તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Ananya Kejriwal Agarwal Launches Numi Start up, Launches Health Supplements To Keep Women Healthy

હાઉસ આંત્રપ્રેન્યોરની કહાની:અનન્યા કેજરીવાલ અગ્રવાલે ન્યુમી સ્ટાર્ટ અપ શરૂ કર્યું, જે મહિલાઓને સ્વસ્થ રાખવા હેલ્થ સપ્લિમેન્ટ્સ લોન્ચ કરે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ પ્રોડક્ટ્સની કિંમત 800થી 1000 રૂપિયાની વચ્ચે છે જે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે
  • હાલમાં અનન્યા મેનોપોઝની તકલીફને ઓછી કરતી હેલ્થ સપ્લિમેન્ટ્સ પર પણ કામ કરી રહી છે

મહિલાઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા ગયા મહિને અનન્યા કેજરીવાલ અગ્રવાલે પોતાનું સ્ટાર્ટ અપ ન્યુમીની શરૂઆત કરી. તેના દ્વારા લોન્ચ કરવામાં આવેલી પ્રોડક્ટ્સ મહિલાઓની ઈમ્યુનિટી વધારવા, હેર, સ્કિન, ઊંઘ, અને યુરિનરી ટ્રેક્ટ વેલનેસ માટે જરૂરી છે.

અનન્યાનો ઉદેશ્ય મહિલાઓને સ્વસ્થ રાખવા માટે ઈન્ડિયન હર્બ્સ જેમ કે, હળદર, આંબળા, તુલસીને વેસ્ટર્ન ન્યૂટ્રિઅન્ટ્સ જેવા બાયોટિક અને હાયલ્યુરોનિક એસિડની સાથે પોતાની પ્રોડક્ટ લોન્ચ કરવાનો છે. અનન્યાએ બોસ્ટનની ઓલિન કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી એન્જિનિયરિંગ કર્યું છે અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી MBA કર્યું. ત્યારબાદ તેણે સિએટલના માઇક્રોસોફ્ટમાં અને મેન્ટલ વેલનેસ કંપની હેડસ્પેસમાં પણ કામ કર્યું. અહીં કામ કરતાં કરતાં તેને મહિલાઓને સ્વસ્થ રાખવા માટે કંઈક કરવાનું વિચાર્યું અને પોતાનું સ્ટાર્ટ અપ ન્યુમી તરીકે આગળ વધાર્યું.

અનન્યાનું માનવું છે કે, એવી ઘણી મહિલાઓ છે જે PCOS અથવા PCOD જેવી સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરી રહી છે. તેમના માટે પોષક તત્ત્વોથી ભરપૂર સપ્લિમેન્ટ્સ વિશે જાણવું જરૂરી છે જેથી શરીરમાં તેનું યોગ્ય સંતુલન જળવાઈ રહે. અનન્યા હાલમાં મેનોપોઝની તકલીફને ઓછી કરતી હેલ્થ સપ્લિમેન્ટ્સ પર પણ કામ કરી રહી છે. તેના દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ પ્રોડક્ટ્સની કિંમત 800થી 1000 રૂપિયાની વચ્ચે છે જે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે.