• Gujarati News
  • Lifestyle
  • Alert Before Ordering Pizza, The Whole Face Of The Woman Who Ate Pizza Became Such That She Had To Run To The Hospital

લંડન:પિત્ઝા મંગાવતા પહેલાં ચેતી જજો, પિત્ઝા ખાતાં જ મહિલાનો આખો ચહેરો એવો થઈ ગયો કે તેને હોસ્પિટલ ભાગવું પડ્યું

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
24 વર્ષીય કેરી કૂકે પિત્ઝા હટમાંથી પિત્ઝા ઓર્ડર કર્યા હતા. મહિલાએ પનીરવાળા પિત્ઝા ઓર્ડર કર્યા હતા તેમ છતાં તેને ટામેટાંની ટોપિંગવાળા પિત્ઝા ડિલિવર કરવામાં આવ્યા - Divya Bhaskar
24 વર્ષીય કેરી કૂકે પિત્ઝા હટમાંથી પિત્ઝા ઓર્ડર કર્યા હતા. મહિલાએ પનીરવાળા પિત્ઝા ઓર્ડર કર્યા હતા તેમ છતાં તેને ટામેટાંની ટોપિંગવાળા પિત્ઝા ડિલિવર કરવામાં આવ્યા
  • 24 વર્ષીય કેરી કૂકે પિત્ઝા હટમાંથી પિત્ઝા ઓર્ડર કર્યા હતા
  • કેરીએ જણાવ્યું કે, તેને ટામેટાથી એલર્જી હતી છતાં ટામેટાવાળા પિત્ઝા ડિલિવર કરવામાં આવ્યા
  • જેવો તેને પિત્ઝા ખાધો, તેનો આખો ચહેરો સૂઝી ગયો

ઘણી વખત એવું બને છે કે તમે ઓર્ડર કંઈક બીજો કરો છો અને ડિલિવર બીજું કંઈક થઈ જાય છે. લંડનમાં રહેતી મહિલાની સાથે પણ આવું જ થયું છે, અને તેના કારણે તેને હોસ્પિટલ જવાનો વારો આવ્યો. હકીકતમાં મહિલાને ટામેટાની એલર્જી હતી અને ભૂલથી ટામેટાવાળા પિત્ઝા જ ડિલિવર કરી દેવામાં આવ્યા, જેના કારણે તેનો આખો ચહેરો સૂઝી ગયો.

ટોપિંગમાં ભૂલ થઈ હતી
બ્રિટનના ટેબ્લોઇડ દૈનિક ‘ડેઇલી મિરર’ના રિપોર્ટ અનુસાર, સાઉથમ્પટનની રહેવાસી 24 વર્ષીય કેરી કૂકે પિત્ઝા હટમાંથી પિત્ઝા ઓર્ડર કર્યા હતા. મહિલાએ પનીરવાળા પિત્ઝા ઓર્ડર કર્યા હતા તેમ છતાં તેને ટામેટાંના ટોપિંગવાળા પિત્ઝા ડિલિવર કરવામાં આવ્યા. કેરીએ જણાવ્યું કે, તેને જે પિત્ઝા મળ્યા હતા, તેના પર ટામેટાનું ટોપિંગ હતું. જેવો તેને પિત્ઝા ખાધો, તેના આખા ચહેરા પર સોજા ચડી ગયા. ખાસ કરીને હોઠ વધારે સૂઝી ગયા હતા.

બીજી વખત ભૂલ કરી
કેરી કૂકે જણાવ્યું કે, આ હાલત જોઈને તેના પિતા તરત તેણે હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેને કેટલીક દવાઓ આપી. કેરી કૂક તેના પહેલા પણ એક ટોપિંગવાળો પિત્ઝા પાછો આપી ચૂકી હતી. જ્યારે બીજી વખત પિત્ઝા આવ્યો તો તેણે પિત્ઝા હટ પર વિશ્વાસ કરતાં તેને ખાવાનું શરૂ કર્યું, પરંતુ થોડીવારમાં જ તેને ખબર પડી કે રિપ્લેસમેન્ટ પિત્ઝામાં પણ ટામેટાંનું ટોપિંગ છે.

6 કલાક સુધી હોસ્પિટલમાં રહી
કેરીએ જણાવ્યું કે, સમજવું મુશ્કેલ છે કે કોઈ સતત બે વખત ખોટા પિત્ઝા કેવી રીતે મોકલી શકે. કેરીએ તેના પિતાના જન્મદિવસના પ્રસંગે પિત્ઝા ઓર્ડર કર્યા હતા, પરંતુ પિત્ઝા ખાતાં જ તેની ખુશીઓ મુશ્કેલીમાં ફેરવાઈ ગઈ. ખોટી ડિલિવરીના કારણે કેરીને પાંચ કલાક સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું. તેના પિતાએ જ્યારે પિત્ઝા હટને ફરિયાદ કરી તો મેનેજરે માફી માગતાં કૂપન ઓફર કરી દીધી. નારાજ પીડિતાના પિતાએ કહ્યું, સ્ટોરની ભૂલના કારણે મારી દીકરીની જે હાલત થઈ છે, શું તેની ભરપાઈ કૂપનથી શઈ શકે છે.

પિત્ઝા કંપનીએ આપ્યો જવાબ

બીજી તરફ પિત્ઝા હટના પ્રવક્તાએ કહ્યું કે, કંપની તેના ગ્રાહકોની ફરિયાદને ગંભીરતાથી લે છે અને તે અનુસાર સુધારો કરે છે. અમે સતત કેરી કૂકના સંપર્કમાં છીએ અને મામલાની તપાસ કરી રહ્યા છીએ. પ્રવક્તાએ જણાવ્યું કે, અમારા પિત્ઝામાં ઉપયોગ થતી સામગ્રીની પૂરી જાણકારી વેબસાઈટ પર રહે છે, જેથી ગ્રાહકોને ખબર પડે કે તેઓ શું ખાઈ રહ્યા છે, કેરીનું કહેવું છે કે પિત્ઝા હટ તેની પસંદગીની રેસ્ટોરાં હતી, પરંતુ હવે તે અહીં ક્યારેય પણ નહીં આવે.