વાઇરલ પોસ્ટ:આનંદ મહિન્દ્રાએ પત્નીને લઈને કર્યો ખુલાસો, કહ્યું, થોડાં વર્ષ પહેલાં જ આ વાત કરી હતી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશના જાણીતા બિઝનેસમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહે છે. એમાં પણ ખાસ કરીને ટ્વિટર પર કોઈ ને કોઈ ટ્વીટને લઈને ચર્ચામાં રહેતા હોય છે. આનંદ મહિન્દ્રાના ટ્વીટ જોઈને લોકો એને રી-ટ્વીટ કરવાનું ભૂલતા નથી. આ વખતે આનંદ મહિન્દ્રાએ કરેલું રી-ટ્વીટ ચર્ચાનો વિષય બન્યું છે.

આ વખતે મહિન્દ્રાએ નોર્વેના રાજદૂત એરિક સોલ્હેઇમના ટ્વીટને રી-ટ્વીટ કરીને પોતાનો અભિપ્રાય આપ્યો છે. એરિકે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન શેર કર્યું છે, જેમાં દર્દીનું નામ આનંદ લખ્યું છે અને એમાં કોમ્પ્યુટર અને મોબાઇલને ફેંકી દેવાની સલાહ આપવામાં આવી છે, જેના પર આનંદ મહિન્દ્રાએ મજાક કરતાં એક મજેદાર વાત લખી છે, જે લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

ટ્વીટથી ખોલ્યું રાઝ
એરિક સોલ્હેઇમે ટ્વિટર પર લખ્યું હતું કે 'ટ્રીટમેન્ટની સલાહ'. આ ટ્વીટ પર કેટલાક યુઝર્સે આનંદ મહિન્દ્રાને ટેગ કર્યા અને પછી તેમણે પોતાની પ્રતિક્રિયા આપી હતી. આનંદ મહિન્દ્રાએ આ ટ્વીટ પર પોતાની પત્નીનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે થોડા સમય પહેલાં તેમની પત્નીએ પણ સલાહ આપી હતી કે તેમણે પોતાનું કોમ્પ્યુટર અને ફોન ફેંકી દેવાં જોઈએ. આનંદ મહિન્દ્રાએ કેપ્શનમાં લખ્યું, 'લાગે છે કે તમે મને એરિક સોલ્હેઇમને આ ટ્વીટ કર્યા હતા?

આનંદ મહિન્દ્રાની પત્ની પણ હતી પરેશાન
આનંદ મહિન્દ્રાએ જણાવ્યું હતું કે મારી પત્નીએ થોડા સમય પહેલાં જ મારા માટે પ્રિસ્ક્રાઇબ કર્યું હતું અને પરંતુ તેની પાસે મેડિકલની ડીગ્રી પણ નથી. નવા ટ્વીટથી સ્પષ્ટ થાય છે કે દરેક પત્નીની જેમ આનંદ મહિન્દ્રાની પત્ની પણ પોતાના પતિ પર ખૂબ ગુસ્સે હતી. તે પણ નહોતી ઇચ્છતી કે પતિ વધુપડતું કામ કરે અને બીમાર પડે.

આનંદ મહિન્દ્રાના આ ટ્વીટ પર ઘણા યુઝર્સે કમેન્ટ કરી હતી. એક યુઝરે ટ્વીટ કરીને લખ્યું છે કે "તે નિશ્ચિત છે કે તે ડોક્ટર દ્વારા લખવામાં આવ્યું નથી, કારણ કે ડોકટરના અક્ષર એટલા સારા નથી. આ સાથે જ એક ત્રીજા યુઝરે લખ્યું કે "હવે આ ટ્વીટ ભારતીય પત્નીઓ દ્વારા તેમના પતિને સંજોગપૂર્ણ પુરાવા તરીકે પૂરા પાડવાનો ટોણો હશે."