તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સામાન્ય રીતે વધારે પડતાં આલ્કોહોલનું સેવન કરતાં લોકોનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતું હોય છે, પરંતુ અમેરિકામાં તેનાથી વિપરિત એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. 38 વર્ષીય સારા લિફેબર દારૂનું સેવન કરતી નથી, પરંતુ તો પણ તે તેના નશામાં રહે છે. તે એક વિચિત્ર પ્રકારની બીમારીથી પીડિત છે.
બીમારીને કારણે તે નશામાં રહે છે
સારાને ગત વર્ષે ફેબ્રુઆરીમાં જાણ થઈ કે તે ઓટો બ્રીવરી સિન્ડ્રોમથી પીડિત છે. એક્સપર્ટના જણાવ્યાનુસાર, આ સિન્ડ્રોમ થવા પર શરીરમા યીસ્ટ ઈથેનોલ બનાવવા લાગે છે, તે એક પ્રકારનું આલ્કોહોલ છે. આ આલ્કોહોલ બન્યા પછી તે સીધું લોહીમાં ભળી શરીરમાં ફેલાય છે. તેના કારણે દર્દી હંમેશા નશામાં રહે છે.
20 વર્ષની ઉંમરથી આ બીમારીની જાણ વર્ષ 2020માં થઈ
સારા 2 બાળકોની માતા છે. તે કહે છે કે, બીમારીની શરૂઆત તે 20 વર્ષની હતી ત્યારે થઈ હતી. તે ખૂબ ચિંતિત રહે છે કારણ કે ઘણી વાર ડૉક્ટર તેની બીમારી પર વિશ્વાસ કરતાં નથી. હવે લિવર ટ્રાન્સપ્લાન્ટનો વારો આવ્યો છે. સારાને હાલ એન્ટિ ફંગલ દવા આપવામાં આવી રહી છે જેથી તેની તબિયત લથડે નહિ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય.
સામાન્ય કરતાં 6ગણો આલ્કોહોલ મળ્યો
લિવર સિરોસિસ થયા બાદ ગત વર્ષે 20 ઓક્ટોબરે જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યો તો તેના પરિણામ ચોંકાવનાર હતા. રિપોર્ટ પ્રમાણે, આલ્કોહોલની માત્રા ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના માનક કરતાં 6 ગણી વધારે હતી.
સારા કહે છે કે, બીમારીની જાણ નહોતી ત્યારે હું ખૂબ ગળી વસ્તુઓ લેતી હતી. મને ખબર નહોતી કે હું પોતાની જાતને વધુ બીમાર કરી રહી છું. હાલ મારી સાથે મારો પરિવાર પણ બીમારીના પ્રેશરમાં જીવી રહ્યો છે.
61 વર્ષની મહિલામાં પણ આવું જોવા મળ્યું હતું
આવો જ એક કેસ ગત વર્ષે અમેરિકાની 61 વર્ષીય મહિલામાં જોવા મળ્યો હતો. અમેરિકાની પિટ્સબર્ગ યુનિવર્સિટીના હોસ્પિટલમાં દાખલ મહિલાના કિડનીમાં આલ્હોકોલ બની રહ્યું હતું. મહિલા લિવર સિરોસિસ અને ડાયાબિટીસથી પીડિત હતી. તેમનું લિવર ટ્રાન્સપ્લાન્ટ થવાનું હતું પરંતુ ડોનર ન મળવાને કારણે તેવું ન થઈ શક્યું. મહિલાને આલ્કોહોલ અબ્યુઝ ટ્રીટમેન્ટની સલાહ અપાઈ હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.