તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Anand Mahindra, Who Came To Help 85 Year Old Idli Amma, Will Build A Restaurant For Amma, Keeping The Promise Made Two Years Ago

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરિયાદિલી:30 વર્ષથી માત્ર 1 રૂપિયામાં લોકોને ઈડલી ખવડાવતાં 85 વર્ષીય અમ્મા માટે બિઝનેસમેન આનંદ મહિન્દ્રા ઘર બનાવશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2019માં આનંદ મહિન્દ્રાએ ચૂલા પર ઈડલી બનાવનારા દાદી અમ્માને LPG ગેસ સ્ટવની વ્યવસ્થા કરી આપી હતી

કોઈમ્બતુરમાં ઈડલીવાલી અમ્માથી ફેમસ 85 વર્ષીય વૃદ્ધ મહિલા છેલ્લાં 30 વર્ષથી એક રૂપિયામાં ઈડલી બનાવીને વેચી રહ્યાં છે. બે વર્ષ પહેલાં ઈડલી અમ્માની સ્ટોરી સોશિયલ મીડિયા પર ઘણી વાઈરલ થઇ હતી. એ સમયે સોશિયલ મીડિયા પર આનંદ મહિન્દ્રાએ પણ તેમનો વીડિયો શેર કર્યો હતો. વીડિયો શેર કરીને લખ્યું, હું અમ્માનું કામ જોઈને ઘણો ખુશ થયો છું . તેમના માટે હું કંઈક કરવા માગું છું, દરિયાદિલીથી ફેમસ એવા આનંદ મહિન્દ્રાએ ચૂલા પર ઈડલી બનાવનારા દાદી અમ્માને LPG ગેસ સ્ટવની વ્યવસ્થા કરી આપી હતી.

એકવાર ફરીથી આનંદ મહિન્દ્રા મદદ માટે આગળ આવ્યા છે. તેમણે કહ્યું હતું કે ટૂંક સમયમાં ઈડલી અમ્મા પાસે તેમનું પોતાનું ઘર અને રેસ્ટોરાં હશે, જ્યાં તેઓ ઈડલી બનાવશે અને વેચશે. આનંદ મહિન્દ્રાએ ઈડલી અમ્મા માટે જમીન ખરીદી લીધી છે. મારી ટીમ અમ્મા સાથે વાતચીત કર્યા પછી ઘર નિર્માણ શરૂ કરશે. આ વૃદ્ધ મહિલાનું નામ કમલાથલ છે. તેઓ એક રૂપિયામાં લોકોને ઈડલી અને ચટણી ખવડાવે છે. આટલાં વર્ષોથી ભાવ વધાર્યા વગર આટલા જ રૂપિયામાં પ્રેમથી લોકોના પેટ ભરે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો