તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • American Couple Won The Lottery Together, Bought Two Tickets Of The Same Number And Became The Owner Of 7 Crores Overnight.

નસીબ:અમેરિકાના કપલને એક સાથે લોટરી લાગી, એક જ નંબરની બે ટિકિટ ખરીદતાં રાતોરાત 7 કરોડના માલિક બન્યા

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કપલે નોર્થ કેરોલિના એજ્યુકેશન લોટરી જેકપોટમાંથી લોટરીની ટિકિટ ખરીદી હતી
  • એકસાથે એકસરખી લોટરી લાગતાં કપલના હરખનો કોઈ પાર ન રહ્યો

અમેરિકાના નોર્થ કેરોલિનાના એક કપલનું નસીબ જોરદાર ચમક્યું છે. આ કપલને એક સાથે 7 કરોડની લોટરી લાગી છે. મજાની વાત તો એ છે કે આ બંનેએ એકસરખા નંબરની ટિકિટ ખરીદી હતી.

કપલે નોર્થ કેરોલિના એજ્યુકેશન લોટરી જેકપોટમાંથી લોટરીની ટિકિટ ખરીદી હતી. પતિ લુથરે રવિવારના કેશ 5 ડ્રોઈંગમાંથી એક ટિકિટ તેના માટે અને એક ટિકિટ તેની પત્ની કોન્સ્ટન્સ માટે ખરીદી હતી. ટિકિટની ખરીદી લુથરે યમન ફૂડ માર્ટમાંથી કરી હતી.

લુથર ટિકિટની ખરીદી કર્યાના બીજા દિવસે ગ્રોસરી શૉપિંગ માટે ફૂડ માર્ટમાં ગયો. લોટરી લિસ્ટિંગમાં તેનો ટિકિટ નંબર જોઈ તેની ખુશીનો પાર ન રહ્યો. બંનેની કુલ લોટરી અમાઉન્ટ $997,400 (આશરે 7.28 કરોડ રૂપિયા) છે. સિંગલ લોટરી અમાઉન્ટ $498,700 (આશરે 3.64 કરોડ રૂપિયા) છે.

ખુશીના આંસું સરી પડ્યા
કોન્સ્ટન્સ ઘરનાં કામમાં વ્યસ્ત હતી અચાનક તેનો પતિ લુથર આવ્યો અને તેણે ફોનમાં લોટરી નંબર બતાવી કહ્યું કે બંનેની લોટરી લાગી છે. આ શબ્દો સાંભળી કોન્સ્ટન્સની આંખમાં હરખના આંસું વહેવા લાગ્યા. કોન્સ્ટન્સ અમેરિકન આર્મીમાં એડમિનિસ્ટ્રેટિવ અસિસ્ટન્ટનું કામ કરતી હતી.

કોન્સ્ટન્સ કહે છે કે લોટરીની રકમથી હવે તઓ ઘર અને કારના પૈસા ભરી શકશે અને પરિવારની ખુશી અને સારાં કામ માટે પૈસા વાપરી શકશે. મસમોટી રકમ જીતવા માટે લુથરે ભગવાનનો આભાર માન્યો છે.