• Gujarati News
  • Lifestyle
  • Amidst The Noise Of Roaring Russian Cannons, The Screams Echoed In The Basements Of The Hospitals.

રશિયા-યુક્રેન વૉર:બોમ્બારી વચ્ચે યુક્રેનના બેઝમેન્ટમાં કિલકારીઓ ગુંજી રહી છે, જુઓ રડાવી દેતી તસવીરો

5 મહિનો પહેલા

યુદ્ધ થોડા દિવસ માટે હોય છે પરંતુ તેની અસર આખી જીંદગી રહે છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની તસવીરો એ વાસ્તવિકતા કહી રહી છે જેને ક્યારેય ભૂલી કે બદલી નહીં શકાય. રશિયાના સેનાની તોપ સતત બોમ્બ વરસાવી રહી છે. ચારેય તરફ તબાહીના દૃશ્યો જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ભયની વચ્ચે યુક્રેનમાં હોસ્પિટલોની બેઝમેન્ટમાં કિલકારીઓ ગુંજી રહી છે.

હકીકતમાં, યુક્રેનના મારિયોપુલ શહેરમાં મેટરનિટી હોસ્પિટલના બેઝમેન્ટને બોમ્બ શેલ્ટર અને અસ્થાયી પ્રસુતિ વોર્ડમાં ફેરવી દેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં એક દૃશ્ય ખાર્કિવમાં પણ જોવા મળ્યું, જ્યાં એક પ્રસુતિ વોર્ડને બોમ્બ શેલ્ટર બનાવવામાં આવ્યું. અહીં જુઓ, યુક્રેનમાં સંઘર્ષ અને ધમાકાની વચ્ચે ઘણા પરિવારમાં જન્મ લઈ રહેવી નવી આશાની તસવીરો...

રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે હોસ્પિટલોના બેઝમેન્ટમાં બનેલા બોમ્બ શેલ્ટરમાં નાનાકડા યુક્રેની જન્મ લઈ રહ્યા છે. કિવમાં હવાઈ હુમલાથી બચવા માટે પ્રેગ્નન્ટ મહિલાઓએ બેઝમેન્ટમાં બનેલા મેટરનિટી સેન્ટરમાં આશરો લીધો છે.

રશિયાના હુમલાથી બચવા માટે હોસ્પિટલોના બેઝમેન્ટને બોમ્બ શેલ્ટર અને અસ્થાયી પ્રસુતિ વોર્ડમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. તસવીરમાં એક નવજાત બાળક પોતાની માતાની બાજુમાં હવાઈ હુમાલના સાયરનનો અવાજ સાંભળીને રડતું જોવા મળી રહ્યું છે.

તાજેતરમાં યુક્રેની રાષ્ટ્રપતિની પત્ની ઓલેના ઝેલેન્સ્કીએ એક નવજાતની તસવીર શેર કરી હતી, જેમાં શિશુનો બંકરમાં જ જન્મ થયો. ફોટોમાં એક મહિલા નવજાતને પકડીને બેઠેલી જોવા મળી રહી છે.

રશિયાના આક્રમણથી બચવા માટે લોકો છુપાવવા માટે સુરક્ષિત જગ્યા શોધી રહ્યા છે. કિવમાં હવાઈ હુમલાના સાયરનનો અવાજ સંભળાતા એક પ્રેગ્નન્ટ મહિલાએ મેટરનિટી સેન્ટરનો આશરો લીધો.

કિવમાં રશિયા સેનાના હુમલાથી બચવા માટે મહિલાઓ અને બાળકોને સુરક્ષિત જગ્યાએ મોકલવામાં આવ્યા છે. તસવીરમાં કિવના મેટરનિટી સેન્ટરમાં એક પતિ પોતાની ગર્ભવતી પત્નીની મદદ કરતો જોવા મળી રહ્યો છે.

બેઝમેન્ટમાં બનેલા અસ્થાયી પ્રસુતિ વોર્ડમાં માતાઓએ નવજાત બાળકોની સુરક્ષા માટે બારીઓ પર ગાદલાની વચ્ચે પારણામાં સૂવડાવ્યા છે. પ્રેગ્નન્ટ મહિલાઓ નવા મહેમાનના આવવાની રાહ જોતી જોવા મળી રહી છે.

ગયા ગુરુવારથી, ચેર્નિહિવ શહેરના પ્રસુતિ વોર્ડમાં 46 બાળકોનો જન્મ થયો છે. બેઝમેન્ટમાં બનેલા પ્રસવ કેન્દ્રમાં રશિયાની મિસાઈલનો અવાજ સાંભળીને લોકો ગભરાયેલા જોવા મળી રહ્યા છે.

સમગ્ર વિશ્વ નાના યુક્રેનિયનોના માતાપિતાને જીંદગી અને આશા રાખવા માટે કહી રહ્યું છે. બેઝમેન્ટમાં એક પતિ પોતાની પ્રેગ્નન્ટ પત્નીને ઊભી કરવામાં મદદ કરતો જોવા મળી રહ્યો છે.