સાયન્સ ઓફ હેપ્પીનેસ:'હીલ' મેથડથી પોતાની જાતને હંમેશાં ખુશ રાખો, તેના પાછળની સાયકોલોજી સમજી લો

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હેપ્પી મૂમેન્ટ્સને યાદ કરી તમે વર્તમાનમાં પહેલાં કરતાં વધારે ખુશ રહી શકો છો

તમે ખુશ હો તે ખૂબ જરૂરી છે. રેટ રેસમાં તમે પોતાની જાતને ખુશ કરવાના ઘણા પ્રયાસ કરવા છતાં ખુશ નથી રહી શકતા તો હવે તમારે સાયન્સની મદદ લેવી પડશે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલેના રિસર્ચ પ્રમાણે તમે પોતાની જાતને ખુશ રહેતા શીખવાડી શકો છો. વૈજ્ઞાનિકો માને છે કે સકારાત્મક અનુભવોની ભાવના મનમાં રાખવાથી ખુશ રહી શકાય છે. તેના માટે 'હીલ' મેથડનો ઉપયોગ કરી શકો છો.

'હીલ મેથડ'નું સાયન્સ

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે જ્યારે તમે જૂના સકારાત્મક અનુભવો યાદ કરો છો તો તે ભાવનાઓનો ફરી અહેસાસ કરવા લાગો છે. તેનાથી તમારી હેપ્પીનેસ વધી જાય છે. હેપ્પી મૂમેન્ટ્સને યાદ કરી તમે વર્તમાનમાં પહેલાં કરતાં વધારે ખુશ રહી શકો છો.

આ 4 સ્ટેપ્સમાં હીલ મેથડ કામ કરે છે
1. સારા અનુભવ કરવા
: તમે સકારાત્મક અનુભવ શારીરિક અથવા માનસિક રીતે કરી શકો છો. પરિવાર અથવા ફ્રેન્ડ્સ કે કોઈ અંગત વ્યક્તિ સાથે રહેતી તમારી જૂની યાદો તાજી કરી શકો છો.

2. અનુભવ સાથેની ભાવના સમજો: રિસર્ચ પ્રમાણે કોઈ અનુભવ સાથેની ખુશી લાંબા સમય સુધી મહેસૂસ કરવા માટે તમારે ભાવનાઓ પર ફોકસ કરવું જોઈએ. જે વસ્તુ તમને સૌથી વધારે ખુશી આપે છે તેના વિશે વારંવાર વિચારો.

3. અનુભવમાં જીવો: પોતાની મેમરીમાં ખુશી આપનારા અનુભવ માટે અલગથી જગ્યા બનાવી લો, જ્યારે મગજમાં નેગેટિવિટી આવે ત્યારે તેને યાદ કરી તેમાં જીવો.

4. પોઝિટિવને નેગેટિવ સાથે લિંક કરો: જીવનમાં ઘણા અનુભવ સાથે નેગેટિવ ભાવના જોડાયેલી હોય છે. આવી યાદો ફરી મગજમાં આવે તો તેમાંથી કંઈક પોઝિટિવ વિચારવું જોઈએ. જો તમારા નજદીકની કોઈ વ્યક્તિ સાથે ઝઘડો થઈ જાય તો તેની પોઝિટિવ સાઈડ યાદ કરી તમે પોતાનું મન શાંત કરી શકો છો.