• Gujarati News
  • Lifestyle
  • American Artist Beepal's Digital Image Collage Sold For Rs 501 Crore, Became An Overnight Billionaire

ડિજિટલ ઈમેજની કરોડોમાં હરાજી:અમેરિકાના આર્ટિસ્ટ બીપલની તસવીરની ડિજિટલ JPG ફાઈલ 501 કરોડ રૂપિયામાં વેચાઈ, રાતોરાત અબજોપતિ બની ગયો

એક વર્ષ પહેલા
અમેરિકાના આર્ટિસ્ટ બીપલની ડિજિટલ JPG ફાઈલની હરાજી
  • બીપલના આ કોલાજમાં કુલ 5,000 તસવીરો સામેલ કરવામાં આવી છે
  • બીપલ પોપ સ્ટાર જસ્ટિન બીબર, કેટી પેરીની સાથે પણ કામ કરી ચૂક્યો છે
  • બ્રિટનની ઓક્શન કંપની ક્રિસ્ટી દ્વારા કોલાજની હરાજી કરવામાં આવી

વિશ્વભરના ખ્યાતનામ ચિત્રકારોની પેઈન્ટિંગની સેંકડો કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી હોવાના સમાચાર તો તમે વાંચ્યા હશે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં પહેલી વખત ડિજિટલ ઈમેજ (Digital Image)ની હરાજી કરવામાં આવી છે.

JPG ફાઈલ 501 કરોડ રૂપિયામાં વેચાઈ
હકીકતમાં અમેરિકાના આર્ટિસ્ટ બીપલની એક તસવીરની ડિજિટલ ફાઈલ (JPG ફાઈલ) 501 કરોડ રૂપિયામાં વેચાઈ. હકીકતમાં આ તસવીર વિવિધ તસવીરોનું ડિજિટલ કોલાજ છે. નીચે તમે કોલાજમાં સામેલ કેટલાક પસંદગીના ફોટો જોઈ શકો છો. ખાસ વાત એ છે કે આ કોલાજનું કોઈ ફિઝિકલ વર્ઝન ઉપલબ્ધ નથી.

ઓક્શન કંપની ક્રિસ્ટી દ્વારા હરાજી કરવામાં આવી
બ્રિટનની ઓક્શન કંપની ક્રિસ્ટી દ્વારા કોલાજની હરાજી કરવામાં આવી છે. આ કોલાજનું નામ ‘Everydays:The First 5,000 Days’ રાખવામાં આવ્યું છે. હરાજી માટે લગભગ બે સપ્તાહ સુધી આ કોલાજને ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું.

કોલાજની પ્રારંભિક કિંમત માત્ર 7200 રૂપિયા રાખવામાં આવી હતી. અત્યારે બ્લોકચેન ટેક્નોલોજી દ્વારા ડિજિટલ વસ્તુઓને યુનિક આઈટમમાં ફેરવી દેવામાં આવે છે અને ત્યારબાદ તેનું ઊંચી કિંમતે વેચાણ કરવામાં આવે છે. આવી ડિજિટલ સંપત્તિને Non-Fungible Token (NFT) કહેવામાં આવે છે. હવે બીપલની કોલાજ સૌથી મોંઘી NFT બની ગઈ છે. તેમજ ગત મહિને બીપલના એક વીડિયોને પણ ઉંચી કિંમતે ખરીદવામાં આવ્યો હતો. 10 સેકન્ડના વીડિયોનું વેચાણ લગભગ 48 કરોડ રૂપિયામાં થયું હતું.

બીપલના આ કોલાજમાં કુલ 5,000 તસવીરો સામેલ કરવામાં આવી છે. આ તસવીરોને છેલ્લાં 13 વર્ષ દરમિયાન તૈયાર કરવામાં આવી છે. બીપલ એક દિવસમાં માત્ર એક તસવીર તૈયાર કરતો હતો.

તેમજ બીપલની તસવીરને 501 કરોડ રૂપિયામાં ખરીદનાર વ્યક્તિના નામનો ખુલાસો કરવામાં નથી આવ્યો. બીપલ પોપ સ્ટાર જસ્ટિન બીબર, કેટી પેરીની સાથે પણ કામ કરી ચૂક્યો છે. બીપલ પોતાની તસવીરોમાં 12મી સદીની જીંદગીને દર્શાવે છે. ઈન્સ્ટાગ્રામ પર બીપલના લગભગ 20 લાખ ફોલોઅર્સ છે.