તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • An Employee Who Did Not Receive A Final Check From The Company Knocked On The Door Of The Labor Department, The Company Paid 90,000 Coins And Paid The Bill.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકા:કંપની પાસેથી ફાઈનલ ચેક ન મળતા કર્મચારીએ લેબર ડિપાર્ટમેન્ટના દરવાજા ખખડાવ્યા, તો કંપનીએ 90,000 સિક્કા આપી હિસાબ ચૂકતે કર્યો

2 મહિનો પહેલા
એન્ડ્રસ ફાઈનલ પેમેન્ટને બદલે આટલા બધા સિક્કા જોઈને ચોંકી ગયો હતો વધારે શૉક તેને એટલા માટે લાગ્યો કે આ સિક્કાઓ તેલથી તળબળતા હતા.
  • એન્ડ્રસે કંપની પાસેથી $915 લેવાના હતા
  • તેણે ઘણી વાર કંપનીને આજીજી કરી છેવડે તેણે લેબર ડિપાર્ટમેન્ટનો પણ સહારો લીધો
  • કંપનીએ તેને ચેકને બદલે સિક્કાઓનો ઢગલો આપી હિસાબ ચૂકતે કર્યો

જો તમે જોબ છોડવાના હોય તો તમારી એક અભિલાષા જરૂર હોય કે તમને ફાઈનલ પેમેન્ટનો મસમોટો ચેક મળે, પરંતુ જો આ ચેકને બદલે તમને કંપની ચિલ્લર પકડાવી દે તો! વાત જરાક નવાઈ પમાડે તેવી છે પરંતુ આવું અમેરિકાના જ્યાર્જિયાના એક વ્યક્તિ સાથે બન્યું છે. એન્ડ્રસ નામના આ વ્યક્તિને કંપનીએ $915 (આશરે 66,200 રૂપિયા) ફાઈનલ ચેકને બદલે 90,0000ના સિક્કા આપી દીધા છે.

કંપનીએ ફાઈનલ ચેકને બદલે 90,000 સિક્કા આપ્યા
કંપનીએ ફાઈનલ ચેકને બદલે 90,000 સિક્કા આપ્યા

એન્ડ્રસ ફાઈનલ પેમેન્ટમાં આટલા બધા સિક્કા જોઈને ચોંકી ગયો હતો વધારે શૉક તેને એટલા માટે લાગ્યો કે આ સિક્કાઓ તેલથી તળબળતા હતા.

એન્ડ્રસને મળેલા સિક્કાઓમાં ઓઈલ લાગેલું હતું
એન્ડ્રસને મળેલા સિક્કાઓમાં ઓઈલ લાગેલું હતું

એન્ડ્ર્સ પિચટ્રી સિટીમાં ઓટો કંપનીમાં કામ કરતો હતો. તેણે ગત નવેમ્બરમાં જોબ છોડી હતી. ફાઈનલ ચેક માટે તેણે ઘણી વખત કંપનીને આજીજી કરી હતી. છેવટે તેણે જ્યોર્જિયાના લેબર ડિપાર્ટમેન્ટના દરવાજા પણ ખખડાવ્યા હતા. ત્યારબાદ તેને ફાઈનલ ચેક મળ્યો તો ખરા પણ સિક્કાઓને રૂપમાં.

દરરોજ રાતે સિક્કાઓ સાફ કરવાનું કામ કરે છે

એન્ડ્રસ દરરોજ રાતે સિક્કાઓ પર લાગેલું ઓઈલ સાફ કરવાનું કામ કરે છે
એન્ડ્રસ દરરોજ રાતે સિક્કાઓ પર લાગેલું ઓઈલ સાફ કરવાનું કામ કરે છે

એન્ડ્રસ આ સિક્કાઓ પર લાગેલા ઓઈલ કે તેલ જેવા પદાર્થને દૂર કરવાનું કામ કરે છે. તે દરરોજ રાતે 1:30 કલાક સુધી આ કામ કરે છે તે દરમિયાન માત્ર સો એક જેવા સિક્કા તે સાફ કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો