એક જ અઠવાડિયામાં 5 એસ્ટ્રોઈડ પૃથ્વીની નજીક આવશે:18 સપ્ટેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં પણ મોટો એસ્ટ્રોઈડ નજીકથી પસાર થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણા સૌરમંડળમાં અને પૃથ્વીની આસપાસ હજારોની સંખ્યામાં એસ્ટ્રોઈડ્સ (ઉલ્કાપિંડ) ફરી રહ્યા છે. તેમાં અમુક નાન પથ્થરોની સમાન છે તો અમુક ચંદ્રમા કરતાં પણ મોટા છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાની માનીએ તો 18 સપ્ટેમ્બરે વિશ્વની સૌથી લાંબી મૂર્તિ સ્ટેચ્યુ ઑફ યુનિટીથી પણ મોટો એસ્ટ્રોઈડ ધરતીની ખૂબ જ નજીકથી પસાર થવાનો છે.

એસ્ટ્રોઈડનું નામ 2005 RX3
પૃથ્વીની નજીક આવનાર એસ્ટ્રોઈડનું નામ 2005 RX3 છે. તે 62,820 કિમી પ્રતિ કલાકની સ્પીડથી આપણા ગ્રહની તરફ આગળ વધી રહ્યો છે. આ એસ્ટ્રોઈડ 18 સપ્ટેમ્બરના રોજ પૃથ્વીથી 47લાખ કિલોમીટર નજીક આવશે. કોસ્મિક સ્કેલ પર જોઈએ તો આ અંતર વધારે મોટું નથી. સ્પેસ એજન્સી મુજબ આ એસ્ટ્રોઈડ 2005માં એટલે કે 17 વર્ષ પહેલા પૃથ્વીની સાવ નજીકથી પસાર થયું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં નાસાની જેટ પ્રોપલ્ઝન લેબોરેટરી તેના પર પોતાની નજર રાખીને બેઠા છે. અનુમાન એવું છે કે, હવે પછી માર્ચ 2036માં ધરતીની પાસેથી પસાર થશે.

આ અઠવાડિયે 5 એસ્ટ્રોઈડ્સ આપણી નજીક આવશે
નાસાએ 10 સપ્ટેમ્બરે ચેતવણી જારી કરીને કહ્યું હતું કે, 11 થી 18 સપ્ટેમ્બરની વચ્ચે 5 એસ્ટ્રોઈડ પૃથ્વીની નજીક આવશે. આમાંથી એક 2005 RX3 છે. ચાલો બીજા ચાર એસ્ટરોઇડ વિશે પણ જાણીએ...
2022 QF: તે ઓગસ્ટ 2022 માં શોધાયું હતું. તે 140 ફૂટ પહોળો એસ્ટ્રોઈડ છે, જે 11 સપ્ટેમ્બરે પૃથ્વીની સૌથી નજીક હતો. તે 30,384 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આપણા ગ્રહના 73 લાખ કિલોમીટર નજીક આવ્યો હતો.
2008 RW: વર્ષ 2008માં આ એસ્ટ્રોઈડની શોધ થઈ હતી. તેનું કદ 310 ફૂટ છે. તે 238 ફૂટ ઊંચા કુતુબમિનાર કરતાં પણ મોટું છે. તે 12 સપ્ટેમ્બરે 36,756 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની નજીક 67 લાખ કિલોમીટર દૂર આવ્યું હતું.

2022 QD1: 242 ફૂટ મોટા આ એસ્ટ્રોઈડની શોધ ઓગસ્ટ 2022માં થઈ હતી. તે એક જ સમયે આખા શહેરને બરબાદ કરી શકે તેટલી ક્ષમતા ધરાવે છે. નાસા અનુસાર, તે 16 સપ્ટેમ્બરે 34,200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની 7.4 મિલિયન કિલોમીટરની નજીક આવશે.
2022 QB37: આ એસ્ટરોઇડ પણ 18 સપ્ટેમ્બરે 2005 RX3 સાથે આપણા ગ્રહની નજીકથી પસાર થશે. તેની ઝડપ 33,192 કિલોમીટર પ્રતિ કલાક હશે અને 183 ફૂટનો આ એસ્ટ્રોઈડ 65 લાખ કિલોમીટર નજીક આવશે.