તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Americans, Who Are Taking A Bath In The Coronary One Day A Week, 17% Of The People In Britain Are Doing This, Saying Now The Same Routine Will Continue

ભાસ્કર ખાસ:કોરોનાકાળમાં અઠવાડિયામાં 1 જ દિવસ સ્નાન કરી રહ્યા છે અમેરિકન્સ, બ્રિટનમાં પણ 17% લોકોએ આ નવો ટ્રેન્ડ અપનાવ્યો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવાં ટ્રેન્ડના સમર્થનમાં લોકોનો તર્ક: દરરોજ સાબુ વડે નાહવાથી પ્રદૂષણ થાય છે અને પાણી વેડફાય છે
  • 8 મિનિટ શૉવર લેવાથી 64 લિટર પાણી ખર્ચાય છે: વૉટર ફંડ

અમેરિકાના માર્થા વાઈનયાર્ડમાં રહેનારી રોબિન હાર્પરે મહામારી દરમિયાન અઠવાડિયાંમાં માત્ર 1 વખત જ નાહવાનું શરૂ કર્યું છે. 43 વર્ષની હાર્પર એક પ્રી સ્કૂલમાં એડમિનિસ્ટ્રેટિવ અસિસ્ટન્ટ છે. તે જણાવે છે કે કોરોનાને લીધે આપણે ઘરોમાં કેદ થયા છીએ. તેથી આ નિર્ણય લીધો.

આ ટ્રેન્ડ પર્યાવરણ માટો સારો અને વ્યવહારિક માનવામાં આવી રહ્યો છે તેથી તે લાઈફસ્ટાઈલમાં સામેલ થયો. હાર્પર કહે છે કે મને ખોટી ન ગણતાં પરંતુ હું હવે ફરી સ્કૂલે જવાં લાગી છું અને મને લાગે છે કે આ એક એવી વસ્તુ છે જેને હું છોડું શકું છું. હાર્પર કહે છે કે,' હું એક સ્કૂલમાં છું જો મારા શરીરમાંથી વાસ મારે છે તો બાળકો મને મોઢે કહી દે છે. હું આ જ રૂટિન ફોલો કરવા માગું છું.'

અમેરિકા સાથે બ્રિટનમાં પણ નવો ટ્રેન્ડ શરૂ
રોબિન આમ કરનારી એકલી નથી. અમેરિકા અને બ્રિટનમાં મહામારી બાદ આ ટ્રેન્ડ શરૂ થયો છે. મહામારીએ ખાન પાન સહિત કપડાં પહેરવાની આદત પર પણ અસર કરી છે. વયસ્કો સાથે બાળકો પણ નાહવાથી દૂર ભાગી રહ્યા છે.

બ્રિટનમાં થયેલાં એક સર્વે પ્રમાણે, 17% લોકોએ દરરોજ નાહવાનું ટાળ્યું છે. મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા પર લોકોએ આ વાતનો સ્વીકાર કર્યો છે. લંડનની પર્યાવરણવિદ ડોનાચેડ મેક્કાર્થીના જણાવ્યા પ્રમાણે, દરરોજ ન નાહવું એ એક અલગ ઘટના છે. અઠવાડિયાંમાં એક જ દિવસ નાહતી મેક્કાર્થી કહે છે કે અમે દરરોજ પાણીનો વેડફાટ કરતાં નથી. જરૂરી સાફ સફાઈ તો સિન્કમાં પણ થઈ જાય છે.

દરરોજ સાબુ વડે નાહવાથી પર્યાવરણને નુક્સાન
1992માં મેક્કાર્થી એમેઝોનનાં જંગલોમાં ગઈ હતી. ત્યારે તેને અહેસાસ થયો હતો કે જરૂરિયાત કરતાં વિકાસ અને આપણી આદતોએ પ્રકૃતિને કેટલું નુક્સાન પહોંચાડ્યું છે. તેના મતે દરરોજ સાબુ વડે નાહીને આપણે પર્યાવરણને નુક્સાન પહોંચાડી રહ્યા છીએ. 42 વર્ષીય કેલી કહે છે કે, ઓછી માત્રામાં સ્નાન એટલે સારી ત્વચા અને સ્વચ્છ પૃથ્વી. કેલી જણાવે છે કે, મારે માત્ર દીકરીઓને સ્કૂલે મોકલવાની હોય છે. જ્યારે કોઈને મળવાનું જ નથી થતું તો નાહવું શા માટે?!

8 મિનિટ શૉવર લેવાથી 64 લિટર પાણી ખર્ચાય છે: વૉટર ફંડ
એસ્ટનમાં પર્યાવરણ વિજ્ઞાનના પ્રોફેસર એન્ડ્રિયા આર્મસ્ટ્રોંગ લોકોને ઓછું સ્નાન કરવા માટે પ્રોત્સાહિત કરે છે. કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે બધા એ આમ જ કરવું જોઈએ. તેના મતે વૉટર રિસર્ચ ફંડ પ્રમાણે, 8 મિનિટના શૉવરમાં આશરે 64 લિટર પાણી ખર્ચાય છે. EPA કહે છે કે 5 મિનિટ પાણી વહે તે 60 વૉટનો બલ્બ 14 કલાક સુધી ચાલે તેના બરાબર છે. મોટી સંખ્યામાં ડૉક્ટર અને હેલ્થ એક્સપર્ટ કહી ચૂક્યા છે કે દરરોજ નાહવું એ જરૂરી નથી. તેથી તેના વિશે વિચાર કરવો જોઈએ.