તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • An Oxygen Dependent Asthma Patient For The Last Three Years Delivers An Oxygen Cylinder Daily To A Corona Patient.

માણસાઈ:અસ્થમાને લીધે ત્રણ વર્ષથી ઉછીના ઓક્સિજન પર જીવતા આ કાશ્મીરી કોરોના પેશન્ટોને ઓક્સિજન સિલિન્ડર પહોંચાડે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાશ્મીરના રહેવાસી મંઝૂર અહમદને છેલ્લા ત્રણ વર્ષથી અસ્થમાની તકલીફ છે
  • મંઝૂર દર્દીઓ સુધી ઓક્સિજન ડિલિવર જ નથી કરતા પણ તેમને ઓક્સિજન સિલિન્ડર ભરીને પણ આપે છે

કોરોનાવાઈરસની બીજી લહેરમાં દર્દીઓમાં ઓક્સિજન ઘટી રહ્યો છે. દેશમાં ઠેર-ઠેર ઓક્સિજન, બેડ્સ, દવાઓ, પ્લાઝમા ડોનર અને એમ્બ્યુલન્સ સર્વિસની ઊણપ વર્તાઈ રહી છે. આ દરમિયાન ઘણા લોકો આગળ આવીને દર્દીઓ માટે ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી રહ્યા છે તો ઘણા લોકો હોસ્પિટલ સુધી ઓક્સિજન પહોંચાડી રહ્યા છે. આ દરમિયાન કાશ્મીરના બડગામ જીલ્લામાં રહેતા મંઝૂર અહમદે તમામ દેશવાસીઓનું દિલ જીત્યું છે. મંઝૂર અહમદ પોતે અસ્થમાના દર્દી છે. એટલું જ નહીં, છેલ્લાં ત્રણ વર્ષથી પોતે જ ઓક્સિજન સપોર્ટ પર જીવી રહ્યા છે. છતાં અત્યારે પોતાની નૈતિક ફરજ સમજીને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને ઓક્સિજન સપ્લાય કરે છે.

મિનિ ટ્રક લઈને મદદ કરવા જાય છે
મંઝૂર અહમદને છેલ્લાં ત્રણ વર્ષથી અસ્થમાની તકલીફ છે. તે પોતે ઓક્સિજનના સહારે જીવી રહ્યા છે. મંઝૂર પાસે એક નાનકડી મિનિ ટ્રક છે. જે પણ લોકોને ઓક્સિજનની જરૂર હોય તેમના સુધી ઓક્સિજન સિલિન્ડર પહોંચાડે છે.

‘ઓક્સિજનની કિંમત મને પૂછો’
ન્યૂઝ એજન્સી DNA સાથેની વાતચીતમાં મંઝૂરે કહ્યું કે, ‘કોઈ પણ જરૂરિયાતમંદનું જીવન બચાવવા તેના સુધી ઓક્સિજન પહોચાડું ત્યારે મને ઘણો સારો અનુભવ થાય છે. હું પોતે અસ્થમા પેશન્ટ છું. મને ખબર છે જીવવા માટે ઓક્સિજનની કિંમત કેટલી છે! હું આ મહામારીમાં મારાથી શક્ય એટલી મદદ કરીશ.’ મંઝૂર દર્દીઓ સુધી ઓક્સિજન ડિલિવર જ નથી કરતા, બલકે તેમને ઓક્સિજન સિલિન્ડર ભરીને પણ આપે છે.

મંઝૂરે કહ્યું, હું આ મહામારીમાં ઘરે બેસી રહી શકું તેમ નથી. મારી કમાણી પર મારા પરિવારનું ગુજરાન ચાલે છે. મારો મેડિકલ ખર્ચો દર મહીને 7000 રૂપિયા આવે છે. પરિવાર માટે મારે કમાવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...