હાલ એક 18 મહિનાની ઢીંગલીની તસવીર સોશીયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે, બ્રિટનની આ લાડલીની તુલના બોરિસ જોનસન અને અલ્બર્ટ આઈન્સ્ટાઈન સાથે કરવામાં આવી રહી છે. આ બાળકી બીજા કોઈ કારણે નહીં પરંતુ તેના વાળને કારણે ચર્ચામાં આવી છે. લગભગ દોઢ વર્ષની લાઈલા ડેવિસના વાળ ઘાટા અને સફેદ છે પરંતુ તેમાં કાંસકાથી કોઈ હેરસ્ટાઇલ થઇ શકતી નથી. લાઈલાને જન્મથી જ અનકૉમ્બેબલ હેર સિંડ્રોમ નામની બીમારી છે.
આ પ્રકારની બીમારી દુનિયામાં 100 લોકો પૈકી 1ને જ છે, જેનાથી વાળ વધે છે ને ખોપડીમાં અનિયંત્રિત રીતે ગ્રોથ પણ થાય છે અને હંમેશા આ વાળ ઉભા જ હોય છે. લાઈલા ડેવિસ તેમના પરિવરજનો સાથે ગ્રેટ બ્લેકનહમમાં રહે છે ને, લાઈલાના પિતાનું નામ કેવિન ને માતાનું નામ ચારલોટ્ટીએ હાલમાં જ દીકરીનો ઈલાજ કરાવ્યો છે.
આવો જાણીએ આ બીમારી વિશે
અનકૉમ્બેબલ હેર સિંડ્રોમ નામની બીમારીની ઓળખ સૌથી પહેલાં 1973માં થઇ હતી. અમેરિકા જેનેટિક એન્ડ રેર ડિસીઝ ઇન્ફર્મેશન સેન્ટર(GARD) અનુસાર, આ એક દુર્લભ બીમારી છે. આ બીમારીમાં વધતા વાળ સાથે સંબંધિત છે. સામાન્ય રીતે આ પ્રકારના વાળને સ્ટ્રો કલરના વાળ અથવા સિલ્વરી-બ્લોન્ડ કહેવામાં આવે છે. વાળમાં જો એક વાર કાંસકો રહી જાય તો તેને કાઢવો ખૂબ જ મુશ્કેલ છે. આ પ્રકારના સિન્ડ્રોમનું કારણ આનુવંશિક પરિવર્તન છે જે PADI3, TGM3 અને TCHH જીનમાં ફેરફારને કારણે થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બીમારીનો હજુ સુધી કોઈ ઈલાજ નથી. જે બાળક આ બીમારીથી પીડિત હોય છે તે બાળકના માથા પર સ્ટ્રોબેરી રંગના ધબ્બા જોવા મળે છે. જે બાદ વાળ સીધા બહાર તરફ વધવા લાગે છે અને હંમેશા વાળ ઉભા જ રહે છે.
તો 5 વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયાના મેલ્બર્નમાં પણ આ બીમારીથી પીડિત બાળકી ચર્ચામાં આવી હતી. શીલાહ યીન નામની આ બાળકીના વાળ સફેદ અને ઘાટા હતા અને વાળમાં એટલું ગૂંચ રહેતી હતી કે, માતા-પિતાને કલાકો સુધી મહેનત કરવી પડતી હતી. તે સમયે બાળકીની ઉંમર 5 વર્ષની હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.