એક ઈમેજનરી વર્લ્ડને વાસ્તવિકતા બનાવવા માટે લોકો ગમે તે હદ પાર કરી જાય છે. અમેરિકાના મિસોરીની માતાએ પોતાની અલગ દુનિયામાં જીવવા માટે પોતાની દીકરીની ઓળખાણ છીનવી લીધી. આટલું જ નહિ તે સોશિયલ મીડિયા પર તેની દીકરીની ઉંમરના છોકરા જોડે ડેટ પણ કરવા લાગી. લોરા નામની આ મહિલાનો ભાંડો ફુટી જતા કોર્ટે તેને 5 વર્ષની સજા ફટકારી છે.
લોરાએ તેની 22 વર્ષની દીકરીની ઓળખાણ ચોરી કરી તેને પોતાની બનાવી લીધી. લોરાએ દીકરીનું આઈડી કાર્ડ ચોરી કરી લીધું અને કોલેજમાં એડમિશન લીધું.
કોલેજ લાઈફની મજા માટે ફેક આઈડી બનાવ્યું
કોલેજ લાઈફની અસલ મજા માણવા માટે તેણે કોલેજમાં એડમિશન લીધા પછી યંગ છોકરાઓ સાથે ડેટ કરવાનું શરૂ કર્યું. લોરાએ તેની દીકરીના ફોટો પર ફેક સોશિયલ મીડિયા અકાઉન્ટ બનાવ્યું અને યંગ છોકરાઓ સાથે ડેટ કરવા લાગી. લોરાનો એક બોયફ્રેન્ડ પણ બન્યો હતો તે એ અંધારામાં હતો કે લોરા 22 વર્ષની છે.
યંગર લાઈફસ્ટાઈલનો ચસકો
લોરાને એ હદે યુવાની જીવવાનો ચસકો હતો કે તેનાં ક્લોધિંગ, મેકઅપ અને પર્સનાલિટી 22 વર્ષની છોકરી જેવી રાખતી હતી. તેણે દીકરીના ફેક કોલેજના આઈડીના નામે લોન લઈ લીધી. તે પોતાની દીકરીના નામે લાઈબ્રેરીમાં કામ પણ કરતી હતી.
કોર્ટે દીકરીને વળતર અપાવ્યું
ઘણા મહિનાઓ સુધી આ ડ્રામા ચાલુ રહ્યા બાદ એક વખત લોરા પોલીસના રડારમાં આવી ગઈ. કોર્ટ સમક્ષ તેણે પોતાનો ગુનો કબુલ્યો. છેતરપિંડી માટે કોર્ટે તેને 5 વર્ષની જેલની સજા કરી.સાથે જ $17,521 (આશરે 13.27 લાખ રૂપિયા) તેની દીકરીને વળતર માટે આપવા આદેશ કર્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.