• Gujarati News
  • Lifestyle
  • An Alien like Sea Creature Was Spotted In Australia, And Even Scientists Were Scratching Their Heads.

વિચિત્ર જીવ:ઓસ્ટ્રેલિયામાં એલિયન જેવો દેખાતો સમુદ્રી જીવ જોવા મળ્યો, વૈજ્ઞાનિકો પણ જોઈને માથું ખંજવાળતા રહી ગયા

2 મહિનો પહેલા
  • બ્રશટેલ પોસમ એક એવું પ્રાણી છે જે મોટાભાગે ઓસ્ટ્રેલિયાના પૂર્વીય દરિયા કિનારાના વિસ્તારોમાં જોવા મળે છે
  • ઓસ્ટ્રેલિયામાં પહેલા પણ વિચિત્ર જીવો જોવા મળ્યા છે

ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે એક એલિયન જેવો જીવ જોવા મળ્યો છે. મોટા પંજા, ખોપરી, અને મોટી પૂંછડીવાળો આ જીવ દેખાવમાં એકદમ એલિયન જેવો દેખાઈ રહ્યો છે. આ રહસ્મય જીવને જોઈને શરૂઆતમાં વૈજ્ઞાનિકો પણ માથું ખંજવાળી રહ્યા હતા. જો કે, હવે વૈજ્ઞાનિકોએ આ જીવનું નામ બ્રશટેલ પોસમ જણાવી રહ્યા છે.

લોકો સવારે વોક માટે નીકળ્યા તો સ્તબ્ધ થઈ ગયા

ઓસ્ટ્રેલિયાના કોટન ટ્રી બીચ પર જોવા મળેલ આ જીવ સમુદ્રની લહેરોની સાથે વહીને કિનારા પર આવી ગયું હતું. અહીં રહેતા એલેક્સ ટેન જ્યારે સવારે વોક કરવા માટે નીકળ્યા તો તેમણે બીચ પર આ જીવ જોયો.

એલેક્સે પોતાના સોશિયલ મીડિયા પેજ પર આ જીવનો એક વીડિયો શેર કર્યો અને અનુમાન લગાવ્યું છે કે તે શું હોઈ શકે છે. તેનો આ વીડિયો દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકોનું એ માનવું હતું કે તે એક કાંગારુ અથવા વાલબાય જેવું પ્રાણી પણ હોઈ શકે છે.

તેણે વીડિયોમાં કહ્યું કે જ્યારે મેં તેને પહેલીવાર જોયું તો મને તે વિચિત્ર લાગ્યું. એલેક્સે તેની કેટલીક તસવીરો પણ કેમેરામાં કેદ કરી છે. ફોટામાં, માખીઓ પ્રાણીની ચારેય તરફ ફરતી જોવા મળી રહી છે.

ઓસ્ટ્રેલિયામાં પહેલા પણ વિચિત્ર જીવો જોવા મળ્યા છે
આ પહેલી વખત નથી કે જ્યારે કોઈ આવું વિચિત્ર જીવ આ રીતે ઓસ્ટ્રેલિયાના બીચ પર મળ્યું હોય. ગયા મહિને સિડનીના નોર્થ બીચ પર પણ એક રહસ્યમય જીવ જોવા મળ્યો હતો. તેની ઓળખ એનિમોન નામના ભટકતા દરિયાઈ પ્રાણી તરીકે થઈ હતી. તેને તરતો એનિમોન અથવા 'બ્રેન એનિમોન'ના નામથી પણ ઓળખવામાં આવે છે.

આવી જ એક ઘટના જુલાઈ 2020માં જોવા મળી હતી. ત્યારે પણ ક્વીન્સલેન્ડના એક બીચ પર એલિયન જેવો જીવ જોવા મળ્યો હતો. ગુલાબી ડોટ્સ દેખાતા આ જીવને ડેમિયન સઈદે કેમેરામાં કેદ કર્યો હતો.

બ્રશટેલ પોસમ મોટાભાગે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે.
બ્રશટેલ પોસમ મોટાભાગે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે.

શું હોય છે બ્રશટેલ પોસમ
બ્રશટેલ પોસમ એક એવું પ્રાણી છે જે મોટાભાગે ઓસ્ટ્રેલિયાના પૂર્વીય દરિયા કિનારાના વિસ્તારોમાં જોવા મળે છે. આ પ્રાણી ફૂલ, પાંદડા અને ફળો ખાય છે. પોસમ ન્યૂઝિલેન્ડમાં પણ જોવા મળે છે.