હાર્ટ એટેકનો કારગર ઈલાજ:અમેરિકન વૈજ્ઞાનિકોને આશ્ચર્ય થયું, માનવ DNAમાં ફેરફાર કરીને રોકી શકાશે હૃદયનો હુમલો

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાર્ટ એટેક પર આટલા રિસર્ચ બાદ પણ તે વિશ્વભરમાં મોતનું સૌથી મોટું કારણ છે. બજારમાં મળતા ઈન્જેક્શન અને દવાઓથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે, પરંતુ હાર્ટ એટેકથી કોઈ દર્દીને બચાવવાનું કાર્ય અસંભવ જેવું છે. હાલ આ સમસ્યાનું સમાધાન અમેરિકન બાયોટેક કંપની વર્વ થેરાપ્યુટિક્સે શોધી કાઢ્યું છે. કંપનીના CEO ડૉ.સેકર કથિરેસને બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે, વ્યક્તિના DNAમાં ફેરફાર શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને જામવાથી અટકાવી શકે છે. આ ઉપાય હાર્ટ એટેકનો લગભગ સચોટ ઈલાજ સાબિત થઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અનુસાર વર્ષ 2019માં લગભગ 1.8 કરોડ લોકો હૃદયરોગથી મૃત્યુ પામ્યા હતા, જેમાંથી 85% મૃત્યુ હાર્ટ એટેક અને સ્ટ્રોકથી થયા હતા.

WHO અનુસાર વર્ષ 2019માં લગભગ 1.8 કરોડ લોકો હૃદયરોગથી મૃત્યુ પામ્યા હતા, જેમાંથી 85% મૃત્યુ હાર્ટ એટેક અને સ્ટ્રોકને આભારી છે.
WHO અનુસાર વર્ષ 2019માં લગભગ 1.8 કરોડ લોકો હૃદયરોગથી મૃત્યુ પામ્યા હતા, જેમાંથી 85% મૃત્યુ હાર્ટ એટેક અને સ્ટ્રોકને આભારી છે.

હાર્ટ એટેકથી ઝઝૂમતાં લોકો પર રિસર્ચ શરુ થશે
વર્વે થેરાપ્યુટિક્સના જણાવ્યા અનુસાર DNAમાં ફેરફાર કરવાની ટેકનિક સૌથી પહેલા એવાં લોકો પર અજમાવવામાં આવશે કે, જેમને હાઈ કોલેસ્ટ્રોલના કારણે હાર્ટ એટેક આવ્યો હોય. તે એક આનુવંશિક રોગ છે જેને હાઇપરકોલેસ્ટ્રોલેમિયા કહેવામાં આવે છે. તે દર વર્ષે વિશ્વના 3.1 કરોડ લોકોને અસર કરે છે. જો આ ટેકનિક ખરાબ કોલેસ્ટ્રોલને રોકવામાં સક્ષમ હોય તો યુવાનોને આ સંશોધનમાં સામેલ કરવામાં આવશે, જેથી તે પહેલાથી જ હાર્ટ એટેકથી સુરક્ષિત રહે. જોકે, આવું ક્યારે થશે તે અંગે કંપનીએ કોઈ માહિતી આપી નથી.

માનવ DNAમાં ફેરફાર કરવામાં આવશે
ડૉ. કથિરેસન હોવર્ડના પ્રખ્યાત જીનિટિસ્ટ અને કાર્ડિયોલોજિસ્ટ છે. તેમણે એવાં જિનેટિક મ્યુટેશનની શોધ કરી છે, જેની મદદથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી શકાય છે. તેનાથી હાર્ટ એટેક આવવાની શક્યતા આપોઆપ ઘટી જાય છે. હવે તે કોલેસ્ટ્રોલ વધારતા જનીનોની કામગીરીને બંધ કરવા પર તેમના સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. હાલ વર્વે થેરાપ્યુટિક્સ આવી બે દવાઓ બનાવી રહી છે, જે માનવ DNAના બે જનીનને નિશાન બનાવશે. જનીનોના નામ PCSK -9 અને ANGPTL-3 છે. જ્યારે કેટલાક દર્દીઓને આમાંથી માત્ર એક જ દવાની જરૂર પડશે તો કેટલાકને બંને દવાઓથી રાહત મળશે. કંપની ક્રિસ્પર DNA એડિટિંગ ટૂલનો ઉપયોગ કરી રહી છે. તેના દ્વારા વૈજ્ઞાનિકો માનવીના DNAને સરળતાથી બદલી શકે છે.

વર્વ થેરાપ્યુટિક્સ Crispr DNA એડિટિંગ ટૂલનો ઉપયોગ કરીને મનુષ્યના DNAમાં ફેરફાર કરશે
વર્વ થેરાપ્યુટિક્સ Crispr DNA એડિટિંગ ટૂલનો ઉપયોગ કરીને મનુષ્યના DNAમાં ફેરફાર કરશે

વાંદરાઓ પર થઈ ચૂક્યું છે ટ્રાયલ
વર્વે થેરાપ્યુટિક્સના જણાવ્યા અનુસાર આ સારવારની ટ્રાયલ વાંદરાઓ પર કરવામાં આવી છે. તેમના DNAમાં ફેરફારના બે સપ્તાહ બાદ કોલેસ્ટ્રોલનું સ્તર 59 ટકા જેટલું ઘટ્યું હતું અને આગામી છ મહિના સુધી આ જ સ્તર યથાવત્ રહ્યું હતું. કંપની થોડા મહિનામાં માણસો પર આ ટ્રીટમેન્ટની ટ્રાયલ શરૂ કરશે. જોકે, ડ્રગ રેગ્યુલેટર પાસેથી તેની મંજૂરી મેળવવામાં વર્ષો લાગી શકે છે.

ટ્રાયલમાં વાંદરાઓનું કોલેસ્ટ્રોલ લેવલ 59 ટકા ઓછું થયું હતું.
ટ્રાયલમાં વાંદરાઓનું કોલેસ્ટ્રોલ લેવલ 59 ટકા ઓછું થયું હતું.

અત્યારે કંપની સામે ઘણાં પડકારો છે
આરોગ્ય નિષ્ણાત એલિઝાબેથ મેકનેલી કહે છે કે વર્વ થેરાપ્યુટિક્સ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી તકનીક એટલી નવી છે કે ડૉકટરો અને દર્દીઓ તેને અપનાવવામાં અચકાતા હોઈ શકે છે. લોકોના મનમાં ડર હોઈ શકે છે કે, તેનાથી DNAમાં કોઈ ખલેલ નહીં થાય. આ સાથે જ માઇકલ શર્મનનું કહેવું છે કે, જો કંપની પોતાની સારવારને સુરક્ષિત સાબિત કરે તો પણ કદાચ હાલની દવાઓની તુલનામાં તે મોંઘી હશે. વિશ્લેષકોનું માનવું છે કે, DNAની જગ્યા લેતી આ સારવારનો ખર્ચ દર્દી દીઠ 50,000 ડોલરથી 2,00,000 ડોલર સુધીનો હશે. તમને જણાવી દઈએ કે, વર્વ થેરાપ્યુટિક્સને ગૂગલ વેન્ચર્સનો સપોર્ટ મળ્યો છે, જે આલ્ફાબેટ કંપનીની મૂડી રોકાણ શાખા છે.