તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • American Scientists Have Developed A Device That Can Be Worn On The Finger, Sweat Will Also Produce Electricity And Also Charge

પરસેવાથી ફોન ચાર્જ થશે:અમેરિકાના વૈજ્ઞાનિકોએ આંગળી પર પહેરાય એવું ડિવાઇસ બનાવ્યું, પરસેવામાંથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ પણ થશે અને ચાર્જિંગ પણ થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જો યુઝર દરેક આંગળીમાં આ ડિવાઈસ પહેરે તો 10 ગણી એનર્જી સ્ટોર કરી શકાય છે - Divya Bhaskar
જો યુઝર દરેક આંગળીમાં આ ડિવાઈસ પહેરે તો 10 ગણી એનર્જી સ્ટોર કરી શકાય છે
  • કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ આ ડિવાઇસ બનાવ્યું છે
  • એક સ્માર્ટફોનને ફુલ ચાર્જ કરવા માટે યુઝરે આશરે 3 અઠવાડિયાં સુધી આ ડિવાઈસ પહેરવું પડશે

ટૂંક સમયમાં પરસેવાથી ફોન ચાર્જ કરી શકાશે. અમેરિકન વૈજ્ઞાનિકોએ એવા ડિવાઈસનું પ્રોટોટાઈમ બનાવ્યું છે, જેની મદદથી પરસેવાથી ફોન ચાર્જ થશે. આ ડિવાઈસ આંગળીઓ પર પહેરી શકાશે. રાતે સૂતી વખતે કે પછી બેસતી વખતે થતા પરસેવામાંથી વીજળી બનશે અને એમાંથી જ સ્માર્ટફોન ચાર્જ થશે. સેનડીએગોની કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ આ ડિવાઈસ બનાવ્યું છે.

આ રીતે કામ કરે છે ડિવાઈસ
ડિવાઈસમાં ઈલેક્ટ્રિલ કંડક્ટર છે. એમાં કાર્બન ફોમનો ઉપયોગ કર્યો છે. આ ફોન આંગળીમાં થતા પરસેવાને શોષી લે છે. ઇલેક્ટ્રોડ પર હાજર એન્ઝાઈમ પરસેવાના કણમાં કેમિકલ રિએક્શન કરવાનું શરૂ કરી દે છે અને એમાંથી જ ઈલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે. ઇલેક્ટ્રોડની નીચે નાની ચિપ લગાવી છે, એ દબાવવાથી ડિવાઈસ પાવર જનરેટ કરવા લાગે છે.

સંશોધક લુ યિને કહ્યું હતું, ડિવાઈસનો આકાર એક વર્ગ સેન્ટિમીટર છે. ડિવાઈસમાં વાપરેલું મટીરિયલ ફ્લેક્સિબલ છે, આથી એને સરળતાથી આંગળીઓ પર પહેરી શકાશે. યુઝર્સ ગમે ત્યારે ગમે તેટલા સમય માટે પહેરી શકે છે.

3 અઠવાડિયાં સુધી પહેરવાથી ફોન ફુલ ચાર્જ થશે
સંશોધકે જણાવ્યું હતું,આ ડિવાઈસ ધીમે-ધીમે પાવર તૈયાર કરે છે. એક સ્માર્ટફોનને ફુલ ચાર્જ કરવા માટે યુઝરે આશરે 3 અઠવાડિયાં સુધી આ ડિવાઈસ પહેરવું પડશે, પરંતુ ભવિષ્યમાં ડિવાઈસની ચાર્જિંગ કેપેસિટી વધારવામાં આવશે.

રિસર્ચ દરમિયાન ખબર પડી કે આ ડિવાઈસને 10 કલાક સુધી પહેરવાથી 24 કલાક સુધી વોચ ચાલે તેટલો પાવર સ્ટોર કરી શકાય છે. એક આંગળીમાં ડિવાઈસ પહેરવાનું રહેશે.

આ ડિવાઈસ આંગળીઓ પર જ કેમ પહેરવું જરૂરી?
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો યુઝર દરેક આંગળીમાં આ ડિવાઈસ પહેરે તો 10 ગણી એનર્જી સ્ટોર કરી શકાય છે. આંગળીઓમાં પરસેવો વધારે થાય છે, આથી એ જગ્યા પસંદ કરી. જેટલો પરસેવો વળે છે એટલો પાવર જનરેટ થવા લાગે છે. આંગળીઓમાં પરસેવા માટે એક્સર્સાઈઝ કે પછી ફિઝિકલ એક્ટિવિટીની જરૂર પડતી નથી.

અન્ય સમાચારો પણ છે...