હેર કેર ટિપ્સ:હેર ફોલ રોકવાથી લઈને વાળ સોફ્ટ અને શાઈની બનાવશે એલોવેરા જેલ, જાણો તેના ફાયદા

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલોવેરા જેલ વાળ પર કન્ડિશનરનું કામ કરે છે

કોઈ પણ સિઝનમાં તમારા વાળની સારસંભાળ રાખવા જરૂરી છે. વાળ મજબૂત બને અને ફ્રિઝી બનાવતા અટકાવવા માટે એલોવેરા ઘણું કામનું છે. વિટામિન અને એમિનો એસિડ જેવા પોષક તત્વોથી ભરપૂર એલોવેરા વાળ હેલ્ધી બનાવવાની સાથે શાઈની બનાવે છે. ઘરે બેસીને જ એલોવેરામાં કેટલીક વસ્તુઓ ભેળવી તમે હેર માસ્ક બનાવી શકો છો.

હેર એક્સપર્ટ સ્નેહા ખન્ના જણાવે છે કે ભલે માર્કેટમાં હેર કેર માટેની ઢગલો પ્રોડક્ટ અવેલેબલ હોય પરંતુ સૌથી સરળ રીત એલોવેરા જેલ છે. તેમાં પ્રોટિયોલિટિક એન્ઝાયમ્સ હોય છે જે સ્કેલ્પ પર ડેડ સ્કિન સેલ્સ રિપેર કરે છે. તે કન્ડિશનરનું કામ કરે છે.

એલોવેરાના ફાયદા
હેરફોલ રોકવામાં મદદગાર
એલોવેરામાં રહેલા વિટામિન A, વિટામિન B અને વિટામિન C વાળ માટે ઘણા સારા છે. તેની મદદથી હેર ફોલની સમસ્યાથી બચી શકાય છે.

ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો
સ્કેલ્પ પર 1 કલાક સુધી એલોવેરા જેલ લગાવી રાખો. ત્યારબાદ વાળ ધોઈ લો. આ પ્રોસેસ થોડા દિવસ સુધી કરતા રહો. આમ કરવાથી ડેન્ડ્રફ જતો રહેશે. એન્ટિ ઈન્ફ્લેમેન્ટ્રી ગુણોને કારણે તે ખંજવાળ પણ મટાડશે.

ડ્રાય હેર નહિ રહે
જો તમે ડ્રાય હેરથી પરેશાન છો તો એલોવેરા તેનો રામબાણ ઈલાજ છે. સફેદ વાળમાંથી છુટકારો મેળવવા માટે પણ એલોવેરા ફાયદાકારક છે.

સોફ્ટ એન્ડ શાઈની હેર માટે બેસ્ટ
એલોવેરા કન્ડિશનરનું કામ કરે છે. તે વાળ સોફ્ટ અને શાઈની બનાવે છે. તેનાથી સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન પણ સારું રહે છે.

હેલ્ધી એન્ડ શાઈની હેર માટે આ રીતે એલોવેરાનો ઉપયોગ કરો

  • એક કપમાં એલોવેરા જ્યુસમાં મહેંદી અથવા કોફી સારી રીતે મિક્સ કરી લો. આ પેસ્ટ સ્કેલ્પ અને વાળમાં સારી રીતે લગાવો. 45 મિનિટ સુધી તેને લગાવી રાખો. ત્યારબાદ માઈલ્ડ શેમ્પૂથી હેર વોશ કરો.
  • 2 ચમચી દહીં, 2 ચમચી એલોવેરા જેલ અને 2 ચમચી મધ સારી રીતે મિક્સ કરો. આ પેસ્ટને સ્કેલ્પ અને લેન્થમાં લગાવી ધોઈ દો. આ માસ્ક મહિનામાં 2 વાર લગાવો.
  • એલોવેરા જેલની માત્રા જેટલું જ નારિયેળ તેલ મિક્સ કરો. આ પેસ્ટ આખી રાત લગાવી રાખો અને સવારે ધોઈ દો. આ માસ્ક મહિનામાં 2 વખત લગાવો.
  • 1 કપ એલોવેરા જેલ, 2 મોટી ચમચી ઓર્ગેનિક એપલ સાઈડર વિનેગર અને 1 ચમચી મધ મિક્સ કરો. 30 મિનિટ સુધી તેને વાળમાં લગાવી રાખો. ત્યારબાદ તેને એન્ટિ ડેન્ડ્રફ શેમ્પૂથી ધોઈ દો. તેનાથી ખંજવાળ અને ડેન્ડ્રફની સમસ્યા દૂર થશે.
  • દરરોજ રાતે એલોવેરા જેલથી સ્કેલ્પ પર મસાજ કરી 2 કલાક બાદ હેર વૉશ કરી લો. આમ કરવાથી વાળ મજબૂત અને શાઈની બનશે.