તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • America Diamond Whipper Young Set World Record By Making World's Biggest Drawings, Through Which She Gives Message To People To Show Their Creativity

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિએટિવિટીનો સંદેશ:અમેરિકામાં 24 વર્ષીય યુવતીએ બ્લેક માર્કરથી દુનિયાનું સૌથી મોટું ડ્રોઈંગ બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

11 દિવસ પહેલા

અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં ફિલાડેલ્ફિયા શહેરમાં એક ડ્રોઈંગ ટીચરે દુનિયાનું સૌથી મોટું ચિત્ર દોરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 24 વર્ષની ડાયમન્ડ વ્હીપર યંગે 6450 વર્ગ ફૂટ એરિયામાં 63 કલાકમાં આ ડ્રોઈંગ બનાવ્યું છે. આની પહેલાં 6100 વર્ગ ફૂટમાં ડ્રોઈંગ કરવાનો રેકોર્ડ ઇટાલીના એક આર્ટિસ્ટના નામે હતો. તેણે 2020માં ડ્રોઈંગ બનાવ્યું હતું. ડાયમન્ડનું પેન્ટિંગ એક્ઝિબિશનમાં મૂક્યું છે. આ આર્ટ કોઈ પણ જોઈ શકે છે અને બાળકો તેમાંથી પેન્ટિંગ આઈડિયા લઇ પણ શકે છે.

ડાયમન્ડે વર્લ્ડ રેકોર્ડ પર કહ્યું, આપણા બધાની અંદર ક્રિએટિવિટી હોય છે. આ ડ્રોઈંગની મદદથી હું દરેકને તેમની ક્રિએટિવિટી બહાર લાવવા માટે મેસેજ આપવા માગું છું. ડાયમન્ડે શહેરમાં આવેલા ફ્રેન્કલિન ઈન્સ્ટિટ્યુટના મેન્ડેલ સેન્ટરમાં આ ડ્રોઈંગ બનાવ્યું છે. 15 જાન્યુઆરીએ તેણે ડ્રોઈંગ પૂરું કરી લીધું હતું પણ તેના સમાચાર ધીમે-ધીમે લોકો સામે આવ્યા.

ઈન્સ્ટિટ્યુટમાં તેના ડ્રોઈંગ ઉપરાંત અન્ય આર્ટ પણ એક્ઝિબિશનમાં મૂક્યા છે. ફ્રેન્કલિનના CEO લેરી ડુબિન્સિકિએ કહ્યું, અમારો હેતુ દરેક લોકોની ક્રિએટિવિટી દુનિયાને દેખાડવાનો અને તેમને એક પ્લેટફોર્મ આપવાનો છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો