તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Americans Also Shocked By Prime Minister Modi's Navratri Vows, Drinking Only One Fruit And Lemon Water For 9 Days

ઉપવાસનો નમો મંત્ર:વડાપ્રધાન મોદીના નવરાત્રિ વ્રતથી અમેરિકન્સ પણ ચોંકી ઊઠ્યા, 9 દિવસ સુધી માત્ર એક ફળ અને લીંબુપાણી જ લે છે

3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાન મોદી છેલ્લાં 40 વર્ષથી ચૈત્ર અને શરદ નવરાત્રિમાં ઉપવાસ કરે છે
  • ભારે વ્યસ્તતા હોવા છતાં સવારે યોગ અને પૂજા કરવાનું ભૂલતા નથી

વાત વર્ષ 2014ની છે. નરેન્દ્ર મોદી 26 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન તરીકે પ્રથમ વખત અમેરિકા પહોંચ્યા હતા. તેના એક દિવસ પહેલાં જ શરદ નવરાત્રિ શરૂ થઈ ગઈ હતી અને વડાપ્રધાન છેલ્લાં 35 વર્ષની જેમ આ વખતે પણ 9 દિવસના ઉપવાસ પર હતા. 30 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વડાપ્રધાનના માનમાં વ્હાઇટ હાઉસ ખાતે ભોજન સમારંભનું આયોજન કર્યું હતું, પરંતુ મોદીએ ફક્ત નવશેકું જ પાણી પીધું હતું.

અમેરિકન મીડિયા વડાપ્રધાનની વાતોથી ખૂબ જ પ્રભાવિત થયું હતું. મોટા ભાગનાં અમેરિકન અખબારોએ તેમના આ શ્રદ્ધાભાવ પર ઘણા સમાચાર પ્રકાશિત કર્યા. એ લગભગ સ્પષ્ટ છે કે છેલ્લાં 40 વર્ષની જેમ આ વખતે પણ વડાપ્રધાન મોદી સંપૂર્ણ 9 દિવસ માટે ઉપવાસ પર રહેશે.

એકવાર તેમણે તેમના બ્લોગ અને કાવ્યસંગ્રહ 'સાક્ષીભાવ'માં લખ્યું હતું કે નવરાત્રિનો ઉપવાસ એ તેમની વાર્ષિક આત્મશુદ્ધીકરણ કસરત છે, જે તેમને દરરોજ રાત્રે અંબા માતા સાથે સંપર્ક કરવાની શક્તિ અને ક્ષમતા આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૈત્ર અને શરદ બંને નવરાત્રિના ઉપવાસ કરે છે.

વડાપ્રધાન મોદીની વ્રતપદ્ધતિ આ પ્રમાણે છે

  • નવ દિવસના ઉપવાસ દરમિયાન તેઓ દિવસમાં માત્ર એક જ ફળ ખાય છે.
  • સાંજના સમયે મોદી લીંબુપાણી પીવે છે.
  • ગુજરાતમાં તેમની નજીકની જાણકાર વ્યક્તિઓનું કહેવું છે કે ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન સાબુદાણાથી બનેલી વાનગી ખાવાની છૂટ છે, પરંતુ મોદી એ પણ ખાતા નથી.
  • આ સમય દરમિયાન હંમેશાંની જેમ વડાપ્રધાન સવારે યોગ કરે છે અને ધ્યાન પણ કરે છે.
  • ઉપવાસ દરમિયાન વડાપ્રધાન વ્યસ્ત દિનચર્યા હોવા છતાં દરરોજ સવારે પૂજા ચોક્કસપણે કરે છે.
  • મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નવરાત્રિ દરમિયાન સામાન્ય દિવસોની સરખામણીએ એક કલાક પહેલાં રાતે આશરે 10 વાગે જ પોતાનું કામ પતાવી દેતા હતા, પરંતુ હવે પ્રધાનમંત્રી બન્યા બાદ તેઓ આવી કોઈ છૂટ લેતા નથી.
  • પોતાના ઉપવાસ વિશે પ્રધાનમંત્રી વધારે વાત કરતા નથી. તેમણે વર્ષ 2012માં પોતાના બ્લોગમાં પ્રથમ વખત નવરાત્રિના ઉપવાસ વિશે જણાવ્યું હતું.
  • વિજયાદશમી દરમિયાન મોદી શસ્ત્રપૂજનમાં પણ ભાગ લે છે.
  • ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ ગાંધીનગરસ્થિત તેમના ઘરે પોલીસ અને સુરક્ષાકર્મીઓ સાથે વિજયાદશમી પર પોતે શસ્ત્રપૂજન કરતા હતા.

મોટા અવસરોમાં મોદીએ ઉપવાસ કર્યો હતો
2019ની ચૂંટણીના પ્રથમ તબક્કામાં

ગત વર્ષે ચૈત્ર નવરાત્રિ 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી હતી. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલથી શરૂ થવાનું હતું. આ દરમિયાન પ્રધાનમંત્રી હજારો કિલોમીટરની હવાઈ સફર કરી સતત ચૂંટણીપ્રચાર કરતા હતા. કાળઝાળ ગરમીમાં મોદી માત્ર પાણી અને લીંબુપાણી પીતા હતા.

આસામ ચૂંટણીપ્રચાર
2015માં નરેન્દ્ર મોદીએ નવરાત્રિના પ્રથમ દિવસે આસામના કામાખ્યાદેવીના મંદિરમાં પૂજા-અર્ચના કરી ઉપવાસની શરૂઆત કરી હતી. ત્યાર બાદ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનું પ્રચારઅભિયાન શરૂ થયું હતું. પ્રથમ વખત પૂર્વોત્તરના રાજ્યમાં ભાજપની સરકાર બની હતી.

GST બિલ પાસ થવું
29 માર્ચ 2017માં GST બિલ લોકસભામાં પાસ થયું એ દરમિયાન પ્રધાનમંત્રી ચૈત્ર નવરાત્રિના ઉપવાસ પર હતા. GST બિલને આઝાદી પછીનો સૌથી મોટો ટેક્સ સુધારો કહેવામાં આવે છે. આ અવસરે સંસદને સ્વતંત્રતા દિવસની જેમ સજાવીને વિશેષ સમારોહ યોજાયો હતો.

ઉત્તરપ્રદેશમાં ચૂંટણીપ્રચારની શરૂઆત
વડાપ્રધાને 2016માં નવરાત્રિના ઉપવાસ પછી દશેરા ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં સેલિબ્રેટ કર્યો હતો. ત્યાંથી જ તેમણે યુપીમાં ચૂંટણીપ્રચાર અભિયાનની શરૂઆત પણ કરી હતી. મે, 2017માં થયેલી ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. રાજ્યની સત્તામાં 15 વર્ષ પછી ભાજપનું કમબેક થયું હતું.

અમેરિકન-બ્રિટિશ છાપાંએ આવી રીતે આશ્ચર્ય દેખાડ્યું હતું
ભારતના નવા પીએમએ માત્ર ગરમ પાણી પીધું: વોશિંગ્ટન પોસ્ટ

અમેરિકન ન્યૂઝપેપર વોશિંગ્ટન પોસ્ટે લખ્યું, ભારતના નવા વડાપ્રધાને ઓબામા સાથે ડિનરમાં માત્ર ગરમ પાણી પીધું. મોદી છેલ્લાં 40 વર્ષથી નવરાત્રિના ઉપવાસ રાખે છે. મહેમાનોએ બકરીના દૂધનું પનીર, એવાકાડો અને શિમલા મરચું, બાસમતી ભાતની સાથે ક્રિસ્પ હેબિલટ(એક પ્રકારની માછલી) અને મેંગો ક્રીમ બ્રુલી( જમ્યા પછીની સ્વીટ ડિશ)ની મજા માણી.

ભારતના વડાપ્રધાને વ્હાઈટ હાઉસના ડિનરમાં ઉપવાસ કર્યો: વોલ સ્ટ્રીટ જનરલ
વોલ સ્ટ્રીટ જનરલે લખ્યું, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ઓબામા સાથે ડિનર અને ઉપરાષ્ટ્રપતિ જો બાઇડન સાથે લંચ કર્યું. આ દરમિયાન કોઈ મૂંઝવણ જ ઊભી ન થઇ ,કારણ કે તેમણે કઈ ખાધું જ નહીં. આવું આયોજન ઘણી સાવચેતીપૂર્વક તૈયાર કરવામાં આવે છે. તેમાં મહિનાઓનો સમય લાગી જાય છે. મહેમાનો વિશેની તમામ જાણકારીની આપ-લે થાય છે. આ ઉપવાસ અનપેક્ષિત પરીક્ષા હતી.

ધર્મનિષ્ઠ હિંદુ નરેન્દ્ર મોદી ઉપવાસ પર રહેશે: ધ ગાર્ડિયન
બ્રિટિશ ન્યૂઝપેપર ધ ગાર્ડિયને એક દિવસ પહેલાં લખ્યું કે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ બાઇડન સાથે લંચ અને રાષ્ટ્રપતિ ઓબામા સાથે ડિનર ઘણું ફળદાયી હશે, કારણ કે ધર્મનિષ્ઠ હિંદુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપવાસ પર રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો