• Gujarati News
  • Lifestyle
  • An 11 year old Girl Made Blankets Out Of A Packet Of Chips To Keep The Poor Warm In The Cold, So Far She Has Made 80 Blankets.

બ્રિટન:ઠંડીમાં ગરીબ લોકોને હૂંફ આપવા માટે 11 વર્ષની છોકરીએ ચિપ્સના પેકેટમાંથી ધાબળા બનાવ્યા, અત્યાર સુધી 80 ધાબળા બનાવી ચૂકી છે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
એલિસાના અનુસાર, એક ધાબળો બનાવવા માટે 44 પેકેટની જરૂર પડે છે. તેના માટે તે શહેરમાંથી પેકેટ એકઠાં કરે છે. તેના પછી તમામ પેકેટને ઈસ્ત્રી કરી, ધાબળા બનાવે છે. - Divya Bhaskar
એલિસાના અનુસાર, એક ધાબળો બનાવવા માટે 44 પેકેટની જરૂર પડે છે. તેના માટે તે શહેરમાંથી પેકેટ એકઠાં કરે છે. તેના પછી તમામ પેકેટને ઈસ્ત્રી કરી, ધાબળા બનાવે છે.
  • એલિસાના અનુસાર, એક ધાબળો બનાવવા માટે 44 પેકેટની જરૂર પડે છે
  • એલિસાને એક ધાબળો બનાવવામાં 45 મિનિટનો સમય લાગે છે. આ કામમાં તેની 51 વર્ષની માતા ડાર્લિન પણ મદદ કરે છે
  • ધાબળાનું પાર્સલ તૈયાર કરવા માટે એલિસા પોકેટ મનીનો ઉપયોગ કરે છે

કકડતી ઠંડીમાં ઘરની બહાર જવાની પણ ઈચ્છા નથી થતી. ત્યારે બેઘર લોકો ગરમ કપડાં અને ધાબળા વગર જ જીવવા માટે મજબૂર છે. જો કે આવા લોકોની મદદ કરવા માટે ઘણી સમાજસેવી સંસ્થા હોય છે. તેમ છતાં ઘણા બેઘર લોકો સુધી મદદ નથી પહોંચી શકતી. ત્યારે આવા બેઘર લોકોની મદદ માટે 11 વર્ષની સ્કૂલ ગર્લ, એલિસા ડીન મદદ કરી રહી છે. તે બેઘર લોકો માટે ખાસ પ્રકારના ધાબળા બનાવે છે. તેના માટે ચિપ્સ, ક્રિસ્પ વગેરે પેકેટનો ઉપયોગ કરે છે.

ઠંડીમાં બેઘર લોકોને જોઈને વિચાર આવ્યો
બ્રિટનમાં નોર્થ વેલ્સ પ્રેસ્ટાટિનમાં રહેતી એલિસાને આ ધાબળા બનાવવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે તેને ઠંડીમાં બેઘર લોકોને જોયા. આ કારણે એલિસાને બેઘર લોકોને સુરક્ષિત રાખવા માટે પ્રેરિત કરી. તેના પછી 11 વર્ષની એલિસાએ ગરમ ધાબળા બનાવવાનું શરૂ કર્યું. તેના માટે ચિપ્સ, ક્રિસ્પ વગેરે પેકેટ્સ એકઠાં કરવાનું શરૂ કરી દીધું.

એક ધાબળામાં 44 પેકેટની જરૂર પડે છે
એલિસાના અનુસાર, એક ધાબળો બનાવવા માટે 44 પેકેટની જરૂર પડે છે. તેના માટે તે શહેરમાંથી પેકેટ એકઠાં કરે છે. તેના પછી તમામ પેકેટને ઈસ્ત્રી કરી, ધાબળા બનાવે છે. ધાબળાને ગરમ રાખવા માટે અન્ય વસ્તુઓનો પણ ઉપયોગ કરે છે. એલિસાને એક ધાબળો બનાવવામાં 45 મિનિટનો સમય લાગે છે. આ કામમાં તેની 51 વર્ષની માતા ડાર્લિન પણ મદદ કરે છે. ડાર્લિન જણાવે છે કે એલિસા પર્યાવરણ પ્રત્યે જાગૃત છે અને આ કામ તેના માટે એકદમ યોગ્ય છે.

અત્યાર સુધી 80 ધાબળા બનાવી ચૂકી છે
એલિસા બેઘર લોકોને આપવા માટે ધાબળાનું એક પાર્સલ તૈયાર કરે છે. દરેક પાર્સલમાં ટોપી, હાથ-પગના મોજા અને ચોકલેટ પણ રાખે છે. તેને અત્યાર સુધી આવા 80થી વધુ ધાબળા બનાવ્યા છે. એલિસા એક તરફ જ્યારે જાતે પેકેટ ભેગા કરે છે ત્યારે બીજી તરફ તેના માટે એક બોક્સ પણ રાખેલું છે જેમાં લોકો સ્વેચ્છાથી પેકેટ રાખે છે.

પોતાની પોકેટ મનીનો ઉપયોગ કરે છે
ધાબળાનું પાર્સલ તૈયાર કરવા માટે એલિસા પોકેટ મનીનો ઉપયોગ કરે છે પરંતુ આ સારા કામને જોતા હવે લોકો આર્થિક રીતે પણ મદદ કરી રહ્યા છે. એલિસા મિસ નોર્થ વેલ્સ પ્રી-ટીનથી સન્માનિત થઈ ચૂકી છે. ધાબળાના પાર્સલોને ડેનબીશાયર, કોનલી અને ફ્લિન્ટશાયરમાં બેઘર લોકોને આપવામાં આવશે.