• Gujarati News
  • Lifestyle
  • Aliens Kidnap, Implant Nanochip In Hand, Claims Young American he Is A Member Of The Alien World

શૉકિંગ:એલિયન્સે અપહરણ કરી હાથમાં નેનોચિપ ઈમ્પ્લાન્ટ કરી, અમેરિકાના યુવાનનો દાવો- તે ધરતી સાથે એલિયન્સની દુનિયાનો પણ સભ્ય

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાના સ્ટીલ કૉલ્બર્ન નામના યુવકે દાવો કર્યો કે અનેકો વખત એલિયન્સ તેનું અપહરણ કરી ચૂક્યા છે
  • એલિયન્સે કરેલાં અપહરણ અને ચિપ ઈમ્પ્લાન્ટને કારણે તેની પત્નીએ ડિવોર્સ આપ્યો

અમેરિકામાં રહેતા એક યુવકે સખત ચોંકાવનારો દાવો કર્યો છે. તેના મત પ્રમાણે, એલિયન્સે તેના હાથમાં એક નેનોચિપ ઈમ્પ્લાન્ટ કરી છે. આટલું જ નહિ એલિયન્સ ઘણી વખત તેને ઉઠાવી પોતાની દુનિયામાં લઈ જાય છે. એલિયન્સ સાથેના સંપર્કને કારણે અને ચિપ ઈન્સ્ટોલ કરવાથી તેનો ડિવોર્સ થયા હોવાનો દાવો પણ તેણે કર્યો છે.

હજારો વખત એલિયન્સે અપહરણ કર્યું

સ્ટીવ કૉલ્બર્ન નામના એક યુવકનો દાવો છે કે એલિયન્સ હજારો વખત UFO (અનઆઈડેન્ટિફાય ફ્લાઈિંગ ઓબ્જેક્ટ) દ્વારા તેને એલિયન વર્લ્ડમાં લઈ ગયા છે. આ એલિયન્સ ગ્રે કલરના દેખાય છે.

એલિયન્સ વર્લ્ડ સાથેના સંબંધને કારણે પત્નીએ ડિવોર્સ આપ્યો
એલિયન્સ બેઝ્ડ મૂવીઝની સ્ટોરીની જેમ સ્ટીવનું પણ હેવું છે એક દિવસ અચાનક તેના ઘરના અવાકાડોના ઝાડ પર તેણે UFO ઉડતું જોયું. અચાનક તેમાંથી તીવ્ર પ્રકાશ આવ્યો અને તેને તાણી ગયો. ત્યારબાદ એલિયન્સ તેને પોતાની દુનિયામાં લઈ ગયા અને તેના હાથમાં એક નેનોચિપ ઈન્સ્ટોલ કરી નાખી. સ્ટીવનો દાવો છે કે, તેની પત્નીને પણ આ જ પ્રકારનો અનુભવ થાય છે, પરંતુ આ બધા પાછળ સ્ટીવનો હાથ હોવાનું માની તે રિલેશનશિપ તોડી રહી છે.

પેરાનોર્મલ એક્ટિવિટીથી તપાસ

એલિયન્સ દ્વારા અપહરણની ઘટના સાચી છે કે કેમ તે જાણવા તેણે પેરાનોર્મલ તપાસ કરાવી. આમ કર્યા બાદ તેની કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો કારણ કે આ ટેસ્ટમાં તેણે કંપનીના ઈક્વિપમેન્ટ્સનો ઉપયોગ કર્યો હતો.

ધરતી અને એલિયન બંને દુનિયા સાથે સંબંધ

સ્ટીવ જણાવે છે આ ચોંકાવનારી ઘટનાએ તેની આંખો ઉઘાડી છે. તે માને છે કે તે ધરતી અને એલિયન્સ બંને દુનિયા સાથે સંબંધ ધરાવે છે. સ્ટીવ કહે છે કે ગ્લોબલ સિવિલાઈઝેશનનો સભ્ય હોવા છતાં તેણે ધરતી પર રહેવું પડે છે. તેના માટે એ સમજવું અઘરું થઈ જાય છે કે તેના કયા ભાવ એલિયનના છે અને કયા ભાવ મનુષ્યના છે.

અન્ય સમાચારો પણ છે...