હિંમતને સલામ:ઝારખંડની આકાંક્ષા કુમારી અન્ડર ગ્રાઉન્ડ માઈન્સમાં કામ કરનારી દેશની પ્રથમ યુવતી બની

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આકાંક્ષા કુમારીએ તેના નાનપણના સપનાં પૂરા કરવા માટે તનતોડ મહેનત કરી

કોલ ઈન્ડિયા લિમિટેડમાં અંડરગ્રાઉન્ડ માઈન્સમાં કામ કરતી આકાંક્ષા કુમારી દેશની પ્રથમ યુવતી છે. આ વાતની જાણકારી કોલ ઈન્ડિયા લિમિટેડે આપી છે. આકાંક્ષાને નાનપણથી માઇન્સમાં કામ કરવું હતું. પરિવારના સપોર્ટથી તેનું નાનપણનું સપનું પૂરું થયું.

મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ
સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડે સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, આકાંક્ષા કુમારી CCL જોઈન કરનારી પ્રથમ મહિલા એન્જિનિયર છે. અમારા સ્ટાફમાં હાજર મહિલા કર્મચારીઓ તેમની ફરજ સારી રીતે નિભાવી રહી છે. ઓફિસર્સ, ડૉક્ટર્સ, સિક્યોરિટી ગાર્ડ, હેવી વ્હિકલ્સ જેમ કે ડમ્પર ચલાવવામાં પણ મહિલાઓની બોલબાલા છે. તેમને કામ કરતા જોઈને અમને ગર્વ થાય છે.

ત્રણ વર્ષ સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડમાં કામ કર્યું
આકાંક્ષા મૂળ ઝારખંડના હજારીબાગ જિલ્લાની રહેવાસી છે. અંડરગ્રાઉન્ડ કોલ માઈનમાં કામ કરવાનો શ્રેય તે પોતાના પરિવારને આપે છે. સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ જોઈન કર્યા પહેલાં આકાંક્ષાએ રાજસ્થાનમાં ત્રણ વર્ષ સુધી હિન્દુસ્તાન ઝિંક લિમિટેડની બેલેરિયા માઇન્સમાં કામ કર્યું હતું. આકાંક્ષાએ કહ્યું, કોઈ પણ કામ મુશ્કેલ હતું નથી, જો મહેનત કરશો તો ચોક્કસથી મંઝિલ સુધી પહોંચી શકાય છે. હું પૂરી લગન સાથે કામ કરીશ મને વિશ્વાસ છે કે, હું કંપનીની આશાઓ પર ખરી ઉતરીશ.

આની પહેલાં એપ્રિલ મહિનામાં માઈનિંગ કંપની હિન્દુસ્તાન ઝિંકમાં પ્રથમ મહિલા અંડરગ્રાઉન્ડ માઈન મેનેજર બનીને ઇતિહાસ રચ્યો હતો. આ કંપની ઝિંકે, લીડ અને સિલ્વરનું મોટાભાગનું પ્રોડક્શન કરે છે.

અન્ય સમાચારો પણ છે...