રેનસનનું અંતરિક્ષ યાન ન્યૂ મેક્સિકોથી ઉડાન ભરશે. અંતરિક્ષમાં વર્જિન ગેલેક્ટિક કંપનીની આ ચોથી ઉડાન છે. આની પહેલાં જેફ બેઝોસ કંપનીની બ્લૂ ઓરિજિને કહ્યું હતું કે, જેફ બેઝોસ 20 જુલાઈએ અંતરિક્ષમાં જશે.

શ્રીશાએ અનેક સ્પેસફ્લાઈટ કંપનીમાં કામ કર્યુ છે
શ્રીશાએ અનેક સ્પેસફ્લાઈટ કંપનીમાં કામ કર્યુ છે

‘યુથ સ્ટાર’ અવોર્ડ જીતી ચૂકી છે
શ્રીશાનો અભ્યાસ અમેરિકાનાં હ્યુસ્ટન શહેરમાં થયો છે. અંતરિક્ષ વિજ્ઞાનમાં પહેલેથી રસ ધરાવતી શ્રીશાએ એરોનોટિકલ-એસ્ટ્રોનોટિકલ એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી પૂરી કરી. એ પછી જ્યોર્જટાઉન યુનિવર્સીટીમાંથી MBA કર્યું. શ્રીશાએ અનેક સ્પેસફ્લાઈટ કંપનીમાં કામ કર્યું. શ્રીશાની સફળતા જોઇને તેલુગુ એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકા યુથ સ્ટાર અવોર્ડની સન્માન પણ દઈ ચૂકી છે. શ્રીશાએ ટેક્સાસમાં l-3 કમ્યુનિકેશન્સમાં એડવાન્સ વિમાનો માટે કમ્પોનન્ટ પણ ડિઝાઈન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...