• Gujarati News
  • Lifestyle
  • Air India Pilot Shantanu Sangidwar 's Wife Shivani Shahswat : My Husband Is Not A Truck Driver, If He Loses His Job Today, He Will Start Driving Another Truck Tomorrow

એર ઈન્ડિયાએ તગેડી મૂકેલા પાયલટની કહાની:‘મારા પતિ પાયલટ છે કોઈ ટ્રક ડ્રાઈવર નથી કે આજે નોકરી ગઈ અને આવતી કાલે ટ્રક ચલાવવાનું શરૂ કરી દેશે!’

દીપ્તિ મિશ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 57 પાયલટ તરફથી કાયદાકીય લડાઈ લડનારી બેંગ્લોરની શિવાની શાશ્વત ન્યાય માટે દિલ્હી હાઇકોર્ટ સુધી પહોંચી
  • વંદે ભારત મિશન પૂરું થતા એર ઈન્ડિયાએ અનેક પાયલટને નોકરીમાંથી કાઢ્યા

13 ઓગસ્ટ, 2020નો દિવસ હતો. મારા પતિ તેમના ડ્રેસને ઈસ્ત્રી કરી રહ્યા હતા અને હું કિચનમાં કામ કરી હતી. ડ્યુટી પર જતા પહેલાં તેઓ મેલ ચેક કરતા નથી પણ તે દિવસે તેમણે મેલ ચેક કર્યો અને અમારી જિંદગી બદલાઈ ગઈ. કોરોનાની પ્રથમ લહેર પછી થોડી છૂટ મળી રહી હતી ત્યારે લોકો નોર્મલ થઇ રહ્યા હતા પણ અમારા માથે તો જાણે આભ તૂટ્યું. આ શબ્દો છે એર ઈન્ડિયાએ કાઢી મૂકેલા 57 પાયલટ તરફથી કાયદાકીય લડાઈ લડનારી બેંગ્લોરની શિવાની શાશ્વતના. શિવાની એર ઈન્ડિયાએ કાઢી મૂકેલા કેપ્ટન શાંતનુ સંગીદવારના પત્ની છે.

દિવ્ય ભાસ્કર સાથે વાતચીત દરમિયાન શિવાનીએ કહ્યું, નોકરીમાંથી કાઢી મૂક્યાની ખબર સાંભળ્યા પછી મને લાગ્યું કે મારી સાથે ખોટું થયું છે. મારા પતિએ એર ઇન્ડિયામાં 14 વર્ષ પૂરા કર્યા. કોરોના ટાઈમમાં લોકો ઘરે હતા ત્યારે મારા પતિ અને એર ઈન્ડિયાના સ્ટાફે પોતાનો જીવ જોખમમાં મૂકીને ‘વંદે ભારત મિશન’ પર ડ્યુટી કરી રહ્યા હતા. ઘણા દિવસો સુધી અમે એકબીજાને મળ્યા નહોતા. કોરોનામાં બધા ટપોટપ મરી રહ્યા હતા ત્યારે મને પતિની ચિંતા થતી હતી. મારા પતિ માટે દેશ પહેલા આવતો પછી બીજું બધું. બાકીના પાયલટ અને તેમના પરિવારની હાલત પણ આવી જ હતી. વંદે ભારત નિશન પૂરું થતાની સાથે જ એર ઈન્ડિયા નોકરીમાંથી કઈ રીતે કાઢી શકે? મારા પતિ કોઈ ટ્રક ડ્રાઈવર નથી કે આજે જોબ ગઈ તો કાલે ટ્રક ચલાવવા લાગશે. આ હકની લડાઈ છે અને હું લડીશ.

લાંબી લડાઈ પછી ન્યાય મળ્યો
મેં મારા પતિ કેપ્ટન શાંતનુ સહિત એર ઇન્ડિયાએ તગેડી મૂકેલા દરેક પાયલટ માટે ઓનલાઇન અરજી ફાઈલ કરી. મારી આ લડાઈમાં 2.33 લાખથી વધારે લોકોનું સમર્થન મળ્યું. એ પછી મેં દિલ્હી હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા. એક વર્ષની લડાઈ પછી અમારી સાઈડમાં નિર્ણય આવ્યો. અંતે 17 ડિસેમ્બર, 2021 એટલે કે આશરે બે વર્ષની લાંબી લડાઈ પછી અમને ન્યાય મળ્યો. દિલ્હી હાઇકોર્ટે એર ઈન્ડિયાને તગેડી મૂકેલા પાયલટને અત્યાર સુધીનો પગાર આપવાનો આદેશ આપ્યો.

સરકારના આશ્વાસન પછી રાજીનામુ પાછું લઇ લીધું
ભારત સરકારે EOI તરફથી શરત જાહેર કરીને આશ્વાસન આપ્યું હતું કે, એર ઈન્ડિયાના દરેક એપ્લોયની નોકરી સુરક્ષિત રહેશે. એ પછી પાયલટે તેમના રાજીનામાં પાછા લઇ લીધા. કેપ્ટન શાંતનુએ 3 માર્ચના રોજ રાજીનામુ પાછું લઈને એર ઈન્ડિયા સાથે નોકરી કન્ટિન્યુ કરવાનો નિર્ણય લીધો. એક કલાકમાં કંપનીએ આ નિર્ણય પણ સ્વીકારી લીધો.

જીવ જોખમમાં મૂકીને સ્વજનોને સ્વદેશ લાવ્યા
દેશમાં પ્રથમવાર લોકડાઉન આવ્યા પછી વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા માટે વંદે માતરમ મિશન શરૂ કર્યું. આશરે 70% નો કપાત કર્યા હોવા છતાં પણ માર્ચથી લઈને ઓગસ્ટ સુધી મારા પતિ અને તેમના સહકર્મીઓએ વંદે માતરમ મિશનમાં જીવ રેડી દીધો હતો. તે સમયે દરેક પાયલટ અલર્ટ પર હતા, કોઈ પણ સમયે તેમને બોલાવવામાં આવતા હતા.

ક્યારેક-ક્યારેક મારા પતિ એક દિવસમાં 15 દિવસથી વધારે સમય પ્લેનમાં રહેતા હતા. ફ્લાઈંગ પછી 2થી 3 ક્વોરન્ટાઈન સેન્ટર અને પછી 5 દિવસ ઘરમાં ક્વોરન્ટાઈન રહેવું પડતું હતું અને એ પછી બીજી ફ્લાઈટમાં જવાનું હોય. સરકારે જેમની મદદથી હજારો લોકોના જીવ બચાવ્યા, તેમને જ નોકરીમાંથી તગેડી મૂક્યા અને એ પણ તેમના પરિવાર વિશે વિચાર્યા વગર. આ હકની લડાઈમાં અમારી જીત થઈ.