તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમેરિકામાં ઓબામા દંપતીની જેમ તૈયાર થયેલા બે બાળકોનાં ફોટોશૂટે બધાનું ધ્યાન ખેંચ્યું છે. બરાક અને મિશેલ ઓબામાએ 20 જાન્યુઆરીએ નવા રાષ્ટ્રપતિના શપથગ્રહણ દરમિયાન આ કપડા પહેર્યા હતા. મિશેલ ઓબામાએ પોતાના અકાઉન્ટમાંથી આ ફોટોઝ શેર કર્યા. 50 લાખ વધારે લોકો જોઈ ચૂક્યા છે. અમેરિકામાં સાઉથ કેરોલિનાઅમ રહેતા રેલીહ અને ઝાઈડેને આની પહેલાં કમલા હેરિસન અને પ્રિન્સ ચાર્લ્સ જેમ તૈયાર થઈને પણ ફોટોશૂટ કરાવ્યું છે. જો કે તે સમયે તેમની વધારે ચર્ચા થઈ નહોતી.
Ryleigh & Zayden, you nailed it! 😍💕
— Michelle Obama (@MichelleObama) February 1, 2021
📷: its_allry on IG pic.twitter.com/82jMswh3Lk
રેલીહની આન્ટી જોઈ હેમ્પ્ટને બંનેનું ફોટોશૂટ કર્યું. રેલીહની દાદી શેલા હેમ્પ્ટને કહ્યું કે, મિશેલ ઓબામા ઘણા દિવસથી જાહેરમાં આવ્યા નહોતા કે તેમની ચર્ચા પણ થઈ નહોતી. શપથગ્રહણ વખતે તેમનો લુક જોયો તો મને આઈડિયા આવ્યો, રેલીહે મિશેલનો મોનોક્રોમ લુક કોપી કર્યો અને ઝાઈડેને યુનાઈટેડ સ્ટેટ પિન સાથે નેવી કોટ અને બ્લૂ ટાઈ પહેરી.
ઝાઈડેન શેલાની ફ્રેન્ડનો દીકરો છે. શેલાએ કહ્યું મિશેલે પહેર્યો હતો તેવો જ બેલ્ટ ખરીદવામાં ઘણી તકલીફ પડી હતી. રેલીહ ચાલતા શીખી ત્યારથી મોડલિંગ કરે છે. દર રવિવારે ચર્ચમાંથી આવ્યા ઓછી ફોટોશૂટ કરાવે છે. દર વખતે તેની સ્ટાઈલ દરેક લોકોનું દિલ જીતી લે છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.