હેલ્ધી રહેવા યુરિન થેરપીનો પ્રયોગ:અમેરિકાની મહિલાએ પોતાનો પેશાબ પીને સ્કિન કેન્સર સામે જીત મેળવી, છેલ્લા ચાર વર્ષથી 3 હજારથી વધારે લિટર યુરિન ગટગટાવી ગઈ

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્કિન કેન્સર દરમિયાન કેરી કિમોથેરપીને બદલે યુરિન થેરપીથી સાજી થઈ
  • કેરી પેશાબથી ન્હાય પણ છે

અમેરિકામાં રહેતી એક મહિલાને વિચિત્ર વસ્તુની ટેવ પડી ગઈ છે. આ મહિલા પોતાને સ્વસ્થ રાખવા માટે અલગ જ જુગાડ લઈને આવી છે. અમેરિકામાં કોલોરાડોમાં રહેતી 53 વર્ષીય કેરી રોજ પોતાનો પેશાબ પીવે છે. તે છેલ્લા 4 વર્ષથી રોજના 5 ગ્લાસ પેશાબ પીવે છે. આ અંદાજાથી તેણે અત્યાર સુધી 3406 લિટર યુરિન પીધું.

‘હું યુરિનનો ટેસ્ટ ખરાબ થાય તેવી વસ્તુઓ પણ ખાતી નથી’
કેરીએ પોતાની આ ટેવ વિશે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું, મને હૂંફાળો પેશાબ પીવો ગમે છે. તે પીવામાં એકદમ કમ્ફર્ટ લાગે છે. મારા યુરિનની સ્મેલ અન્ય લોકોના યુરિન જેવી આવતી નથી. ઘણીવાર તેનો ટેસ્ટ શૅમ્પેન જેવો લાગે છે, તો ક્યારેક સોલ્ટી લાગે છે. હું યુરિનનો ટેસ્ટ ખરાબ થાય તેવી વસ્તુઓ પણ ખાતી નથી. આપણે જેવું ખાઈએ તેનો ટેસ્ટ પણ તે જ પ્રકારનો હોય છે.

શા માટે પેશાબ પીવાનું શરૂ કર્યું?
ચાર વર્ષ પહેલાં કેરીને સ્કિન કેન્સર હોવાની વાત ખબર પડી. આ વાત સાંભળીને કેરીના માથે તો જાણે આભ ફાટ્યું પણ તેણે હિંમત હારવાનો બદલે કેન્સર સામે લડવાનું નક્કી કર્યું. કેરીએ કેમોથેરપી લેવાની બદલે યુરિન થેરપીની મદદ લીધી. આપણી પ્રાચીન પ્રથામાં સારવાર માટે પોતાનું જ યુરિન પીવાનો ઉલ્લેખ પણ છે. એક વખત પેશાબ પીવાનો શરૂ કર્યા પછી હવે કેરીને પાણીનો ટેસ્ટ ગમતો નથી. કેરીએ પોતાના પેશાબની સાથે અન્ય અખતરા પણ કરેલા છે. તેણે દાંત ચમકાવવા માટે યુરિનથી બ્રશ કર્યું છે. આંખ અને કાનમાં પેશાબ નાખ્યો એટલું જ નહીં તેણે ન્હાવામાં પણ પાણીની જગ્યાએ પેશાબનો ઉપયોગ કર્યો હતો.

દીકરીને માતાની સૌથી વધારે ચિંતા
કેરીના આ બધા પ્રયોગો જોઈને તેની દીકરીને સૌથી વધારે ચિંતા થાય છે. તેણે કહ્યું, મને મારી મમ્મીની હેલ્થની ચિંતા છે. તેઓ સ્વસ્થ રહેવા આ બધું કરી રહ્યા છે તે યોગ્ય છે? હું મમ્મીને ખોવા માગતી નથી.

‘પેશાબ પીવાનું બંધ કરીશ તો મરી જઈશ’
​​​​​​​કેરીને ટ્રેડિશનલ દવાઓ પરથી વિશ્વાસ ઊઠી ગયો છે. તેના માટે યુરિન થેરપી જ દવા છે. કેરીએ કહ્યું, જો હું પેશાબ પીવાનું બંધ કરી દઈશ તો મરી જઈશ. મને પેશાબ પીવાની ટેવ પડી ગઈ છે. આથી આ કામ હું છેલ્લા શ્વાસ સુધી ચાલુ રાખીશ.