પાકિસ્તાને સર ગંગારામ ઘરને મ્યૂઝિયમમાં બદલવાનો હુકમ કર્યો હતો. પંજાબ પ્રાંતનાં મુખ્યમંત્રી ચૌધરી પરવેઝ ઈલાહીએ આ અંગે જાહેરાત કરી છે. સર ગંગારામનું ઘર લાહોરમાં છે. તેઓને આધુનિક લાહોર શહેરનાં પિતા પણ કહેવામાં આવે છે. સિવિલ એન્જિનિયર તરીકે તેઓએ આ શહેરની રુપરેખા તૈયાર કરી હતી. સર ગંગારામને ભારત અને પાકિસ્તાન બંને જગ્યાએ માન-સન્માનની નજરે જોવામાં આવે છે. તેના નામ પર દિલ્હી અને લાહોર બંને જગ્યાએ હોસ્પિટલ ચાલી રહ્યા છે.
સર ગંગારામે મહિલાઓ અને ખાસ કરીને વિધવાઓ માટે કામ કરેલું છે.
પૌત્રી પાકિસ્તાન આવતાં જાહેરાત કરવામાં આવી
સર ગંગારામની પૌત્રી કેશા રામ પાકિસ્તાન આવી હતી. તે અમેરિકી નાગરિક છે અને સ્ટેટ સિનેટર બનનારી પહેલી અશ્વેત મહિલા હતી. પાકિસ્તાને તેમના સ્વાગતમાં ભારે રસ દાખવ્યો હતો. આ સમય દરમિયાન જ મુખ્યમંત્રીએ તેના ઘરને મ્યૂઝિયમ બનવવા અંગે જાહેરાત કરી છે. કેશારામે પોતાના ટ્વીટમાં ‘લાહોર ની દીકરી’ની જેમ તેનું સ્વાગત કરવા માટે પાકિસ્તાનનાં લોકોનો આભાર માન્યો હતો
લાહોર શહેરની રુપરેખા તૈયાર કરનાર એન્જિનીયર સર ગંગારામ છે
દિલ્હીની જેમ લાહોર પણ ઘણુ જૂનું શહેર છે પણ તેના આધુનિક સ્વરુપને બ્રિટિશકાળમાં સર ગંગારામે ડિઝાઈન કર્યું હતું. તેઓએ અહીંની મહત્વપૂર્ણ ઇમારતોનો શિલાન્યાસ કર્યો હતો. બ્રિટિશકાળમાં ઘણા મહત્વનાં પ્રોજેક્ટ પર કામ કર્યા બાદ તેમને ‘સર’ની ઉપાધિ આપવામાં આવી હતી.
લોકો કહે છે - ‘સામાન્ય માણસનો એન્જિનિયર’
સર ગંગારામે એન્જિનિયર તરીકે ફક્ત ભવ્ય ઈમારતો જ બનાવી નથી, તે હંમેશા સામાન્ય લોકોનાં હિત વિશે જ વિચારતાં રહે છે. તેઓએ મોંઘી ટ્રેનની ટિકિટોને ધ્યાનમાં રાખીને લાહોર-જડાવાલા લાઇન પર ‘ઘોડા-ટ્રેન’ ટ્રેક બનાવ્યો હતો. આ ટ્રેનને ઘોડાઓ ખેંચતા હતા. આ ટ્રેનથી આ વિસ્તારનાં ગામનાં લોકોને ઘણો ફાયદો થયો હતો. પાકિસ્તાનનાં ઘણા વિસ્તારોમાં આજે પણ આ ઘોડાગાડી જ લોકોની અવરજવરનું મુખ્ય માધ્યમ છે.
પટિયાલામાં કામ કરતી વખતે તેઓએ 50,000 એકર જમીન સરકાર પાસેથી ભાડાપટ્ટે લીધી હતી. મોટર પંપ અને નહેરોની મદદથી તેઓએ આ ઉજ્જડ વિસ્તારને ખેતીલાયક બનાવી દીધો. જેના કારણે અહીંનાં ખેડૂતોને ઘણો ફાયદો થયો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.