તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • An Angry Man, Who Was Fired From His Job, Rammed A Car Into The Store, Causing An Uproar.

વિચિત્ર કિસ્સો:નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતા ગુસ્સે ભરાયેલી વ્યક્તિએ સ્ટોરની અંદર ગાડી ઘૂસાડીને તરખાટ મચાવી દીધો, જાણો શું છે સમગ્ર ઘટના

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
32 વર્ષીય આરોપી જેન્ટ્રીએ ગુસ્સામાં ગેટ તોડીને પોતાની કાર સીધી સ્ટોરમાં ઘૂસાડી દીધી - Divya Bhaskar
32 વર્ષીય આરોપી જેન્ટ્રીએ ગુસ્સામાં ગેટ તોડીને પોતાની કાર સીધી સ્ટોરમાં ઘૂસાડી દીધી
  • 2 વર્ષના આરોપીએ ગુસ્સામાં ગેટ તોડીનેપોતાની કાર સીધી સ્ટોરમાં ઘૂસાડી દીધી અને બધું તહેસનહેસ કરવા લાગ્યો
  • પોલીસ ઘટના સ્થળે પહોંચીને તેની ધરપકડ કરી

જ્યારે કોઈને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે તો તેને ગુસ્સો આવે તે સ્વાભાવિક છે. આવી સ્થિતિમાં તે પોતાના બોસ અને કંપની વિશે ખરાબ જ બોલે છે. પરંતુ કેટલાક લોકોનો ગુસ્સો એટલો ખરાબ હોય છે કે તેઓને નોકરીમાંથી ફાયર કરવામાં આવે તો તેઓ અપમાન સહન નથી કરી શકતા અને કંપની અથવા પોતાના બોસની સાથે બદલો લેવાનો પ્રયાસ કરે છે. અમેરિકામાં આવી જ એક ઘટના સામે આવી છે, જ્યાં એક વ્યક્તિને વોલમાર્ટે નોકરીમાંથી બરતરફ કરવામાં આવતા તેને ગુસ્સામાં આવીને સ્ટોરની અંદર ગાડી ઘૂસાડી દીધી અને તોડફોડ શરૂ કરી દીધી.

શું છે સમગ્ર ઘટના
આ ઘટના ઉત્તર કેરોલિનાના કોનકોર્ડમાં આવેલા એક વોલમાર્ટ સ્ટોરની છે. જ્યાં 32 વર્ષના આરોપી જેન્ટ્રીએ ગુસ્સામાં ગેટ તોડીને પોતાની કાર સીધી સ્ટોરમાં ઘૂસાડી દીધી અને બધુ તહેસનહેસ કરવા લાગ્યો. નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા બાદ જેન્ટ્રી ગુસ્સામાં હતો અને તે બદલો લેવા માગતો હતો.

પોલીસે ધરપકડ કરી લીધી
રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા બાદ જેન્ટ્રી બીજા દિવસે સવારે પોતાની કારને સ્ટોર પર લઈ ગયો અને તેનો ગેટ તોડીને સીધો અંદર ઘૂસી ગયો અને તોડફોડ કરવા લાગ્યો. પોલીસ ઘટના સ્થળે પહોંચીને તેની ધરપકડ કરી. કોનકોર્ડ પોલીસ ડિપાર્ટમેન્ટે સોશિયલ મીડિયા પર તેની જાણકારી આપતા તસવીર પણ શેર કરી.

આ આરોપ લગાવવામાં આવ્યો
પોલીસે પ્રેસ રિલીઝમાં જણાવ્યા પ્રમાણે, જ્યારે દુકાનમાં પોલીસની ટીમ પહોંચી ત્યારે જેન્ટ્રી તે સમયે કાર ચલાવી રહ્યો હતો અને વસ્તુઓને કચેડી રહ્યો હતો. મળતી જાણકારી પ્રમાણે, આ ઘટનામાં કોઈને ઈજા નથી પહોંચી. પરંતુ બધો માલ સામાન કચેડી નાખવામાં આવ્યો છે. આ વ્યક્તિ પર એક સરકારી અધિકારી પર ઘાતક હથિયારની સાથે હુમલો કરવાનો, ગુંડાગર્દી, તોડફોડ અને સંપત્તિને નુકસાન પહોંચાડવા જેવા ગંભીર આરોપો છે.

સ્ટોરનો મેઈન ગેટ
સ્ટોરનો મેઈન ગેટ