તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • After Video Of A Man 'Bathing' And 'Fishing' In Pothole Goes Viral, Authorities Finally Fix It

જેવા સાથે તેવા:પાણીનાં ખાબોચિયાથી ભરેલા રોડ પર ન્હાતા યુવકનો વીડિયો વાઇરલ થયો, પ્રશાસને કહ્યું, ‘ટૂંક સમયમાં રોડ રીપેર થઇ જશે’

3 મહિનો પહેલા
  • ઇન્ડોનેશિયાનાં યુવકનો વીડિયો યુઝર્સને પસંદ આવ્યો
  • કાદવ-કીચડથી ભરેલા રસ્તાની વચ્ચોવચ્ચ બેસીને સ્નાનની મજા માણી

ઇન્ડોનેશિયામાં પ્રયા સિટીમાં એક વ્યસ્ત રસ્તાની હાલત છેલ્લા ઘણા વર્ષોથી ખરાબ છે. વરસાદને લીધે પડી ગયેલા ભૂવા બાદ હજુ ઓથોરિટીએ રીપેર કરાવ્યો નથી. પ્રશાસનનું ધ્યાન દોરવા માટે એક વ્યક્તિ પાણી ભરાયેલા રસ્તા પર ફિશિંગ અને ન્હાવા બેઠો હતો. અચાનક ખાબોચિયાથી ભરેલા રોડ પર યુવકને ન્હાતા જોઈને આજુબાજુ લોકો ભેગા થઇ ગયા અને તેનો વીડિયો ઉતારવા લાગ્યો. તેનો વીડિયો એટલી હદે વાઇરલ થયો કે તે ઓથોરિટી સુધી પહોંચી ગયો. તેમણે વીડિયો જોયા પછી રોડ રીપેર કરવાનો વાયદો કર્યો છે.

રસ્તા વચ્ચે બિન્દાસ ન્હાયો
રસ્તા વચ્ચે બિન્દાસ ન્હાયો

સ્થાનિકે તેને છત્રી આપી
આ યુવકનું નામ અમાક ઓહાન છે. તે કાદવ-કીચડથી ભરેલા રસ્તાની વચ્ચોવચ્ચ બેસી ગયો. શરૂઆતમાં તેણે ખુરશી ઢાળીને ફિશિંગ કર્યું. આ જોઈને સ્થાનિકે ઓહાનને છત્રી પણ આપી. એ પછી તે ન્હાવા બેઠો. સાબુથી માથું ધોયું અને પછી રસ્તા પર ભરેલા પાણીથી જ સ્નાન કર્યું.

ખુરશી પર સ્ટાઈલથી બેસીને ફિશિંગ કર્યું
ખુરશી પર સ્ટાઈલથી બેસીને ફિશિંગ કર્યું

પ્રશાસનનું ધ્યાન ખેંચવા આ વિચાર આવ્યો
અત્યાર સુધી ઘણા લોકોએ ખરાબ રસ્તાની ફરિયાદ કરી પણ એક પણ વાર પ્રશાસને ધ્યાન આપ્યું નથી. આ ખરાબ રસ્તાને લીધે ઘણા લોકો પડી ગયા અને ઘણાના અકસ્માત પણ થયા છે. આ રસ્તો શહેરની વચ્ચે આવેલો છે આથી તે હંમેશાં વ્યસ્ત રહે છે. પ્રશાસનનું ધ્યાન ખેંચવા ઓહાને આ આઈડિયા વિચાર્યો અને તે સફળ પણ રહ્યો.

ઓથોરિટીએ લોકલ મીડિયાને કહ્યું કે, ટૂંક સમયમાં રસ્તો રીપેર થઇ જશે.