ગિનિસ વર્લ્ડ રેકોર્ડ રેકોર્ડ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ટેલેન્ટેડ લોકોની ઝલક આખી દુનિયાને કરાવે છે. હાલમાં જાહેર કરેલા વીડિયોએ દર્શકોના દિલ જીતી લીધા છે. વીડિયોમાં એક મહિલા પ્રોસ્થેટિક લેગની સાથે ટ્રેડમિલ પર ઝડપથી દોડતી દેખાઈ રહી છે. અત્યાર સુધી એમીની 25 સર્જરી થઈ ગઈ છે. આ રેકોર્ડ તેના સાહસ અને ધૈર્ય માટે છે. એમીએ અનેક મેરેથોનમાં પણ ભાગ લીધો છે. વીડિયો શેર કરતાની સાથે લાખો લોકોએ જોયો હતો.
તકલીફોથી ભાગવા માટે રનિંગ કરતી હતી
એમીએ ટ્રેડમિલ પર 160 કિમીનું રનિંગ 21 કલાક 43 મિનિટ અને 29 સેકન્ડમાં પૂરું કર્યું. એમીએ એક પગ ગુમાવ્યા પછી તેના માટે આઘાતમાંથી બહાર આવવું સહેલું નહોતું. તે પોતાના પ્રોબ્લેમથી ભાગવા માટે રનિંગનો સહારો લેતી હતી. પ્રોસ્થેટિક લેગ મેળવ્યાને ગણતરીના મહિના પછી એમીએ બોસ્ટન મેરેથોનમાં ભાગ લીધો હતો.
કાર અકસ્માતે લાઈફ બદલી
એમીએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડને જણાવ્યું, જ્યારે હું નાની હતી ત્યારે મારી પાસે ઘણા બધા ઓપ્શન હતાં. હું ફાયરફાઈટર, પોલીસ ઓફિસર, ઓલિમ્પિયન, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર કે પછી મિલિટરીમાં જઈ શકતી હતી. કાર અકસ્માત થયો તે દિવસથી બધું બદલાય ગયું. મારા બધા સપનાં પર પાણી ફરી વળ્યું. પણ મારી પાસે શરીરનો સૌથી સ્ટ્રોંગ પાર્ટ હતો, મારું માઈન્ડ. સ્ટ્રોંગ માઈન્ડને લીધે આજે હું ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવી શકી.
સોશિયલ મીડિયા પર યુઝર્સે એમીની હિંમતના ખૂબ વખાણ કર્યા. એક યુઝરે લખ્યું, દિલ જીતનારી સ્ટોરી. અન્ય યુઝરે લખ્યું, ઉંમર તો માત્ર એક આંકડો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.