તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • An Australian Company Offers 24 Cans Of Beer Instead Of Solar Power, The Company's Innovative Experiment To Meet The Target Of 100% Renewable Power

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોટ એન એક્સચેન્જ:ઓસ્ટ્રેલિયાની એક કંપની સોલાર પાવરને બદલે બિયરના 24 કેન આપે છે, 100% રિન્યુએબલ પાવરનો ટાર્ગેટ પૂરો કરવા કંપનીનો નવતર પ્રયોગ

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
CUB નામની કંપની ગ્રાહકોના ઘરે જઈને સોલાર પાવરના એક્સચેન્જમાં બિયરની ડિલિવરી કરે છે - Divya Bhaskar
CUB નામની કંપની ગ્રાહકોના ઘરે જઈને સોલાર પાવરના એક્સચેન્જમાં બિયરની ડિલિવરી કરે છે
  • બિયર બનાવતી CUB કંપની 100% રિન્યુએબલ પાવરનો ટાર્ગેટ પૂરો કરવા માગે છે
  • ટાર્ગેટ પૂરો કરવા માટે કંપની સોલાર પાવરના એક્સચેન્જને બદલે બિયર ઓફર કરી રહી છે

જો તમને સોલાર પાવરના એક્સચેન્જમાં ઢગલો બિયર મળે તો તમે કેટલો સોલાર પાવર એકઠો કરો? વાત નવાઈ પમાઈ પમાડે તેવી છે પરંતુ હાલ ઓસ્ટ્રેલિયાના લોકો સોલાર પાવરના એક્સચેન્જમાં બિયર મેળવી રહ્યા છે. જી હા ઓસ્ટ્રેલિયાના આશી ગ્રુપની CUB (કાર્લ્ટન એન્ડ યુનાઈટેડ બ્રેવરીઝ) કંપની વિક્ટોરિયા બિટર નામની બિયરની લ્હાણી કરી રહી છે. કંપનીનું કહેવું છે આ પ્રકારની ડીલ દુનિયામાં પ્રથમ વખત થઈ રહી છે.

100% રિન્યુએબલ પાવરનો ટાર્ગેટ પૂરો કરવા બિયરનું એક્સચેન્જ
બિયર બનાવતી આ કંપની રેસિડેન્શિયલ એરિયામાંથી સોલાર પાવરની ખરીદીના બદલામાં ગ્રાહકોને પૈસાને બદલે બિયર આપે છે. કારણ કે બિયર બનાવતી આ કંપનીનો ટાર્ગેટ છે કે તે 2025 સુધી 100% રિન્યુએબલ પાવરનો ઉપયોગ કરે. કંપનીએ તેના મૅલબોર્ન પ્લાન્ટમાં સોલાર પેનલ ગોઠવી છે. તેના માટે તે સોલાર પાવર એકઠી કરી રહી છે.

સોલાર ક્રેડિટનો ટાર્ગેટ પૂરો કરવા પર બિયરના 24 કેન મળશે
કંપનીએ તેના માટે સોલાર ક્રેડિટ નક્કી કર્યા છે. દરેક A$30 (આશરે 1665 રૂપિયા)ના સોલાર ક્રેડિટ પર ગ્રાહકોને બિયરના 24 કેન મળે છે. તેની માર્કેટમાં કિંમત A$50 (આશરે 2770 રૂપિયા) છે. કંપનીની ગાડી ગ્રાહકોને ઘરે આવી પાવર એક્સચેન્જની પ્રોસેસર પૂરી કરે છે. બિયરની પણ ગ્રાહકોને હોમ ડિલિવરી મળે છે. ઓસ્ટ્રેલિયાના લોકોમાં સોલાર પાવરનું ચલણ પ્રચલિત છે. ત્યાંનાં આશરે 20% ઘરોમાં સોલાર પેનલ લાગેલી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો