સપનાં કર્યાં સાકાર:ગુજરાતના વૃદ્ધે 85 વર્ષની ઉંમરના પડાવે પોતાની પહેલી કાર ખરીદી અને ફેક્ટરી શરૂ કરી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે, ઉંમર એ ફક્ત એક ન્યુમેરિકલ આંકડો છે અને તે તમારાં સપનાને પૂરાં કરવામાં ક્યારેય પણ અડચણ બની શક્તું નથી. ગુજરાતનાં એક વૃદ્ધ વ્યક્તિએ આ કહેવતને સાચી સાબિત કરી બતાવી છે. ‘નાનાજી’ તરીકે જાણીતાં રાધા ક્રિષ્ન ચૌધરીએ 85 વર્ષની ઉંમરે ‘Avimee Herbal’ નામની આયુર્વેદિક કંપની શરૂ કરી હતી અને સાથે જ તેમણે પોતાની પહેલી નવી કાર પણ ખરીદી.

સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા વીડિયોમાં રાધા ક્રિષ્ન ચૌધરી ઉર્ફે ‘નાનાજી’ તેની નવી કાર સાથે દેખાય છે. પાંચ દિવસ પહેલાં પોસ્ટ કરાયેલાં આ વીડિયોને અત્યાર સુધીમાં 15.4 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ કેપ્શનમાં, તેણે તેની આ સંઘર્ષપૂર્ણ યાત્રા વિશે વધુ માહિતી પણ શેર કરી છે.

‘અમે Avimee Herbalની સ્થાપના કરી અને 6 મહિનાથી પણ ઓછા સમયમાં વિશ્વભરના લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું. તો આ રાતોરાત સફળતા મેળવવામાં શું-શું લાગ્યું?’ કૅપ્શનના એક ભાગમાં લખ્યું.

1. વિઝન અને મિશન
આયુર્વેદના ઉપયોગ દ્વારા લોકોને તેમના વાળ ફરીથી ઉગાડવામાં મદદ કરવા માટે અમારી પાસે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત મિશન હતું.

2. વિશ્વાસ
જ્યારે લોકો જાહેરમાં અમને 'સ્કેમ' તરીકે ઓળખાવતા હતા, ત્યારે એવું શું હતું જેણે આ યાત્રામાં આગળ રહેવા માટે અમને પ્રેરિત રાખ્યાં? અમે જાણતાં હતાં, કે અમે જે કરી રહ્યા છીએ તે યોગ્ય છે અને તે જુસ્સો અને વિશ્વાસ જ અમને આગળ વધવાની પ્રેરણાં આપતું રહ્યું.

3. હાર્ડ વર્ક
હાર્ડ વર્ક માટેનો કોઈ જ અવેજી વિકલ્પ નથી. આ રાતોરાત સફળતા મેળવવામાં અમને 25 વર્ષ જેટલો સમય લાગ્યો.

4. ટીમવર્ક
ટીમવર્કની શક્તિને ઓછી આંકશો નહીં. શરૂઆતના દિવસોમાં મારો પરિવાર મને મદદ કરવા માટે એકસાથે આવ્યો. તેમનાં વિના આ શક્ય બન્યું ન હોત.

આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા બાદ તેને 1.2 મિલિયનથી વધુ લાઈક્સ અને ભરપૂર કોમેન્ટસ પણ મળી છે. એક Instagram યુઝરે કોમેન્ટ કરી, ‘વાહ! અભિનંદન સર. તમે ઘણાં લોકોને પ્રેરણા આપી રહ્યા છો.’ બીજાએ લખ્યું, ‘નાનાજી તમારાં પ્રત્યે અપાર આદર, તમે ખૂબ જ અદ્ભુત છો.’ અન્ય વ્યક્તિ શેર કર્યું, ‘કોઈ વ્યક્તિ જીવે ત્યાં સુધી તેમનાં જીવનને બદલવાની ક્ષમતા ધરાવે છે અને તમે તે સાબિત કરી બતાવ્યું!’