આપણે ઘણીવાર અમુક અગત્યના કાગળ, ચાવી કે મોબાઈલનું બિલ ભરવાનું ભૂલી જતા હોઇએ છીએ. ત્યારે ઘણીવાર તેનાથી નુકસાન પણ થાય છે પરંતુ હાલમાં જ એક સંશોધનમાં એક દાવો કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકો કહે છે કે, યુવાવસ્થામાં જો તમને પણ ભૂલી જવાની બીમારી હોય તો તે સમસ્યા ના કહી શકાય પરંતુ એક શીખવાની પ્રક્રિયા પણ છે. જે મગજને મહત્ત્વપૂર્ણ માહિતી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. ડબ્લિનની ટ્રિનિટી કોલેજ અને ટોરોન્ટો યુનિવર્સિટીમાં થયેલા એક સંશોધન મુજબ જે વાત માણસ ભૂલી જાય અને તે યાદ નથી આવતી તેનો મતલબ છે કે આ વાત મગજ સુધી પહોંચી નથી શકતી.
મગજ નક્કી કરે છે કે યાદો રાખવી કે નહીં
સંશોધનકર્તાઓએ દાવો કર્યો છે કે, મગજ નક્કી કરે છે કે આપણે કઈ વાતો અને વસ્તુને યાદ રાખવી જોઈએ અને કોને આપણે ભૂલી શકીએ છીએ. કોઈ યાદો એવી હોય છે કે કાયમ માટે ન્યુરોસન્સમાં હોય છે, તે અર્ધજાગ્રત મનમાં રહે છે. તેથી જ વ્યક્તિ આ વસ્તુઓને ક્યારેય ભૂલી શકતો નથી. તો મગજ નક્કી કરે છે કે કઈ વાત અને યાદો આપણા માટે વધારે જરૂરી છે તે મુજબ તે યાદોને યાદ રાખવાનું અને ભૂલી જવાનું કામ કરે છે. આપણી જિંદગીમાં ઘણી એવી યાદો હોય છે જે પૈકી આપણે થોડી યાદો જ યાદ રાખી શકીએ છીએ.
તો માનવામાં એવું પણ આવી રહ્યું છે કે, સમયની સાથે યાદો ભુલાતી જાય છે. પરંતુ વિશેષજ્ઞો માને છે કે આ પાછળનું કારણ મગજની સ્ટોર કરવાની પ્રક્રિયા છે. ટ્રિનિટી કોલેજમાં ન્યુરોસાયન્સ ટોમ્સ રાયન અને ટોરોન્ટો યુનિવર્સિટીમાં પોલ ફેકલેન્ડે જણાવ્યું હતું કે, અલ્માઈઝરની બીમારીની વાત અલગ છે. સામાન્ય લોકો માટે કોઈ વાત ભૂલી જવું ફાયદાકારક સાબિત થઇ શકે છે. ભૂલી જવાની વાત વ્યવહારમાં વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે. અભ્યાસનાં પરિણામો બીમારીને કારણે ભૂલી ગયેલી યાદોને પુનઃસ્થાપિત કરવાનું શક્ય બનાવે છે. અલ્ઝાઈમર જેવી બીમારીની સ્થિતિમાં ભૂલી જવાની પ્રક્રિયા થઇ શકે છે.
યાદોનું રહેવું અથવા ફરી યાદો આવવી એન્ગ્રામ સેલ્સ પર છે નિર્ભર
ડો. રાયન જણાવે છે કે, યાદો ન્યુરોસન્સમાં ટુકડામાં જમા થાય છે. જેને એન્ગ્રામ સેલ્સ કહેવામાં આવે છે. યાદો જળવાઈ રહેવી અથવા કોઈ વાત ફરી ફરીને યાદ આવવી તે આ ટુકડાઓનાં રિએક્ટિવેશનને કારણે થાય છે. જ્યારે એન્ગ્રામ સેલ્સ એક્ટિવ ન થાય ત્યારે વ્યક્તિ ભૂલી જવાનું શરૂ કરે છે. તે સમજી શકાય છે કે યાદોને એક સલામત જગ્યાએ રાખવામાં આવે છે. પરંતુ તમને તેને અનલૉક કરવાનો કોડ યાદ નથી. યાદોનું પરત ફરવું પણ આ જ કારણે થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.