તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • After The Restaurant Failed, 'Baba' Returned To 'Dhaba', Earning Only Rs 35,000 Per Month For An Expenditure Of Rs 1 Lakh

ઢાબાવાળા બાબાની સ્ટોરી:રેસ્ટોરાં ફેલ જતાં ‘બાબા’ ફરી પાછા ‘ઢાબા’ પર પરત આવી ગયા, મહિને 1 લાખના ખર્ચા સામે 35 હજારની જ આવક થતી હતી, હવે ભવિષ્ય માટે 20 લાખ રૂપિયા બચાવી રાખ્યા છે

14 દિવસ પહેલા
બાબાએ પોતાને જ ફેમસ બનાવનારા યુટ્યુબર ગૌરવ વાસન સામે જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી
  • બાબાએ પોતાને મળેલી મદદની રકમમાંથી એક સરસ રેસ્ટોરાં પણ શરૂ કરી હતી, પણ તેમાં કમાણી ના થઈ
  • હાલમાં જ બાબાએ મીડિયાને કહ્યું, મારા અંતિમ શ્વાસ સુધી આ ઢાબા પર જ રહીશ

એક યુટ્યુબ વીડિયોને કારણે રાતોરાત દેશભરમાં વાઇરલ થઈ જનારા દિલ્હીના ‘બાબા કા ઢાબા’વાળા બાબા એટલે કે કાન્તા પ્રસાદ યાદ છે? એ બાબા એટલે કે કાન્તા પ્રસાદ ફરી પાછા પોતાના જૂના ઢાબા પર આવી ગયા છે અને અગાઉની જેમ જ કામે લાગી ગયા છે.

ઢાબાવાળા બાબા રાતોરાત લાઈમલાઈટમાં આવી ગયા હતા
80 વર્ષના બાબાને આ ઉંમરે પણ દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં રોડસાઇડ ઇટરીમાં પોતાની પત્ની સાથે રસોઈ બનાવતાં જોઇને દેશવાસીઓનાં હૃદય દ્રવી ઊઠ્યાં હતાં અને તેમના માટે દેશભરમાંથી મદદનો ધોધ વહેવા માંડ્યો હતો.

પરંતુ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે બાબાએ પોતાને જ ફેમસ બનાવનારા યુટ્યુબર ગૌરવ વાસન સામે જ પોલીસ ફરિયાદ નોંધાવી કે તેણે મારી સાથે નાણાંકીય ફ્રોડ કર્યો છે અને મને મળેલી મદદના પૈસા ચાઉં કરી ગયો છે.

આ રેસ્ટોરાં હાલ બંધ થઈ ગઈ છે
આ રેસ્ટોરાં હાલ બંધ થઈ ગઈ છે

રેસ્ટોરાં વધારે સમય ના ચાલી
પછી તો બાબાએ પોતાને મળેલી મદદની રકમમાંથી એક સરસ રેસ્ટોરાં પણ શરૂ કરી હતી. પરંતુ ત્યાં જ કોરોના ત્રાટક્યો અને રેસ્ટોરાંમા આવતાં લોકો બંધ થઈ ગયાં. બાબાના કહેવા પ્રમાણે મહિને એક લાખ રૂપિયાના ખર્ચાની સામે માંડ 35 હજાર રૂપિયા જેટલી જ આવક થતી હતી. એટલે તેમણે નછૂટકે રેસ્ટોરાં બંધ કરવાનો વારો આવ્યો.

ઢાબા પર તેમના ગ્રાહકો આવવાના પણ શરુ થઈ ગયા
ઢાબા પર તેમના ગ્રાહકો આવવાના પણ શરુ થઈ ગયા

છેલ્લા શ્વાસ સુધી ઢાબા પર જ રહેશે
હવે લેટેસ્ટ ન્યૂઝ એ છે કે આ બાબા પોતાના ઓરિજિનલ ઢાબામાં પરત આવી ગયા છે અને અગાઉની જેમ જ કામે લાગી ગયા છે. તાજેતરમાં જ મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે કહ્યું કે હવે તેઓ પોતાના છેલ્લા શ્વાસ સુધી અહીં જ ઢાબા ચલાવતા રહેશે. સલામતી માટે તેમણે પોતાના અને પોતાની પત્ની બદામી દેવી માટે 20 લાખ રૂપિયા બચાવી રાખ્યા છે.

હવે જોકે તેમને પોતાની ભૂલનો પણ અહેસાસ થઈ ગયો છે અને તેમણે ગૌરવ વાસનની માફી માગી લીધી છે. બાબાનું કહેવું છે કે હવે જો ગૌરવ તેમના ઢાબા પર આવશે તો તેઓ અગાઉ જેટલા જ પ્રેમથી તેમને આવકારશે અને જૂની વાતો ભૂલી જવાનું કહેશે.

અન્ય સમાચારો પણ છે...