બોલિવૂડના સૌથી હોટ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હવે પતિ-પત્ની બની ગયા છે. બંને 14 એપ્રિલના રોગ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા. તેમના લગ્ન બ્રાંદ્રાની પાલી હિલ્સ સ્થિતિ વાસ્તુ એપાર્ટમેન્ટમાં થયા. ફેરા દરમિયાન તેમનું ગઠબંધન કરણ જોહરે કર્યું.
તેમજ આલિયાએ પોતાની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજન કપૂર અને પોતાની બહેન શાહીન ભટ્ટની સાથે એન્ટ્રી લીધી. આ દરમિયાન બધાનું ધ્યાન દુલ્હન પર હતું. આલિયાએ પોતાના જીવનના સૌથી ખાસ દિવસ માટે રેડ અથવા મરૂન કલરના હેવી લહેંગાની જગ્યાએ લાઈટ આઈવરી ઓર્ગેન્ઝા સાડી પસંદ કરી.
સિમ્પલ લુકમાં આલિયાએ બધાનું દિલ જીત્યું
આલિયા ભટ્ટે પોતાના લગ્નમાં પ્રખ્યાત ડ્રેસ ડિઝાઈનર સબ્યસાચી મુખર્જીની ડિઝાઈન કરવામાં આવેલી સાડી પહેરી હતી. આ આઉટફિટમાં તે સુંદર લાગી રહી હતી. આઈવરી કલરની આ આર્ગેન્ઝા ફેબ્રિક સાડી પર ટિલ્લા વર્ક કરવામાં આવ્યું હતું. બ્લાઉઝ પર ગોલ્ડન કલરથી એમ્બ્રોઈડરી કરવામાં આવી હતી. આ સાથે તેણે માથા પર હાથથી કરવામાં આવેલી એમ્બ્રોઇડરીવાળો દુપટ્ટો ઓઢ્યો હતો. આ દરમિયાન આલિયાનો મેકઅપ પણ લાઈટ હતો. આઈવરી કલર ઓફ વાઈટ કલર હોય છે. તેને હાથીદાંતનો રંગ પણ કહેવામાં આવે છે. આ સાડીની કિંમત 50 લાખ રૂપિયાથી વધુ જણાવવામાં આવી રહી છે.
બ્રાઈડલ પસંદ કરી રહી છે લાઈટ કલર
ફેશન ડિઝાઈનર ભાવના જિંદાલે જણાવ્યું કે, આજકાલની દુલ્હન ડાર્ક કલરની જગ્યાએ લાઈટ કલર પસંદ કરી રહી છે. આલિયા ભટ્ટની સાડી પણ હળવા કલરની છે. તેમજ ઓર્ગેન્ઝાને ગરમીમાં સારું ફેબ્રિક માનવામાં આવે છે. આ કપડામાં ઘણા પ્રકારની ક્વોલિટી હોય છે. ટિલ્લા વર્ક કાશ્મીરની પ્રખ્યાત કળા છે જે હાથ વડે કરવામાં આવે છે. તે થોડી મોંઘી હોય છે. આ સાડીની કોપી 15 હજાર રૂપિયામાં બની જશે.
થોડા જ દિવસોમાં આલિયાની સાડી મળવા લાગશે
ચાંદની ચોકમાં સાડીનો બિઝનેસ કરનાર રાજપાલ જણાવે છે કે ઓર્ગેન્ઝા હળવું ફેબ્રિક હોય છે જે સિલ્કમાંથી બને છે. આલિયાએ જે પ્રકારની સાડી પહેરી છે, તેના પર હાથથી કામ કરવામાં આવ્યું છે. એક સિમ્પલ ઓર્ગેન્ઝા સાડી 1 હજાર રૂપિયાથી શરૂ થાય છે. તેમજ આલિયાની વેડિંગ સાડીની કોપીને માર્કેટમાં આવવા માટે 20થી 25 દિવસ લાગી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.