તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • All Team Members Working In Bound, A Mumbai Based Company, They Consider Education As Well As English Language Skills Essential For Women's Success In This Field

મહિલા સશક્તિકરણનું ઉદાહરણ:મુંબઈની પબ્લિશિંગ કંપનીમાં બધી ટીમ મેમ્બર્સ મહિલાઓ છે, નવા રાઈટર્સને ઓનલાઈન ક્લાસથી સ્ક્રીનરાઈટિંગ, પોએટ્રી અને ફિક્શન સમજાવે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30 વર્ષીય ફાઉન્ડર તારાએ પેંગ્વિન અને હાઈપર કોલિન્સ જેવી કંપનીમાં કામ કરેલું છે
  • મુંબઈ બેઝ્ડ આ કંપનીની શરુઆત 2018માં થઈ હતી

ડિમિસ્ટિફાઈંગ ઇન્ડિયન પબ્લિશિંગ વેબપેજ પર પબ્લિશિંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી દરેક માહિતી જાણી શકાય છે. જેમ કે, માર્કેટમાં કઈ બુક્સ અવેલેબલ છે અને મહામારી દરમિયાન કઈ બુક્સનો દબદબો રહ્યો વગેરે. મુંબઈ બેઝ્ડ આ કંપનીની શરુઆત 2018માં થઈ હતી. આ કંપની માત્ર ઓથર્સ માટે જ કામ નથી કરતી પણ તેમને મેન્ટોરશિપ અને એડિટિંગ સર્વિસ પણ આપે છે. કંપનીમાં દરેક ટીમ મેમ્બર્સ મહિલાઓ છે, તેમાં એડિટર અને ફાઉન્ડર તારા ખંડેલવાલ પણ સામેલ છે. મેનેજીંગ ડિરેક્ટર મિશેલ ડિકોસ્ટા અને હેડ ઓફ કન્ટેન્ટ ઐશ્વર્યા જવાલગેકર છે.

30 વર્ષીય તારાએ પેંગ્વિન અને હાઈપર કોલિન્સ જેવી કંપનીમાં કામ કરેલું છે. ઇન્ટર્નશિપ દરમિયાન તેને ખબર પડી કે નવા રાઈટર્સની મદદ કરવાની આ પણ એક રીત હોય શકે છે. તે ઓનલાઈન ક્લાસ દ્વારા સ્ક્રીનરાઈટિંગ, પોએટ્રી, ફિક્શન અને ગ્રાફિક નોવેલ્સના રીડર્સને માહિતગાર કરે છે.

ઐશ્વર્યા જવાલગેકરે ઈંગ્લિશમાં માસ્ટર કર્યું છે. તે એક પોએટ અને રિસર્ચર પણ છે જે પોતાના પોડકાસ્ટના માધ્યમથી પોતાનું નોલેજ રીડર્સ સુધી પહોંચાડે છે. તારાએ કહ્યું, ભારતમાં મોટાભાગના પબ્લિશિંગ હાઉસ મહિલાઓ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આ ઇન્ડસ્ટ્રીમાં મારો અનુભવ ઘણો સારો રહ્યો છે. પબ્લિશિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી મહિલાઓ પાસે સારું શિક્ષણ અને અંગ્રેજી ભાષામાં પકડ પણ સારી હોવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...