• Gujarati News
  • Lifestyle
  • American Woman Fell In Love With A Female Dolphin, Had Sex For 6 Months, And When The Two Separated, The Dolphin Committed Suicide.

રેર રિલેશનશિપ:અમેરિકાના રહેવાસીએ ફીમેલ ડોલ્ફિનને મન ભરીને પ્રેમ કર્યો, 6 મહિના સુધી શારીરિક સંબંધ બાંધ્યા, બંને અલગ થયા તો ડોલ્ફિને આત્મહત્યા કરી

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 1970માં મેલકોમ ફીમેલ ડોલ્ફિન સાથે સિરિયસ રિલેશનશિપમાં હતા
  • મેલકોમે પોતાની બુકમાં લખ્યું, ‘ડોલ્ફિનને પ્રેમ કરવો એ એક અદ્દભૂત વાત છે’

અમેરિકામાં રહેતા 68 વર્ષીય મેલકોમ બ્રેનર મનુષ્યો કરતાં પ્રાણીઓને વધારે પ્રેમ કરે છે. પ્રાણીઓ પ્રત્યેનો પોતાનો પ્રેમ જાહેર કરવા માટે તેમણે એક બુક ‘વેટ ગોડેસ’ લખી છે. આ બુકમાં તેમણે ડોલ્ફિન સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાની વાત પણ કરી છે. મેલકોમ અને ડોલી નામની ફીમેલ ડોલ્ફિન સાથે 6 મહિના સુધી રિલેશનશિપમાં હતો. મેલકોમથી દૂર થયા પછી ડોલીએ પોતાનો શ્વાસ રોકીને સુસાઇડ કર્યો હતો.

મેલકોમે પોતાની પ્રિય ડોલ્ફિન ‘ડોલી’ પર લખેલી બુક ‘વેટ ગોડેસ’નું મુખપૃષ્ઠ
મેલકોમે પોતાની પ્રિય ડોલ્ફિન ‘ડોલી’ પર લખેલી બુક ‘વેટ ગોડેસ’નું મુખપૃષ્ઠ

ડોલી અને મેલકોમ સાથે સ્વિમિંગ કરતા હતા
આ વાત મેલકોમના કોલેજ ટાઈમની છે. વર્ષ 1970માં તેઓ ફીમેલ ડોલ્ફિન સાથે સિરિયસ રિલેશનશિપમાં હતા. તેઓ થીમ પાર્કમાં કામ કરતા હતા ત્યારે જ આ ડોલી સાથે તેમનો ભેટો થયો હતો. બંને સાથે સ્વિમિંગ કરતા હતા અને પછી મેલકોમને લાગ્યું કે, ડોલી મને તેના તરફ આકર્ષિત કરી રહી છે. શરૂઆતમાં તો તેમણે વધારે ધ્યાન ના આપ્યું પણ પછી વિચાર્યું કે, જો આ ડોલી એક મનુષ્ય હોત તો પણ હું આ રીતે અવગણના કરત?

મેલકોમ બ્રેનર
મેલકોમ બ્રેનર

ડોલ્ફિન્સ માટે બુક લખી
મેલકોમ ડોલી સાથેના દરેક સેક્સ્યુઅલ એક્સપિરિયન્સ ખુલ્લે આમ લખ્યા છે. મેલકોમે બુક વિશે લખ્યું, ‘મેં આ બુક ડોલ્ફિન્સ માટે લખી છે કારણકે આપણે આ બધા પ્રાણીઓને કેદ બનાવીને રાખીએ છીએ. તેમની સ્વતંત્રતા છીનવી લઈએ છીએ.’

‘ડોલી મારા માટે ખૂબ સ્પેશિયલ હતી’
મેલકોમને તે સમયે ફોટોગ્રાફીનો ઘણો શોખ હતો આથી તેણે ડોલી સાથે ઘણા બધા ફોટો ક્લિક કર્યા છે. બંનેનો બોન્ડ તેમના ફોટોઝ જ જણાવી દે છે. મેલકોમે કહ્યું, હું અને ડોલી ઘણા ઓછા સમયમાં મિત્રો બની ગયા અને હું તેની સાથે સ્વિમિંગ કરતો હતો. તે ખૂબ સ્પેશિયલ હતી. હું ડોલી સાથે રહીને પોતે વાઘ જેવો બની ગયો હતો. ડોલ્ફિન ધારે તો માત્ર 2 સેકન્ડમાં મનુષ્યનું મૃત્યુ નિપજાવી શકે છે.

તસવીરો પરથી જ મેલકોમ અને ડોલી ડોલ્ફિન વચ્ચેનો સંબંધ કેવો હતો તેનો ખ્યાલ આવી જાય છે
તસવીરો પરથી જ મેલકોમ અને ડોલી ડોલ્ફિન વચ્ચેનો સંબંધ કેવો હતો તેનો ખ્યાલ આવી જાય છે

ડોલ્ફિનને પ્રેમ કરવો એ એક અદભુત વાત છે
મેલકોમ ઘણીવાર નર ડોલ્ફિનને ડોલીથી દૂર રાખતો હતો જેથી તે ડોલી સાથે એકલામાં રહી શકે કે ના તો તેની સાથે શારીરિક સંબંધ બાંધી શકે. મેલકોમ લખે છે, ‘એક ડોલ્ફિનને પ્રેમ કરવો એ એક અદભુત વાત છે. હું તેને શબ્દોમાં ના વર્ણવી શકું.’

જોકે ડોલી અને મેલકોમની લવ સ્ટોરીની અંત ઘણો દુઃખદ રહ્યો. ડોલીને બીજા થીમ પાર્કમાં લઈ જવામાં આવી અને તે મેલકોમથી દૂર થઈ ગઈ. 9 મહિના પછી તેણે જાતે જ પોતાનો શ્વાસ રોકીને જીવન ટૂંકાવી દીધું. ડોલીના અવસાનના ન્યૂઝ મળ્યા પછી મેલકોમ 5 વર્ષ સુધી ડિપ્રેશનમાં રહ્યા. તેઓ આ દુઃખમાંથી બહાર જ ના આવી શક્યા. મેલકોમે બે વખત લગ્ન કર્યાં અને આજની તારીખે પણ તે પોતાને ‘ઝૂફાઈલ’ એટલે કે પ્રાણીઓ પ્રત્યે સેક્સ્યુઅલી આકર્ષાતી વ્યક્તિ તરીકે ઓળખાવે છે. ડોલ્ફિન ઉપરાંત તેમણે શ્વાન સાથે પણ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સનો એક્સપિરિયન્સ કરેલો છે.

અન્ય સમાચારો પણ છે...